RBI Threat Alert: દેશમાં સાયબર હુમલાના ખતરા અંગેની માહિતી મળતા, RBIએ હવે બેંકોને જાહેર કર્યું એલર્ટ..જાણો વિગતે…

RBI Threat Alert: રિઝર્વ બેંકે તમામ બેંકોને ચોવીસ કલાક આ સાયબર ખતરાને શોધવા માટે સક્રિયપણે તૈયાર રહેવા જણાવ્યું છે. રિઝર્વ બેંકનું કહેવું છે કે, તેને સાયબર હુમલાના સંદર્ભમાં સૂત્રો પાસેથી માહિતી મળી છે. આ અંગે સેન્ટ્રલ બેંકે 24 જૂને એક પત્ર મોકલીને તમામ બેંકો અને નાણાકીય સંસ્થાઓને હવે ચેતવણી આપી છે.

by Bipin Mewada
RBI Threat Alert On receiving information about the threat of cyber attacks in the country, RBI issued an alert to banks..

 News Continuous Bureau | Mumbai

 RBI Threat Alert: દેશભરના કરોડો બેંક ખાતાધારકો માટે એક ખરાબ સમાચાર છે. ભારતીયોના બેંક ખાતાઓ ( Bank accounts ) પર હાલ સાયબર હુમલાનો ખતરો મંડરાય રહ્યો છે. આરબીઆઈએ આ ખતરાને લઈને હવે એલર્ટ પણ જાહેર કર્યું છે. સેન્ટ્રલ બેંકે બેંક ખાતાઓ પર સાયબર હુમલાના જોખમને ધ્યાનમાં રાખીને તમામ બેંકોને આ માટે તૈયાર રહેવા કહ્યું છે. 

રિઝર્વ બેંકે તમામ બેંકોને ચોવીસ કલાક આ સાયબર ખતરાને શોધવા માટે સક્રિયપણે તૈયાર રહેવા જણાવ્યું છે. રિઝર્વ બેંકનું કહેવું છે કે, તેને સાયબર હુમલાના ( cyber attacks ) સંદર્ભમાં સૂત્રો પાસેથી માહિતી મળી છે. આ અંગે સેન્ટ્રલ બેંકે 24 જૂને એક પત્ર મોકલીને તમામ બેંકો અને નાણાકીય સંસ્થાઓને હવે ચેતવણી આપી છે. આ ( RBI Advisory ) એડવાઈઝરીમાં, બેંકોને જોખમોને ઓળખવા અને નિવારક પગલાંને સઘન બનાવવા માટે સર્વેલન્સ ક્ષમતા વધારવા માટે કહેવામાં આવ્યું છે.

RBI Threat Alert: રિઝર્વ બેંકે 24 જૂને એક એડવાઈઝરી જારી કરી હતી…

રિઝર્વ બેંકે આ એલર્ટ અને એડવાઈઝરી એવા સમયે જારી કરી છે. જ્યારે તાજેતરની એક સોશિયલ મીડિયા પોસ્ટમાં તેણે ભારતીય બેંક ખાતાધારકોને જોખમ અંગે ચેતવણી આપી છે. રિઝર્વ બેંકે 24 જૂને એક એડવાઈઝરી જારી કરી હતી અને તે જ દિવસે એક સોશિયલ મીડિયા પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે LulzSec નામનું હેકર જૂથ ભારતીય બેંકોને ( Indian banks ) હાલ નિશાન બનાવવા જઈ રહ્યું છે. LulzSec ભૂતકાળમાં ઘણા હાઇ-પ્રોફાઇલ સાયબર હુમલાઓ માટે જવાબદાર છે.

આ સમાચાર પણ વાંચો : Akasa Air : હવાઈ મુસાફરી બની સસ્તી! અકાસા એરે કરી પે ડે સેલની જાહેરાત, એરલાઇનના ભાડા પર મળશે 20 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ.. જાણો શું છે આ ઓફર્સ…

આ અગાઉ એવું માનવામાં આવતું હતું કે હેકર જૂથ LulzSec હવે નિષ્ક્રિય થઈ ગયું છે, પરંતુ તાજેતરમાં તેના પુન: સક્રિય થવાની માહિતી પ્રકાશમાં આવી છે.

RBI Threat Alert: ડિજિટલ અર્થતંત્રમાં, સાયબર હુમલાના જોખમો પણ સતત વધી રહ્યા છે….

ડિજિટલ અર્થતંત્રમાં, સાયબર હુમલાના જોખમો પણ સતત વધી રહ્યા છે. રિઝર્વ બેંક દ્વારા આ અઠવાડિયે જારી કરવામાં આવેલા ફાઇનાન્શિયલ સ્ટેબિલિટી રિપોર્ટ અનુસાર, છેલ્લા 20 વર્ષમાં ફાઇનાન્શિયલ સેક્ટરમાં 20 હજારથી વધુ સાઇબર હુમલા થયા છે. જેમાં 20 બિલિયન ડૉલરથી વધુનું નુકસાન થયું છે. એટલે કે, દર વર્ષે સરેરાશ 1000 સાયબર હુમલાના ( Cyber Fruad ) કેસ નોંધાઈ રહ્યા છે અને તેના કારણે દર વર્ષે સરેરાશ 1 અબજ ડોલરનું નુકસાન થઈ રહ્યું છે.

નોંધનીય છે કે, ગયા વર્ષની શરૂઆતમાં, CERT-In એ પણ આવી સમાન ધમકીની આશંકા વ્યક્ત કરી હતી. CERT-In એ આંતરરાષ્ટ્રીય ફંડ ટ્રાન્સફરની SWIFT સિસ્ટમ, કાર્ડ નેટવર્ક, રિયલ ટાઇમ પેમેન્ટ સિસ્ટમ UPI અને RTGS, NEFT જેવા સ્થાનિક ફંડ ટ્રાન્સફર નેટવર્ક પર જોખમનો ભય વ્યક્ત કર્યો હતો. હવે રિઝર્વ બેંકના એલર્ટ બાદ બેંકોએ આ જોખમોને પારખવા અને પોતાને બચાવવાના પ્રયાસો તેજ કરવા પડશે.

You Might Be Interested In
Join Our WhatsApp Community

About News Continues

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe to our Newsletter to get the latest news updates.

To explore your career & collaborate with us pls write to us on following email id info@newscontinuous.com

@2023 – All Right Reserved. 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More