Site icon

રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ દેશની આ સૌથી મોટી બેન્કને ઠોક્યો એક કરોડ રૂપિયાનો દંડ, જાણો વિગતે

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 19 ઑક્ટોબર, 2021

Join Our WhatsApp Community

મંગળવાર

દેશની સૌથી મોટી બૅન્ક કહેવાતી સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયા (SBI)ને નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયા (RBI)એ  એક કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો છે.

RBIના કહેવા મુજબ SBIએ ફ્રોડર્સ ક્લાસિફિકેશન ઍન્ડ રિપૉર્ટિંગ બાય કમર્શિયલ બૅન્કસ ઍન્ડ સેલેક્ટ ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યૂટ 2016ના નિયમોનું પાલન કર્યું નથી. એથી બૅન્કને દંડ ફટકારવામાં આવ્યો છે.

મુંબઈગરાઓ સાવચેત રહેજો, કોરોનાનો ખતરો હજી ટળ્યો નથી! ગઈ કાલે મુંબઈમાં ચાર દર્દીનાં મોત: જાણો હાલ શહેરમાં કેટલા ઍક્ટિવ દર્દીઓ છે

RBIના કહેવા મુજબ SBIએ કમર્શિયલ બૅન્ક અને અમુક નાણાકીય સંસ્થાઓની તરફથી ગ્રાહકો સાથે થયેલી છેતરપિંડીના વર્ગીકરણ અને તેમના રિપૉર્ટિગ કરવાના નિયમોનું ઉલ્લંઘન કર્યું છે.

RBIએ થોડા સમય પહેલાં SBI તરફથી મેઇન્ટેન કરવામાં આવતા એક ગ્રાહકના ખાતાની તપાસ કરી હતી. એ દરમિયાન SBI તરફથી રિઝર્વ બૅન્કના નિર્દેશોનું પાલન  કરવામાં વિલંબ કર્યો હોવાનું જણાયું હતું. એથી રિઝર્વ બૅન્કે સંબંધિત ગ્રાહક સાથે એ સંબંધિત  કોરસ્પોન્ડન્સ અને અન્ય બાબતોની તપાસ કરી હતી. એમાં જાણ થઈ હતી કે ખાતામાં થયેલી છેતરપિંડી બાબતે RBIને મોડેથી જાણ કરવામાં આવી હતી. એથી RBIએ  આ બાબતે સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયાને કારણ દર્શાવો નોટિસ મોકલી હતી. SBI તરફથી સંતોષજનક જવાબ નહીં મળતાં દેશની અગ્રણી કહેવાતી બૅન્કને એક કરોડ રૂપિયાનો દંડ ફટકારવાનો નિર્ણય રિઝર્વ બૅન્કે લીધો હતો. 

Gold-Silver Price Today: સોનાના ભાવમાં મોટો ઉછાળો, ચાંદી ₹૩ લાખ પ્રતિ કિલોની નજીક; જાણો તમારા શહેરમાં લેટેસ્ટ રેટ..
WhatsApp SIM Binding Rule: વોટ્સએપ યુઝર્સ પાસે માત્ર ૨૪ કલાક: ૧ માર્ચથી લાગુ થશે ‘સિમ બાઈન્ડિંગ’નો નિયમ; એકાઉન્ટ ચાલુ રાખવા આજે જ કરી લો આ ૩ કામ.
Sovereign Gold Bond Tax Change: ૧ એપ્રિલથી સોવરેન ગોલ્ડ બોન્ડ (SGB) પર ભરવો પડશે ટેક્સ, રોકાણ કરતા પહેલા જાણી લો નવા નિયમો.
India EU Free Trade Agreement 2026: ભારતીય વેપારીઓની લોટરી લાગી! યુરોપમાં ટેક્સ વગર માલ વેચવાની મળી છૂટ; ભારત-EU વચ્ચેની ડીલથી બદલાઈ જશે અર્થતંત્ર
Exit mobile version