Site icon

RBI એ લીધો મોટો નિર્ણય : આ બેંકના વ્યવહારો પર લગાવી રોક, ગ્રાહકો પર હવે કેવી અસર થશે?

ભારતીય રિઝર્વ બેંક (RBI) દ્વારા દેશની સરકારી, ખાનગી અને સહકારી બેંકો સહિત તમામ માટે માર્ગદર્શિકા જારી કરવામાં આવે છે. જો તમે પણ દેશની કોઈપણ બેંકમાં ખાતું ખોલાવ્યું છે, તો ચોક્કસ જાણો RBI ના નવા નિયમો.

RBI stops banks, NBFCs from compounding penal interest on loans

Penal Interest on loans: બેંકો આવક વધારવા માટે લોન ખાતાઓ પર નહીંલાદી શકે દંડ, RBIએ નિયમોમાં કર્યો ફેરફાર

News Continuous Bureau | Mumbai

Reserve Bank Of India: ભારતીય રિઝર્વ બેંક (RBI) દ્વારા દેશની સરકારી, ખાનગી અને સહકારી બેંકો સહિત તમામ માટે માર્ગદર્શિકા જારી કરવામાં આવે છે. જો તમે પણ દેશની કોઈપણ બેંકમાં ખાતું ખોલાવ્યું છે, તો ચોક્કસ જાણો RBI ના નવા નિયમો. રિઝર્વ બેંકે હવે તાત્કાલિક અસરથી બેંક ટ્રાન્ઝેક્શન પર પ્રતિબંધ મૂક્યો છે, જેનો અર્થ છે કે તમે કોઈપણ પ્રકારની લેવડદેવડ કરી શકશો નહીં.

Join Our WhatsApp Community

કેમ રોક લગાવવામાં આવી ?

ભારતીય રિઝર્વ બેંકે SBM બેંક (ઈન્ડિયા) લિમિટેડને લિબરલાઈઝ્ડ રેમિટન્સ સ્કીમ (LRS) હેઠળ તાત્કાલિક અસરથી પ્રતિબંધિત કરવાનો નિર્ણય લીધો છે. આરબીઆઈએ જણાવ્યું છે કે આ પ્રતિબંધ આગામી સૂચના સુધી અમલમાં રહેશે.

પ્રેસ રિલીઝ જારી થઈ

બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ, 1949ની કલમ 35A અને 36(1)(a) હેઠળ, RBI એ SBM બેંકને LRS વ્યવહારો રોકવા માટે નિર્દેશ આપ્યો છે, જેનું બેંકે પાલન કરવું જરૂરી છે. તેની સાથે RBI એ એક પ્રેસ રિલીઝ પણ બહાર પાડી છે.

આ સમાચાર પણ વાંચો:  મુંબઇમાં ‘સ્પેશિયલ-26’ સ્ટાઇલમાં લૂંટ, નકલી ED ઓફિસર બનીને ઠગ કરોડો લઇ ફરાર.. વેપારીઓ ચિંતિત

ઘણી ચિંતાઓ પછી ભરવામાં આવ્યું આ પગલું

રિઝર્વ બેંકે એક પ્રેસ રિલીઝમાં જણાવ્યું છે કે બેન્કિંગ એક્ટ હેઠળ આરબીઆઈએ તેની સત્તાનો ઉપયોગ કરીને SBM બેન્કના વ્યવહારો રોકવાનો નિર્ણય લીધો છે. ઘણી ચિંતાઓ બાદ આ કાર્યવાહી કરવામાં આવી છે.

તે એક ફાઈનેન્શિયલ સર્વિસિઝ ગ્રૂપ છે

આપને જણાવી દઈએ કે SBM બેંક મોરેશિયસ સ્થિત SBM હોલ્ડિંગ્સની પેટાકંપની છે. SBM ગ્રૂપ એ ફાઈનેન્શિયલ સર્વિસિસ ગ્રૂપ છે, જે ડિપોઝિટ, લોન, બિઝનેસ માટે ફાઇનાન્સ અને કાર્ડ સહિતની સેવાઓ પ્રદાન કરે છે.

3 કરોડનો દંડ ફટકારવામાં આવ્યો

SBM બેંકે RBI પાસેથી લાઇસન્સ લીધા બાદ 1લી ડિસેમ્બર 2018ના રોજ બેન્કિંગ સુવિધાઓ શરૂ કરી. હાલમાં દેશભરમાં કુલ 11 શાખાઓ છે. વર્ષ 2019 માં, નિયમનકારી ધોરણોનું પાલન ન કરવા બદલ બેંક પર 3 કરોડ રૂપિયાનો દંડ પણ લાદવામાં આવ્યો હતો.

ઉલ્લેખનીય છે કે કેન્દ્રીય બેંક બેંકો પર સતત નજર રાખતી રહે છે. જો બેંકમાં કોઈ ભૂલ પકડાય તો આ પ્રકારના કઠોર પગલા કેન્દ્રીય બેંક લેતી હોય છે. જો કે તેની ગ્રાહકો પર ખૂબ ઓછી અસર પડે છે.

આ સમાચાર પણ વાંચો:  કોરોના મુક્ત થયું મુંબઈ! પાલિકાની મહેનત રંગ લાવી, રોગચાળો શરૂ થયા પછી પહેલીવાર ઝીરો કોવિડ કેસ

Pine Labs: પાઇન લેબ્સનો 3900 કરોડ રૂપિયાનો IPO આજથી ખૂલ્યો; કિંમત, GMP અને અન્ય વિગતો જાણો
Gold Price: આજે સોના-ચાંદીના ભાવમાં મોટો ઉલટફેર: સોનું થયું સસ્તું, જ્યારે ચાંદી પહોંચી નવી ઊંચાઈએ! ચેક કરો તમારા શહેરનો લેટેસ્ટ રેટ
UPI Transactions: ઓક્ટોબર મહિનામાં યુપીઆઈ વ્યવહારોમાં થયો અધધ આટલો વિક્રમી વધારો
Bank Holiday: ગુરુ નાનક જયંતિના દિવસે બેંક ચાલુ રહેશે કે બંધ? RBIએ દ્વિધા દૂર કરી
Exit mobile version