Site icon

RBI Action: તમે રોજ જે એપથી કરો છો પેમેન્ટ, તેના પર RBIએ ચલાવી ચાબુક, હવે ભરવો પડશે આટલો મોટો દંડ. જાણો શું છે કારણ..

RBI Action: ભારતીય રિઝર્વ બેંક (RBI) એ KYC નિયમો સહિતની કેટલીક જોગવાઈઓનું પાલન ન કરવા બદલ પેટીએમ પેમેન્ટ બેંક લિમિટેડ પર 5.39 કરોડ રૂપિયાનો દંડ લગાવ્યો છે.

RBI imposes Rs 5.39 cr penalty on Paytm Payments Bank for KYC norms violation

RBI imposes Rs 5.39 cr penalty on Paytm Payments Bank for KYC norms violation

News Continuous Bureau | Mumbai 

RBI Action: ભારતીય રિઝર્વ બેંક(RBI)Paytm પેમેન્ટ બેંક પર ₹5.39 કરોડનો દંડ(fine) ફટકાર્યો છે. KYC, સાયબર સિક્યોરિટીઝ વગેરે સંબંધિત માર્ગદર્શિકાની અમુક જોગવાઈઓનું પાલન ન કરવા બદલ આ દંડ લાદવામાં આવ્યો છે. રિઝર્વ બેંકે કહ્યું કે આ કાર્યવાહી નિયમનકારી અનુપાલનમાં ખામીઓના વિશ્લેષણના આધારે કરવામાં આવી છે. દરમિયાન, ગુરુવારે Paytmની પેરેન્ટ કંપની One97 Communicationsનો શેર 1.47% ઘટીને રૂ. 957.60 પર બંધ થયો હતો.

Join Our WhatsApp Community

આરબીઆઈએ શા માટે ફટકાર્યો દંડ

આરબીઆઈએ જણાવ્યું હતું કે આ કાર્યવાહી નિયમનકારી અનુપાલનમાં ખામીઓ પર આધારિત છે અને તેનો હેતુ બેંક દ્વારા તેના ગ્રાહકો સાથે કરવામાં આવેલા કોઈપણ વ્યવહાર અથવા કરારની માન્યતા પર નિર્ણય લેવાનો નથી. આરબીઆઈએ તેના નિવેદનમાં જણાવ્યું છે કે આ દંડ બેંકિંગ રેગ્યુલેશન એક્ટ, 1949ની કલમ 46(4)(i) સાથે વાંચવામાં આવેલી કલમ 47A(1)(c) ની જોગવાઈઓ હેઠળ લાદવામાં આવ્યો છે. આરબીઆઈને આમાં કાર્યવાહી કરવાનો અધિકાર છે.

આ સમાચાર પણ વાંચો  : Operation Ajay: ઇઝરાયેલ-હમાસ યુદ્ધ વચ્ચે 212 ભારતીયોને લઈને દિલ્હી પહોંચી પ્રથમ ફ્લાઈટ, હજુ હજારો ભારતીયો છે ફસાયેલા..

ઓનબોર્ડિંગ પર પ્રતિબંધ

કેન્દ્રીય બેંકે કહ્યું છે કે પેમેન્ટ એગ્રીગેટર તરીકે કામ કરવા માટે Paytmને ફરીથી અરજી સબમિટ કરવી પડશે. રિઝર્વ બેંકે પેટીએમ પેમેન્ટ સર્વિસીસના ઓનલાઈન વેપારીઓના ઓનબોર્ડિંગ પર પ્રતિબંધ મૂક્યો છે. જ્યાં સુધી અરજી મંજૂર ન થાય ત્યાં સુધી કંપની નવા ઓનલાઈન વેપારીઓનો સમાવેશ કરશે નહીં. જોકે, કંપનીનું કહેવું છે કે રિઝર્વ બેન્કના આ નિર્ણયથી તેના બિઝનેસ પર કોઈ મોટી અસર થવાની નથી.

અરજી 120 દિવસમાં કરવાની રહેશે

હવે Paytm એ પેમેન્ટ એગ્રીગેટર માટે ફરીથી 120 કેલેન્ડર દિવસોમાં અરજી સબમિટ કરવી પડશે. Paytmનું કહેવું છે કે તેના પ્લેટફોર્મ પર હાલના વેપારીઓને કોઈપણ રીતે અસર થશે નહીં. કંપનીનું કહેવું છે કે રિઝર્વ બેંકના નિર્ણયની અસર નવા ઓનલાઈન વેપારીઓ પર જ જોવા મળશે. કંપનીએ આશા વ્યક્ત કરી છે કે ફરી અરજી કર્યા બાદ તેને મંજૂરી મળી જશે.

તમને જણાવી દઈએ કે Paytm પેમેન્ટ્સ બેંક કોઈપણ થર્ડ પાર્ટી એપ પ્રોવાઈડર વગર પોતાની જાતે UPI ટ્રાન્ઝેક્શન કરે છે. તેની લોકપ્રિયતા વેપારી ચુકવણીઓ અને નાના શહેરો અને નગરોમાં વધુ છે. ગ્રાહકો અને વેપારીઓ બંને UPI દ્વારા નાણાં મોકલવા અને પ્રાપ્ત કરવા માટે Paytm પેમેન્ટ્સ બેંકનો ઉપયોગ કરી શકે છે.

Whirlpool India: બિગ બ્રેકિંગ! વ્હર્લપૂલ ઇન્ડિયાનું વેચાણ નિશ્ચિત, હવે આ ‘દિગ્ગજ કંપની’ના હાથમાં જશે કરોડોની કમાન!
Pine Labs: પાઇન લેબ્સનો 3900 કરોડ રૂપિયાનો IPO આજથી ખૂલ્યો; કિંમત, GMP અને અન્ય વિગતો જાણો
Gold Price: આજે સોના-ચાંદીના ભાવમાં મોટો ઉલટફેર: સોનું થયું સસ્તું, જ્યારે ચાંદી પહોંચી નવી ઊંચાઈએ! ચેક કરો તમારા શહેરનો લેટેસ્ટ રેટ
UPI Transactions: ઓક્ટોબર મહિનામાં યુપીઆઈ વ્યવહારોમાં થયો અધધ આટલો વિક્રમી વધારો
Exit mobile version