Reliance Jewels: રિલાયન્સ જ્વેલ્સ દ્વારા ઝાકઝમાળભર્યું સ્વર્ણબંગા જ્વેલરી કલેકશન રજૂ કરાયું : તહેવારની મોસમ માટે બંગાળને કાવ્યાત્મક સલામી

Reliance Jewels: ભારતની સૌથી ભરોસાપાત્ર જ્વેલરી બ્રાન્ડ્સમાંથી એક રિલાયન્સ જ્વેલ્સ દ્વારા બંગાળના કાવ્યાત્મક સૌંદર્ય અને કળાત્મક વારસા દ્વારા પ્રેરિત મનોહર જ્વેલરી કલેકશન સ્વર્ણબંગા રજૂ કરવામાં આવ્યું છે. આ કલેકશન પ્રદેશના ટેરાકોટ્ટા મંદિરો, શાંતિનિકેતનની પવિત્રતા અને દુર્ગાપૂજાની ખૂબીઓની નાજુકતાને મઢી લે છે. રિલાયન્સ જ્વેલ્સ દ્વારા રજૂ કરાયેલા ભારતના અલગ અલગ પ્રદેશોથી પ્રેરિત થીમ આધારિત જવેલરી કલેકશન્સની સિરાઝમાં આ 8મું કલેકશન છે.

by Hiral Meria
Reliance Jewels Launches Dazzling Swarnabanga Jewelery Collection: A Poetic Salute to Bengal for the Festive Season

News Continuous Bureau | Mumbai 

Reliance Jewels: ભારતની સૌથી ભરોસાપાત્ર જ્વેલરી બ્રાન્ડ્સમાંથી ( jewelery brands) એક રિલાયન્સ જ્વેલ્સ દ્વારા બંગાળના ( Bengal )  કાવ્યાત્મક સૌંદર્ય અને કળાત્મક વારસા દ્વારા પ્રેરિત મનોહર જ્વેલરી કલેકશન ( Jewelery Collection ) સ્વર્ણબંગા ( Swarn Banga ) રજૂ કરવામાં આવ્યું છે. આ કલેકશન પ્રદેશના ટેરાકોટ્ટા મંદિરો, શાંતિનિકેતનની પવિત્રતા અને દુર્ગાપૂજાની ખૂબીઓની નાજુકતાને મઢી લે છે. રિલાયન્સ જ્વેલ્સ દ્વારા રજૂ કરાયેલા ભારતના અલગ અલગ પ્રદેશોથી પ્રેરિત થીમ આધારિત જવેલરી કલેકશન્સની સિરાઝમાં આ 8મું કલેકશન છે.

કલાકારોથી ભરચક ભવ્ય સંધ્યા વચ્ચે સ્વર્ણબંગા બોલીવૂડની અભિનેત્રી ( Bollywood actress ) કરિશ્મા કપૂર ( Karishma Kapoor) દ્વારા લોન્ચ કરાયું હતું, જેણે કલેકશન રજૂ કરવા સાથે શોસ્ટોપર તરીકે રેમ્પ પર વોક પણ કર્યું હતું.

આ લોન્ચ વિશે બોલતાં રિલાયન્સ જ્વેલ્સની સીઈઓ શ્રી સુનિલ નાયકે જણાવ્યું હતું કે, “બંગાળ તેના સ્વર્ણિમ કળાત્મક વારસા સાથે ભારતના કળા અને હસ્તકળાના ઈતિહાસમાં વિશેષ સ્થાન ધરાવે છે. અમને ભારતના અલગ અલગ પ્રદેશથી પ્રેરિત જ્વેલરીની સિરીઝમાં આ 8મું કલેકસન આપણા રાષ્ટ્રની સમૃદ્ધ સંસ્કૃતિ અને પરંપરાઓની ઉજવણી કરવાની અમારી કટિબદ્ધતાનો દાખલો છે. સ્વર્ણબંગા કલેકશન તેની સમકાલીન ડિઝાઈન, નાજુક કળાકારીગરી અને મનોહરતા સાથે નિશ્ચિત આવનારાં વર્ષોમાં અમારા ગ્રાહકોને ગમશે.”

વર્ષોનાં વહાણાં વીતવા સાથે દરેક કલેકશન સાથે રિલાયન્સ જ્વેલ્સે ભારતના ગતિશીલ ઈતિહાસનું પ્રતિબિંબ પાડતી કળાકૃતિઓમાં જ્વેલરીને પરિવર્તિત કરતાં સાંસ્કૃતિક પ્રવાસે તેના માનવંતા ગ્રાહકોને લઈ ગઈ છે. સ્વર્ણબંગા કલેકશન બંગાળની સંસ્કૃતિ અને કળાત્મક વારસાની ખૂબીઓને મઢીને આ વારસો ચાલુ રાખે છે. આ કલેકશન ફક્ત જ્વેલરી નથી, પરંતુ ભારતના ઈતિહાસની અભિવ્યક્તિ છે.

