Site icon

માઈનોરીટી ને બીજા દરજ્જાના ન ગણો- ભારતના ભાગલાનું કારણ બનશે- આરબીઆઇના પૂર્વ ગવર્નરનો બફાટ

News Continuous Bureau | Mumbai

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા(Reserve Bank of India)ના ભૂતપૂર્વ ગવર્નર રઘુરામ રાજને(Former Governor Raghuram Rajan) શનિવારે છત્તીસગઢની રાજધાની રાયપુર(Raipur)માં આયોજિત ઓલ ઈન્ડિયા પ્રોફેશનલ કોંગ્રેસના 5મા રાષ્ટ્રીય સંમેલનને સંબોધિત કર્યું. તેમના સંબોધન દરમિયાન રઘુરામ રાજને કહ્યું કે, જો લઘુમતી(minority) ઓને દેશના સેકન્ડ ક્લાસ સિટીઝન (Second class citizen) બનાવવાનો પ્રયત્ન થશે તો દેશની અંદર દરાર પેદા થશે. 

Join Our WhatsApp Community

રઘુરામ રાજને ગંભીર આર્થિક સંકટ(Economic crisis)નો સામનો કરી રહેલા શ્રીલંકા(sri Lanka)નુ ઉદાહરણ આપતા તેમણે કહ્યું કે જો દેશમાં રોજગાર પેદા નહીં થાય અને લઘુમતીઓ પર અત્યાચાર થશે તો પરિસ્થિતિ શ્રીલંકા(Sri Lanka) જેવી થઈ જશે. આવી સ્થિતિનું પરિણામ ક્યારેય સારુ ન હોઈ શકે. સાથે જ પોતાના સંબોધનમાં રઘુરામ રાજને લિબરલ ડેમોક્રેસી(Liberal Democracy)ના ફાયદા જણાવ્યા. તેમણે કહ્યું કે આર્થિક પ્રગતિ(Economic progress) માટે લોકતંત્રનુ લિબરલ હોવુ જરૂરી છે. ડેમોક્રેસી અને ઈન્સ્ટીટ્યુશન જેટલુ મજબૂત હશે, દેશની તેટલી જ વધારે પ્રગતિ થશે.

5G સ્પેક્ટ્રમની હરાજી પૂર્ણ.. આ ટેલિકોમ કંપનીનો હાથ ઉપર રહ્યો, સરકારને થઈ અધધ કમાણી

આ દરમિયાન તેમણે ઉદારતાવાદને લઈને કહ્યું કે આનો અર્થ કોઈ ધર્મ વિરુદ્ધ હોતો નથી. દરેક ધર્મનો સાર દરેકમાં શ્રેષ્ઠ શોધવાનો છે. દેશને સત્તાવાદી નેતૃત્વની જરૂર નથી. આ વિકાસનુ પ્રાચીન મોડલ છે જેમાં ગુડ્સ એન્ડ કેપિટલ પર ફોકસ કરવામાં આવે છે. જોકે, ફોકસ લોકો પર અને આઈડિયા પર હોવુ જોઈએ.  

India-US LPG Deal: અમેરિકા સાથે ભારતનો સૌથી મોટો LPG કરાર, મંત્રી બોલ્યા – ‘ઐતિહાસિક શરૂઆત’, શું ગેસના ભાવ ઘટશે?
Gold Price: સોના અને ચાંદી ની ચમક થઈ ઝાંખી, 17 નવેમ્બરે ભાવમાં આવ્યો આટલો ઘટાડો, જાણો તમારા શહેરનો લેટેસ્ટ રેટ
SBI: SBIના ગ્રાહકો માટે મોટો ફટકો! ૧ ડિસેમ્બર ૨૦૨૫ થી બેંકની આ મહત્ત્વની સેવા બંધ થશે, તરત જાણી લો
Gold Price: બિહાર ચૂંટણીના પરિણામો વચ્ચે આજે સસ્તું થયું સોનું, જાણો 24 અને 22 કેરેટ ગોલ્ડની કેટલી ઓછી થઈ કિંમત?
Exit mobile version