Site icon

મંદીમાં સારા સમાચાર: કોરોનાકાળમાં પણ ઉત્સવની મોસમમાં કાર-સ્કુટરનું ઘુમ વેચાણ થયું… જાણો વિગતો.. 

ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો,
મુંબઈ
02 ડિસેમ્બર 2020

કોરોનાને લઈ મંદી ને કારણે ચારેબાજુ બુમો પડી રહી છે એવા સમયમાં પણ કાર-સ્કુટર કંપનીઓ માટે આ ફેસ્ટિવ સિઝન શાનદાર રહી. ઓગસ્ટથી આ કંપનીઓએ 10થી 11 લાખ પેસેન્જર વ્હીકલ વેચ્યા જે ફેસ્ટિવલ સીઝનમાં અત્યાર સુધીનું સૌથી વધુ વેચાણ છે. ઓક્ટોબરમાં ઉચ્ચ ડિસ્પેચ બાદ નવેમ્બરમાં પણ રેકોર્ડ ડિસ્પેચની અપેક્ષા છે. જે 8 થી 9 ટકા વધુ છે.

Join Our WhatsApp Community

આ મહિનામાં રિટેલ સેલ્સના આંકડા 3.1 લાખ યુનિટથી વધુ રહેવાની ધારણા છે. આ સિસ્ટમમાં એક મહિનાથી પણ ઓછી ઇન્વેન્ટરીમાં રહી જશે. એપ્રિલથી નવેમ્બર દરમિયાન પેસેન્જર વાહનોનું કુલ વેચાણ 15 લાખ યુનિટ થવાની ધારણા છે. નોંધપાત્ર વાત એ છે કે કોવિડ -19 રોગચાળો અને તેનાથી સંબંધિત લોકડાઉનને કારણે વેચાણ અને ઉત્પાદન લગભગ બે થી વધુ મહિના ઠપ રહ્યું હતું.

દેશની સૌથી મોટી કાર કંપની મારૂતિ સુઝુકીના ઇડીએ એક અખબારને જણાવ્યું હતું કે, નવેમ્બરના વેચાણના આંકડા પાછલા કેટલાક વર્ષોમાં તહેવારની સીઝનમા શ્રેષ્ઠ રહયાં છે.  આમાં પેઇન્ટ અપ ડિમાન્ડની મહત્વપૂર્ણ ભૂમિકા છે. 

કોરોનામાં લોકડાઉનમાં પબ્લિક ટ્રાસ્પોર્ટ બંધ રહી ત્યાર બાદ હવે લોકો પોતાનું અંગત સ્કૂટર કે કાર વસાવવા પાર વધુ બહાર આપી રહયાં છે. જેણે પ્રથમ વખત કાર ખરીદનારાઓની સંખ્યામાં વધારો કર્યો છે.

ગ્રામીણ વિસ્તારોમાં મહામારીનો પ્રકોપ ઓછો છે અને આ લોકોના હાથમાં સતત પૈસા આવી રહ્યા છે. સતત બીજા વર્ષે સામાન્ય ચોમાસુ અને વધુ એમએસપીએ ગ્રામીણ વિસ્તારોમાં સમૃદ્ધિ વધારી છે. ગત વર્ષના ફેસ્ટિવલ સિઝનની તુલનામાં આ વખતે માર્કેટ 25 ટકા વધ્યું છે.

Gold Rate Today: અમેરિકા-યુરોપ તણાવ વચ્ચે સોનાના ભાવમાં મોટો વિસ્ફોટ; 10 ગ્રામનો ભાવ ₹1.47 લાખને પાર, જાણો ચાંદીના નવા રેટ.
Reliance Jio IPO Launch: જૂન મહિનામાં જિયો મચાવશે ધૂમ! ભારતનો સૌથી મોટો IPO લાવવાની તૈયારીમાં મુકેશ અંબાણી; શું તમારી પાસે છે રોકાણનો પ્લાન?.
US-EU Tariff War: અમેરિકા અને યુરોપ વચ્ચે વ્યાપાર યુદ્ધ શરૂ; ભારત માટે નિકાસ વધારવાની સુવર્ણ તક, આ ક્ષેત્રોમાં જોવા મળશે મોટો ગ્રોથ
Silver Price Hike: ચાંદીના ભાવમાં ₹13,000 નો તોતિંગ વધારો; જાણો સોના-ચાંદીના લેટેસ્ટ ભાવ
Exit mobile version