Site icon

RBI: RBIની મોટી કાર્યવાહી.. હવે આ બે કો- ઓપરેટીવ બેંકોના લાયસન્સ કર્યા રદ્દ.. જાણો વિગતે..

RBI: RBI તાજેતરમાં પર્યાપ્ત મૂડી અને કમાણીની સંભાવના ન હોવાથી, તેમ જ બેંકિંગ રેગ્યુલેશન એક્ટની કેટલીક કલમોનું પાલન કરવામાં નિષ્ફળ રહી હોવાથી બે કો- ઓપરેટીવ બેંકનુ લાયસન્સ રદ્દ કર્યું છે.

RBI Cancel license of two banks Big action of RBI.. Now the licenses of these two co-operative banks have been canceled

RBI Cancel license of two banks Big action of RBI.. Now the licenses of these two co-operative banks have been canceled

News Continuous Bureau | Mumbai 

RBI: ભારતીય રિઝર્વ બેંક ( RBI ) એ બોટાદ પીપલ્સ કો-ઓપરેટિવ બેંકનું ( Botad Peoples Co-operative Bank ) બેંકિંગ લાઇસન્સ ( Banking License )  તાત્કાલિક અસરથી રદ કર્યું છે અને તેને નોન-બેંકિંગ સંસ્થા ( Non-Banking Institution ) તરીકે સૂચિત કર્યું છે. આરબીઆઈએ જણાવ્યું હતું કે આ બોટાદ પીપલ્સ કો-ઓપરેટિવ બેંક માટે બિન-સભ્યો પાસેથી થાપણો સ્વીકારવા સહિત ‘બેંકિંગ’ ના વ્યવસાયને તાત્કાલિક અસરથી બંધ કરવામાં આવશે. 

Join Our WhatsApp Community

આ ઉપરાંત, આરબીઆઈએ આદર્શ મહિલા નાગરિક સહકારી બેંક લિમિટેડનું ( Adarsh Mahila Nagari Sahakari Bank LTD ) લાઇસન્સ પણ રદ કર્યું છે. જેમાં બેંકે 29 ડિસેમ્બરથી જ બેંકિંગ વ્યવસાય ( Banking business ) બંધ કરી દીધો હતો. આરબીઆઈએ બેંક અને લિક્વિડેટરની નિમણૂક કરી મહારાષ્ટ્રની સહકારી સમિતિના કમિશનર અને રજિસ્ટ્રારને આ બેંકને બંધ કરવાનો આદેશ જારી કરવા કહ્યું છે.

બેંકો વર્તમાન થાપણદારોને સંપૂર્ણ ચૂકવણી કરવામાં અસમર્થ રહેશે…

આરબીઆઈએ આદર્શ મહિલા નાગરિક સહકારી બેંક લિમિટેડની પાસે પર્યાપ્ત મૂડી અને કમાણીની સંભાવના નહોવાથી, તેમ જ બેંકિંગ રેગ્યુલેશન એક્ટની ( Banking Regulation Act ) કેટલીક કલમોનું પાલન કરવામાં નિષ્ફળ રહી હોવાથી લાઈસન્સ રદ્દ કરવામાં આવ્યું છે.

આરબીઆઈએ એમ પણ કહ્યું હતું કે, આ બંને બેંકો તેની વર્તમાન નાણાકીય સ્થિતિ સાથે, તેના વર્તમાન થાપણદારોને તેમની સંપૂર્ણ થાપણ રકમ ચૂકવણી કરવામાં અસમર્થ રહેશે.

આ સમાચાર પણ વાંચો : Rule Change From 1st January: નવા વર્ષથી લાગુ થવા જઈ રહ્યા છે આ 6મોટા ફેરફારો.. જાણો શું છે આ બદલાયેલ નિયમો.  

તેથી DICGC એક્ટ, 1961 ની જોગવાઈઓ અનુસાર દરેક થાપણદાર ડિપોઝિટ ઇન્સ્યોરન્સ એન્ડ ક્રેડિટ ગેરંટી કોર્પોરેશન (DICGC) પાસેથી રૂ. 5,00,000/- (માત્ર પાંચ લાખ રૂપિયા) ની નાણાકીય મર્યાદા સુધીની તેમની થાપણોની થાપણ વીમા દાવાની રકમ મેળવવા માટે હકદાર બનશે. બેંક દ્વારા આપવામાં આવેલા ડેટા મુજબ, 99.77% થાપણદારો DICGC પાસેથી તેમની થાપણોની સંપૂર્ણ રકમ મેળવવા માટે હકદાર છે, એમ RBIએ જણાવ્યું હતું.

પ્રાપ્ત માહિતી અનુસાર, 31 ઓક્ટોબર સુધીમાં, DICGC એ બેંકના થાપણદારો પાસેથી મળેલી કુલ વીમાકૃત થાપણોમાંથી રૂ. 185.38 કરોડ ચૂકવી દીધા હતા.

UPI Transactions: ઓક્ટોબર મહિનામાં યુપીઆઈ વ્યવહારોમાં થયો અધધ આટલો વિક્રમી વધારો
Bank Holiday: ગુરુ નાનક જયંતિના દિવસે બેંક ચાલુ રહેશે કે બંધ? RBIએ દ્વિધા દૂર કરી
Gold prices: લગ્નની સિઝન પહેલાં સોનાની ચમક ઝાંખી પડી આ સાથે જ ચાંદી માં થયો ઘટાડો, જાણો 4 નવેમ્બરના રોજ તમારા શહેરનો તાજા ભાવ
Anil Ambani: અનિલ અંબાણી ગ્રુપ પર ઇડીની મોટી કાર્યવાહી, આટલા કરોડ રૂપિયાની ૪૦ થી વધુ સંપત્તિઓ જપ્ત
Exit mobile version