News Continuous Bureau | Mumbai
RBI Action: ભારતીય રિઝર્વ બેંક દેશની તમામ બેંકોની કામગીરી પર નજર રાખે છે. જો કોઈપણ બેંક નિયમોની ( Bank Rules ) અવગણના કરે છે, તો RBI તે બેંક સામે કડક પગલાં લે છે અને કેટલીકવાર લાખો રુપિયાનો દંડ ( penalty ) પણ લગાવે છે. તાજેતરમાં, આવી જ બેદરકારીના કારણે, રિઝર્વ બેંકે ગુજરાતની ( Gujarat ) પાંચ સહકારી બેંકો પર લાખો રૂપિયાનો દંડ ફટકાર્યો છે.
એક અહેવાલ મુજબ, 4 જાન્યુઆરી, 2024 ના રોજ રિઝર્વ બેંક દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, જે ( Cooperative Banks ) બેંકો પર કાર્યવાહી કરવામાં આવી છે. તેમાં ધ કો-ઓપરેટિવ અર્બન બેંક ( Urban Co-operative Bank ) , શ્રી ભારત કો-ઓપરેટિવ બેંક ( Shree Bharat Co-operative Bank ) , લીમડી અર્બન કો-ઓપરેટિવ બેંક ( Limdi Urban Co-operative Bank ) , ધ સંખેડા નાગરિક કો. -ઓપરેટિવ બેંક.અને ભુજ કોમર્શિયલ કો-ઓપરેટિવ બેંકનું નામ સામેલ છે. સેન્ટ્રલ બેંકે ( Central Bank ) આ તમામ બેંકો પર 50,000 રૂપિયાથી લઈને 5 લાખ રૂપિયા સુધીનો દંડ ફટકાર્યો છે.
આ દંડની બેંકના સામાન્ય ગ્રાહકોને કોઈ અસર થવાની નથીઃ RBI…
એક રિપોર્ટ મુજબ, આરબીઆઈએ શ્રી ભારત કો ઓપરેટિવ બેંક અને ધ સંખેડા નાગરિક સહકારી બેંક પર 5-5 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. આરબીઆઈએ સંખેડા નાગરિક સહકારી બેંક પર આ કાર્યવાહી કરી છે, કારણ કે બેંકના ડિરેક્ટર ઘણી જગ્યાએ લોન ગેરેન્ટર બની ગયા હતા, જે આરબીઆઈના નિયમોનું ઉલ્લંઘન છે. આ સાથે બેંકે બે બેંકો વચ્ચે ગ્રોસ એક્સપોઝર લિમિટના નિયમનું પણ ઉલ્લંઘન કર્યું હતું. આવી સ્થિતિમાં આરબીઆઈએ બેંક પર આ દંડ લગાવ્યો છે.
આ સમાચાર પણ વાંચો : Nestle Stock Split: આજથી સસ્તો થશે દેશનો આ છઠ્ઠો સૌથી મોંઘો શેર, હવે આ લોકો પણ આરામથી કરી શકશે રોકાણ.. જાણો ક્યો છે આ શેર..
શ્રી ભારત કોઓપરેટિવ બેંક પર દંડ લાદવાનું કારણ એ છે કે RBI તપાસમાં જાણવા મળ્યું છે કે બેંક ઇન્ટર બેંક ગ્રોસ એક્સપોઝર લિમિટના નિયમોનું પાલન કરવામાં નિષ્ફળ રહી છે. આ સાથે, બેંકે ટર્મ ડિપોઝિટ સ્કીમ પર વ્યાજ ચૂકવવામાં પણ વિલંબ કર્યો છે. તદુપરાંત બેન્કે તેના 8 ડિસેમ્બર, 2023ના આદેશમાં ધ કો-ઓપરેટિવ અર્બન બેંક અને ધ ભુજ કોમર્શિયલ કોઓપરેટિવ બેન્ક પર KYC નિર્દેશોના ઉલ્લંઘન અને ડિપોઝિટ પર વ્યાજદરોના નિર્દેશના ઉલ્લંઘન બદલ રૂ.1.50 લાખનો દંડ ફટકાર્યો છે. તેમ જ લીમડી અર્બન કો-ઓપરેટિવ બેંક પર 50,000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે.
પ્રાપ્ત માહિતી મુજબ, રિઝર્વ બેંકે કહ્યું છે કે નિયમોના ઉલ્લંઘનના મામલામાં તેણે આ કાર્યવાહી કરી છે. આરબીઆઈ બેંકોના કામકાજમાં કોઈપણ રીતે હસ્તક્ષેપ કરવા માંગતી નથી. સેન્ટ્રલ બેંક દ્વારા લગાવવામાં આવેલ આ દંડની બેંકના સામાન્ય ગ્રાહકોને કોઈ અસર થવાની નથી. બેંકો ગ્રાહકોને તેમની સેવાઓ સામાન્ય રીતે પ્રદાન કરવાનું ચાલુ રાખશે.
(Disclaimer : અહીં રજૂ કરવામાં આવેલી માહિતી અન્ય મિડીયા પ્રેલટફોર્મ પર પણ ઉપલબ્ધ છે તેમજ તેની સત્યતા સંદર્ભે અમે કોઈ દાવો કરતા નથી.)