Reliance Jewels Launches Dazzling Swarnabanga Jewelery Collection: A Poetic Salute to Bengal for the Festive Season

Reliance Jewels Launches Dazzling Swarnabanga Jewelery Collection: A Poetic Salute to Bengal for the Festive Season

સન્માનનીય અતિથિ કરિશ્મા કપૂરે જણાવ્યું હતું કે, “મને ધારણ કરવાનો વિશેષાધિકાર મળ્યો તે ડાયમંડ શોસ્ટોપર ખરા અર્થમાં કળાકૃતિ છે. તે પશ્ચિમ બંગાળની ખૂબીઓને સુંદર રીતે એકત્ર ગૂંથે છે. તહેવારની મોસમ આવી રહી હોવાથી હું મનઃપૂર્વક દરેકને મનોહરતા અને સાંસ્કૃતિક સમૃદ્ધિનો સ્પર્શ ધરાવતું સ્વર્ણબંગા કલેકશન વસાવવા મનઃપૂર્વક ભલામણ કરું છું. તે ફક્ત જ્વેલરી નથી, પરંતુ બંગાળનો આત્મા અને વારસાનો નંગ છે, જે તમે ગૌરવ સાથે પહેરી શકો છો. હું આ કલેકશનથી ખરેખર મોહિત છું અને હું માનું છું કે આપણા ફેસ્ટિવ વોર્ડરોબમાં તે પરફેક્ત ઉમેરો બની રહેશે.”

આ સમાચાર પણ વાંચો : Rashtriya Raksha University: રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી-ગાંધીનગર દ્વારા અનુસુચિત જનજાતિના ઉમેદવારો માટે વિનામૂલ્યે આર્મી ભરતી તાલીમ

સ્વર્ણબંગા કલેકશન રિલાયન્સ જ્વેલ્સની નોંધપાત્ર સિરીઝમાં 8મું છે, જ્યાં દરેક કલેકશન ભારતના વૈવિધ્યપૂર્ણ પ્રદેશોમાંથી પરંપરા, શિલ્પશાસ્ત્ર અને કળાકારીગરી પ્રદર્શિત કરે છે. દાખલા તરીકે, થાંજાવુર કલેકશન છોલા સામ્રાજ્યની ગત રાજધાની થાંજાવુર પરથી પ્રેરણા લે છે. આ જ રીતે મહાલયા કલેકશન મહારાષ્ટ્રની મનોહરતા દર્શાવે છે, જ્યારતે રણકાર કલેકશન કચ્છના રણના સૌંદર્યથી પ્રેરિત છે.

Reliance Jewels Launches Dazzling Swarnabanga Jewelery Collection: A Poetic Salute to Bengal for the Festive Season

Reliance Jewels Launches Dazzling Swarnabanga Jewelery Collection: A Poetic Salute to Bengal for the Festive Season

ઉપરાંત રિલાયન્સ જ્વેલ્સનું કાસ્યમ કલેકશન બનારસની ભવ્યતાનો ચમકારો છે અને ઓડિશા પ્રેરિત ઉત્કલા કલેકશન દરિયાકાંઠાના પ્રદેશની સ્વર્ણિમતાની યાદ અપાવે છે, જ્યારે બ્રાન્ડનું ખાસ અતુલ્ય કલેકશન રાજસ્થાનના શાહી ભૂતકાળ અને મોગલ યુગની મનોહરતાની ઝાંખી કરાવે છે, જ્યારે અપૂર્વમ કલેકશન હમ્પીની શિલ્પશાસ્ત્રની અદભુતતા દર્શાવે છે.

સ્વર્ણબંગા કલેકશન હાલમાં બધા રિલાયન્સ જ્વેલ્સ સ્ટોર્સમાં ઉપલબ્ધ છે.

સ્વર્ણબંગા કલેકશન વિશેઃ

સ્વર્ણબંગા કલેકશન બંગાળનું કાવ્યાત્મક સૌંદર્ય અને કળાત્મક વારસો દર્શાવે છે, જે નાજુક ટેરાકોટ્ટા મંદિરો, શાંતિનિકેતની પવિત્રતા અને દુર્ગાપૂજાની સ્વર્ણિમ ખૂબીઓનું દ્યોતક છે. ખાસ ચોકર્સ, નાજુક રીતે ઘડાયેલા લાંબા હાર, એરિંગ્સ અને બંગડીઓની સ્વર્ણિમ શ્રેણી સાથે સ્વર્ણબંગા કલેકશન બંગાળના આત્માનો દાખલો છે. તે તેની સંસ્કૃતિ અને પરંપરાઓને સમકાલીન જ્વેલરીમાં ગૂંથે છે.

સ્વર્ણબંગા કલેકશનની ફિલ્મ જોવા માટે અહીં ક્લિક કરોઃ https://youtu.be/n-30TVEtQ9Y

 રિલાયન્સ જ્વેલ્સ વિશેઃ

રિલાયન્સ જ્વેલ્સ એ રિલાયન્સ રિટેઈલ લિ.નો હિસ્સો છે અને 200થી વધુ શહેરોમાં શોરૂમોમાં 400થી વધુ સ્ટોર અને શોપ-ઈન-શોપ્સ ચલાવે છે. બ્રાન્ડ સોનું, હીરા અને ચાંદીના દાગીનાનાં કલેકશન્સની અદભુત શ્રેણી ઓફર કરે છે. ડિઝાઈન અને કળાકારીગરી પર એકાગ્રતા સાથે બ્રાન્ડનું લક્ષ્ય તેના ગ્રાહકોને કળા, હસ્તકળા અને સમૃદ્ધ ભારતીય વારસાથી પ્રેરિત ખાસ અને અજોડ ડિઝાઈનર કલેકશન ઓફર કરવાનું છે.

 

You Might Be Interested In
Join Our WhatsApp Community

About News Continues

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe to our Newsletter to get the latest news updates.

To explore your career & collaborate with us pls write to us on following email id info@newscontinuous.com

@2023 – All Right Reserved. 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More