મહારાષ્ટ્રની ત્રણ બેંકો પર રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ દંડ ઠોક્યો-ક્યાંક તમારું ખાતું તો નથી ને આ બેંકમાં

RBI: RBI governor asks banks to remain extra careful and vigilant, focus on governance..

RBI: RBI governor asks banks to remain extra careful and vigilant, focus on governance..

News Continuous Bureau | Mumbai

ભારતીય રિઝર્વ બેંકે(RBI) મહારાષ્ટ્રમાં 3 બેંકો(Maharashtra Bank) સામે દંડાત્મક પગલાં લીધા છે. બેંકિંગ(Banking) ને લગતા નિયમોનું ઉલ્લંઘન(Violation of rules) કરવા બદલ ઇન્દાપુર અર્બન કો-ઓપરેટિવ બેંક(Indapur Urban Co-operative Bank), ધ યવતમાલ કો-ઓપરેટિવ બેંક લિ. (The Yavatmal Co-operative Bank Ltd.) અને વરુડ કો-ઓપરેટિવ બેંક લિ.(Warud Co-operative Bank Ltd) આ ત્રણેય બેંકો સામે દંડનીય કાર્યવાહી(Penal action) કરવામાં આવી છે.

Join Our WhatsApp Community

RBI દ્વારા અર્બન કોઓપરેટિવ બેંકો(Urban Cooperative Banks) માટે નિર્ધારિત નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ ઇન્દાપુર અર્બન કોઓપરેટિવ બેંકને 7 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. ધ યવતમાલ અર્બન કોઓપરેટિવ બેંકને KYC મામલે અર્બન કોઓપરેટિવ બેંકોને આપવામાં આવેલી સૂચનાઓનું ઉલ્લંઘન કરવા બદલ 3.50 લાખનો દંડ ફટકારવામાં આવ્યો હતો. ઉપરાંત, વરુડ અર્બન કોઓપરેટિવ બેંકને RBI દ્વારા સહકારી બેંકોને(co-operative banks) જારી કરાયેલી સૂચનાઓનું ઉલ્લંઘન કરવા અને KYC કેસમાં રૂ. 1 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે.

રિઝર્વ બેંક દ્વારા બેંકો પર નિયમોનું પાલન ન કરવા બદલ દંડ લાદવામાં છે. આ કાર્યવાહીથી બેંકના ગ્રાહકોને પણ અસર થાય છે.

  આ સમાચાર પણ વાંચો :  આમ જનતાને ઝટકે પે ઝટકા- દેશની ખાનગી સેક્ટરની સૌથી મોટી બેંકે ફરી હોમ લોન મોંઘી કરી- આટલા ટકાનો કર્યો વધારો

મળેલ માહિતી મુજબ દેશમાં તાજેતરમાં કુલ 8 સહકારી બેંકોને દંડ ફટકારવામાં આવ્યો છે, જેમાં મહેસાણા(Mehsana) અર્બન કો-ઓપરેટિવ બેંકને 40 લાખ રૂપિયા, છત્તીસગઢ સ્ટેટ કો-ઓપરેટિવ બેંક લિમિટેડ(Chhattisgarh State Co-operative Bank Limited), રાયપુરને(Raipur) 25 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. જ્યારે મધ્ય પ્રદેશની(Madhya Pradesh) ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ સેન્ટ્રલ બેંક લિમિટેડ(District Cooperative Central Bank Limited), છિંદવાડા(Chindwara) અને ગાર્હા કોઓપરેટિવ બેંકોને(Garha Cooperative Banks) 1-1 લાખ રૂપિયા અને ગોવા સ્ટેટ કોઓપરેટિવ બેંક(Goa State Cooperative Bank), પણજીને 2.51 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે.

જુલાઈ મહિનાની શરૂઆતમાં, આરબીઆઈએ(RBI) ધ નાસિક મર્ચન્ટ્સ કો-ઓપરેટિવ બેંક, મહારાષ્ટ્ર સ્ટેટ કોઓપરેટિવ બેંક સામે કાર્યવાહી કરી હતી. આ સમયે, રિઝર્વ બેંકે આ કાર્યવાહી અંગે નિવેદન બહાર પાડ્યું હતું. આ ઉપરાંત RBIએ કહ્યું કે એવું જોવામાં આવ્યું છે કે મુંબઈની 'મહારાષ્ટ્ર સ્ટેટ કો-ઓપરેટિવ બેંક'એ છેતરપિંડી અને દેખરેખના સંબંધમાં જારી નાબાર્ડના નિર્દેશોનું પાલન કર્યું નથી. જેના કારણે બેંક પર 37.50 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે.
 

Gold price: ચાંદીના ભાવમાં મોટો ઉછાળો, કિંમતોમાં જબરદસ્ત તેજી, જાણો મહાનગરોમાં 10 ગ્રામ સોનાનો ભાવ
Insurance sector 100% FDI: ઇન્શ્યોરન્સ સેક્ટરમાં મોટો ધડાકો! 100% FDI ને લીલી ઝંડી, જાણો તમારા પ્રીમિયમ અને ક્લેમ સેટલમેન્ટ પર શું થશે અસર.
Gold price: સોનાના ભાવ ધડામ રોકાણકારો માટે ખુશખબર, MCX પર ગોલ્ડ રેટમાં ઘટાડો, તમારા શહેરનો 10 ગ્રામ સોનાનો ભાવ અહીં જુઓ
Elon Musk: એલોન મસ્કની કમાણીનો જબરદસ્ત ઉછાળો, બીજા સૌથી ધનિક વ્યક્તિ કરતાં સંપત્તિમાં આટલો મોટો તફાવત
Exit mobile version