Site icon

શું ભારતના આર્થિક હાલ પણ શ્રીલંકા- પાકિસ્તાન જેવા થશે- મંદી આવશે- રઘુરામ રાજાએ આપ્યું આ સંદર્ભે મોટું નિવેદન

 

News Continuous Bureau | Mumbai

Join Our WhatsApp Community

ભારતના(India) પાડોશી દેશો(Neighbor country) શ્રીલંકા(Srilanka) અને પાકિસ્તાન(Pakistan) આર્થિક(Economically) રીતે ખખડી ગયા છે. ત્યારે ભારતની આર્થિક હાલતને(Financial situation) લઈને જાતજાતની ચર્ચાઓ ચાલી રહી છે ત્યારે ભારતીય રિઝર્વ બેંક (RBI)ના ભૂતપૂર્વ ગવર્નર રઘુરામ રાજને(Former Governor Raghuram Raj) RBIની કામની પ્રશંસા કરી છે અને કહ્યું હતું કે, ‘રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ(Reserve Bank of India) વિદેશી મુદ્રા ભંડાર(Foreign exchange reserves) વધારવામાં સારું કામ કર્યું છે. પૂરતા પ્રમાણમાં વિદેશી હૂંડિયામણ(Foreign exchange) અનામત છે. તેથી દેશને શ્રીલંકા અને પાકિસ્તાન જેવી આર્થિક સમસ્યાઓનો સામનો કરવો પડશે નહીં.

રિઝર્વ બેંકે અનામત વધારવામાં સારું કામ કર્યું છે. ભારતને શ્રીલંકા અને પાકિસ્તાન જેવી સમસ્યાઓનો ભય નથી. આપણા દેશ પર વિદેશી દેવું પણ ઓછું છે, એવું પણ રઘુરામ રાજને કહ્યું હતું.

આ સમાચાર પણ વાંચો : શ્રાવણીયા સોમવારને દિવસે સારા સમાચાર- રાંધણ ગેસના ભાવ ઘટ્યા- જાણો કેટલા

દેશના મોંઘવારી(Inflation) પર પ્રતિક્રિયા આપતા RBIના ભૂતપૂર્વ ગવર્નરે કહ્યું હતું કે RBI દ્વારા પોલિસી રેટમાં(Policy rate) વધારો ફુગાવાના દબાણને ઘટાડવામાં મદદ કરશે. આ સમયે સમગ્ર વિશ્વમાં મોંઘવારી છે. RBI તેના વ્યાજ દરોમાં સતત વધારો કરી રહી છે, જે મોંઘવારી ઘટાડવામાં મદદ કરશે. સૌથી વધુ મોંઘવારી ખાદ્ય અને ઈંધણમાં છે. વિશ્વમાં ખાદ્યપદાર્થોનો ફુગાવો ઘટી રહ્યો છે અને આવનારા સમયમાં ભારતમાં પણ મોંઘવારી ઘટશે.
 

India-US LPG Deal: અમેરિકા સાથે ભારતનો સૌથી મોટો LPG કરાર, મંત્રી બોલ્યા – ‘ઐતિહાસિક શરૂઆત’, શું ગેસના ભાવ ઘટશે?
Gold Price: સોના અને ચાંદી ની ચમક થઈ ઝાંખી, 17 નવેમ્બરે ભાવમાં આવ્યો આટલો ઘટાડો, જાણો તમારા શહેરનો લેટેસ્ટ રેટ
SBI: SBIના ગ્રાહકો માટે મોટો ફટકો! ૧ ડિસેમ્બર ૨૦૨૫ થી બેંકની આ મહત્ત્વની સેવા બંધ થશે, તરત જાણી લો
Gold Price: બિહાર ચૂંટણીના પરિણામો વચ્ચે આજે સસ્તું થયું સોનું, જાણો 24 અને 22 કેરેટ ગોલ્ડની કેટલી ઓછી થઈ કિંમત?
Exit mobile version