Site icon

રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયાએ લાલબત્તી ધરી : જો આવું કંઈક કરશો તો બૅન્ક ઍકાઉન્ટ સફાચટ થઈ જશે

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો 
મુંબઈ, 14 સપ્ટેમ્બર, 2021
મંગળવાર

રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયાએ નાગરિકોને સાવધાન કર્યા છે. ઑનલાઇન બૅન્કિંગ સેવાઓ શરૂ થઈ છે ત્યારથી ઑનલાઇન છેતરપિંડી કરવાની પ્રવૃત્તિઓ પણ વધી ગઈ છે. કેવાયસી અપડેટ કરવાના મૅસેજ મોકલીને લોકોને છેતરવાના કેસ બની રહ્યા છે. જેની ઘણી ફરિયાદો આવવાથી આરબીઆઇએ લાલબત્તી ધરી છે અને આવું કરશો તો તમારા ખાતામાંથી રૂપિયા ગાયબ થઈ જશે.

Join Our WhatsApp Community

કોઈ અજ્ઞાત વ્યક્તિનો ફોન, મેસેજ કે ઈ-મેઇલ આવે અને તે તમારા બૅન્ક ઍકાઉન્ટની વિગતો વિશે પૂછે, એ વ્યક્તિ પોતાને બૅન્કનો કર્મચારી કહીને વાત કરી શકે, ઍકાઉન્ટ લોગઇન, કાર્ડ કે પિન વિશે માહિતી પૂછે અને જો તે માહિતી આપી તો તમારું ખાતું સફાચટ થઈ જશે.

ઈ-કૉમર્સના નિયમોનું ઉલ્લંઘન કરનારી વિદેશી ઈ-કૉમર્સ કંપની વિરુદ્ધ આવતી કાલથી દેશભરમાં ઈ-કૉમર્સ કંપની સામે ‘હલ્લા બોલ’ અભિયાન, મુંબઈના આ વિસ્તારમાં વેપારીઓ કરશે ધરણા; જાણો વિગત

તેથી આરબીઆઇએ લોકોને સાવચેત કરતાં કહ્યું છે કે વ્યક્તિગત માહિતી, ઍકાઉન્ટ વિશે માહિતી, કેવાયસી દસ્તાવેજોની કૉપી, કાર્ડ ઇન્ફોર્મેશન, ઓટીપી, પાસવર્ડ જેવી માહિતીઓ અજ્ઞાત વ્યક્તિ કે એજન્સીઓને આપવી નહીં. એટલું જ નહીં પ્રમાણિત કે અનધિકૃત વેબ સાઇટો પર આ બધી ઇન્ફોર્મેશનને શૅર કરવી નહીં.

એટલું જ નહીં આરબીઆઇએ બૅન્કોને સલાહ આપી છે કે કોઈ પણ ઍકાઉન્ટનું કેવાયસી અપડેટ કરવાનું બાકી હોય તો એ ખાતાને ૩૧ ડિસેમ્બર, ૨૦૨૧ સુધી કાર્યરત રાખવાની પરવાનગી આપવી.

GST Reforms: GST દરોમાં ઘટાડા થી થશે રૂપિયાનો વરસાદ! લોકોના હાથમાં આવશે આટલા લાખ, નિર્મલા સીતારમણે કહી મોટી વાત
India Exports: ટ્રમ્પના ટેરિફ થી વેપાર ની હાલત ખરાબ, ઓગસ્ટમાં નિકાસ 16.3% ઘટી, આ સેક્ટર પર સૌથી વધુ અસર
Silver Prices: ચાંદીના ભાવમાં આવ્યો ઉછાળો, શું એક સાથે ચાંદીમાં રોકાણ કરવું સલામત છે? જાણો એક્સપર્ટ નો મત
GST New Rates: સરકાર દ્વારા GSTમાં ઘટાડાનું નોટિફિકેશન બહાર પડાયું, જાણો 22 સપ્ટેમ્બરથી શું-શું સસ્તું થશે
Exit mobile version