News Continuous Bureau | Mumbai
રિલાયન્સ જિયો(Reliacne jio)એ લદ્દાખ(Ladakh) ક્ષેત્રમાં તેની 4G સેવાઓની પહોંચ પેંગોંગ લેક(pangong lake)ની નજીકના ગામ સુધી વિસ્તારી છે. તેણે તેની 4G વૉઇસ અને ડેટા સેવા(JIO 4G voice and deta service)ઓ લદ્દાખમાં પેંગોંગ લેક પાસેના સ્પાંગમિક ગામમાં લોન્ચ કરી હતી. અધિકારીઓએ જણાવ્યું હતું કે, રીલાયન્સ ટેલિકોમ ઓપરેટર (Reliance Telecom operator)તરીકે લોકપ્રિય પર્યટન સ્થળ પેંગોંગ વિસ્તારમાં અને તેની આસપાસ 4G મોબાઇલ કનેક્ટિવિટી (Mobile connectivy) પ્રદાન કરનાર પ્રથમ નેટવર્ક બન્યું છે.
લદ્દાખના લોકસભા સભ્ય જામ્યાંગ ત્સેરિંગ નામગ્યાલે સ્પાંગમિક ગામમાં જિયો મોબાઈલ ટાવરનું ઉદ્ઘાટન કર્યું હતું. નમગ્યાલે ભારપૂર્વક જણાવ્યું હતું કે આ વિસ્તારમાં મોબાઈલ નેટવર્ક શરૂ થવાથી સ્થાનિક લોકોની લાંબા સમયથી પડતર માંગણી પૂરી થઈ છે.
આ સમાચાર પણ વાંચો :સસ્પેન્ડેડ નેતા નુપૂર શર્માની મુશ્કેલીમાં વધારો- વિવાદિત ધાર્મિક ટિપ્પણી મામલે મુંબઈ પોલીસે પાઠવ્યું સમન્સ- આ તારીખ પહેલા હાજર થવાનો આદેશ
"આ લોન્ચિંગથી આ વિસ્તારના પ્રવાસીઓ અને સૈનિકોને કોઈપણ પ્રકારના અવરોધ વગરની કનેક્ટિવિટી(conectivity) મળવા ઉપરાંત આ પ્રદેશની અર્થવ્યવસ્થાને પણ વેગ મળશે," તેમણે કહ્યું.
જિયોએ જણાવ્યું હતું કે તે દરેકને ડિજિટલ (Digigtal)રીતે જોડવા અને સમાજને સશક્ત બનાવવાના તેના વિઝનને અનુરૂપ લદ્દાખ ક્ષેત્રમાં તેના નેટવર્કમાં સતત વિસ્તરણ અને વધારો કરી રહ્યું છે.
"અત્યંત મુશ્કેલ ભૂપ્રદેશ અને કઠોર હવામાનની પરિસ્થિતિઓના પડકારનો સામનો કરીને, ટીમ જિયો કેન્દ્રશાસિત પ્રદેશના સૌથી અંતરિયાળ ભાગો સુધી પહોંચવાના તેના પ્રયાસો ચાલુ રાખે છે જેથી કરીને લોકો એવા વિસ્તારોમાંથી પણ સંપર્કમાં રહે કે જે મોટાભાગે મહિનાઓ સુધી દેશના મુખ્ય વિસ્તારોથી ખૂબ જ દૂર રહે છે," તેમ રિલાયન્સ જિયોના અધિકારીએ જણાવ્યું હતું.
આ સમાચાર પણ વાંચો : તો શું આ વર્ષે પણ ચોમાસામાં પાણી પુરવઠો ખંડિત થશે-ભાંડુપ પમ્પીંગ સ્ટેશનમાં પાણી ભરાવાનો BMCને લાગે છે ડર- જાણો વિગતે
