Site icon

ક્રેડિટ કાર્ડને લઈને RBIએ બેંકોને આપ્યો મહત્વનો નિર્દેશ. આ કામ માટે ગ્રાહકોની મંજૂરી રહેશે આવશ્યક.. જાણો વિગતે

News Continuous Bureau | Mumbai

ક્રેડિટ કાર્ડ(Credit card)ને લઈને રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ ગુરુવારે બેંકો(Bank)ને મહત્વના નિર્દેશ આપ્યા હતા. તે મુજબ RBIએ ક્રેડિટ કાર્ડ જારી કરવા અથવા વર્તમાન કાર્ડની મર્યાદા વધારવા અથવા ગ્રાહકોની(Customers) મંજૂરી વિના અન્ય સુવિધાઓ શરૂ કરવા પર પ્રતિબંધ(Restriction) મૂક્યો છે. આનું પાલન કરવામાં નિષ્ફળ જનારી સંબંધિત કંપનીઓને બિલની બમણી રકમ દંડ તરીકે ચૂકવવી પડશે.

Join Our WhatsApp Community

RBIએ ગ્રાહકો પાસેથી લેણાની વસુલાત માટે કાર્ડ ઈશ્યુ કરતી નાણાકીય સંસ્થાઓ(Financial companies) અથવા એજન્ટ તરીકે કામ કરતી થર્ડ પાર્ટીઓ દ્વારા ધાકધમકી અથવા હેરાનગતિ પર પણ પ્રતિબંધ મૂક્યો છે.

ક્રેડિટ કાર્ડ અંગેની તેની 'માસ્ટર' માર્ગદર્શિકામાં(Master directions), RBIએ જણાવ્યું હતું કે, "ગ્રાહકની મંજૂરી વિના કાર્ડ ઈશ્યુ કરવા અથવા મર્યાદા વધારવા અથવા અન્ય સુવિધાઓ પ્રદાન કરવા સંપૂર્ણપણે પ્રતિબંધિત છે." આ માર્ગદર્શિકાનો અમલ પહેલી જુલાઈ, 2022 થી થશે. 

આ સમાચાર પણ વાંચો : લો બોલો!!! શ્રીલંકાની કટોકટીમાં તમને ગ્રહો ફરી નડવાનું ચાલુ ના કરે તે જોજો! જાણો વિગતે

RBIએ જણાવ્યું હતું કે જો ગ્રાહકોની મંજૂરી(Customers) વિના કાર્ડ ઈશ્યુ કરવામાં આવશે અથવા હાલના કાર્ડને અપગ્રેડ કરવામાં આવશે તો સંબંધિત કંપનીએ ચાર્જ રિફંડ કરવો પડશે પણ સાથે જ દંડ પણ ચૂકવવો પડશે. આ દંડ બિલની રકમ કરતાં બમણો હશે.

RBIની 'માસ્ટર' માર્ગદર્શિકા મુજબ, 100 કરોડની નેટવર્થ ધરાવતી કોર્મશિયલ બેંકો(commercial Bank) સ્વતંત્ર રીતે અથવા કાર્ડ ઈશ્યુ કરતી બેંકો/નોન-બેંકિંગ ફાઇનાન્સિયલ કંપનીઓ (NBFCs) સાથે જોડાણ કરીને ક્રેડિટ કાર્ડનો વ્યવસાય કરી શકે છે.

પ્રાદેશિક ગ્રામીણ બેંકોને તેમના સ્પોન્સર અથવા અન્ય બેંકો સાથે જોડાણ કરીને ક્રેડિટ કાર્ડ ઈશ્યુ કરવાની પણ પરવાનગી છે. આ ઉપરાંત, જે વ્યક્તિના નામે કાર્ડ ઈશ્યુ કરવામાં આવ્યું છે તે RBI લોકપાલને ફરિયાદ કરી શકે છે.
આ સાથે RBIએ સ્પષ્ટતા કરી છે કે નોન-બેંકિંગ ફાઇનાન્સિયલ કંપનીઓ તેની મંજૂરી વિના ક્રેડિટ કાર્ડ બિઝનેસ શરૂ કરશે નહીં. RBIએ એમ પણ કહ્યું કે બેંકો ગ્રાહકોને ડેબિટ કાર્ડની સુવિધા લેવાની ફરજ પાડશે નહીં.

GST Savings Festival: જીએસટી બચત ઉત્સવ કર કપાત પછી બજારમાં ગ્રાહકોની ભીડ, તહેવારોના સમયમાં વિક્રમી વેચાણ વૃદ્ધિ
Donald Trump: ટ્રમ્પે આપ્યો મોટો ઝટકો, હવે લાગશે 100 ટકા ટેરિફ, આ દિવસથી થશે લાગુ.
Donald Trump: ટ્રમ્પના એક એલાનથી… ભારતીય બજારમાં હાહાકાર, આ ફાર્મા કંપનીઓના તીવ્રતાથી ઘટ્યા.
Ashok Leyland: ભારતમાં બેટરી ક્રાંતિની તૈયારી, હિન્દુજા ગ્રુપ ની મુખ્ય કંપની એ આ ચાઈનીઝ કંપની સાથે ભાગીદારી કરી.
Exit mobile version