ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૨3 જૂન ૨૦૨૧
બુધવાર
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે તેની 44મી ઍન્યુઅલ જનરલ મિટિંગ (AGM) ૨૦૨૧ પહેલાં તેના વૉટ્સઍપ ચૅટબોટ આસિસ્ટન્ટને ફરીથી હજાર કર્યું છે. ચૅટબોટ આસિસ્ટન્ટ 30 લાખથી વધારે શૅરહોલ્ડર્સના પ્રશ્નોના જવાબ સાથે તૈયાર છે. રિલાયન્સે પ્રથમવાર ચૅટબૉક્સનો ઉપયોગ ગયા વર્ષે રાઇટ્સ ઇશ્યુ દરમિયાન કર્યો હતો અને આ વર્ષે પણ બીજી AGM દરમિયાન કરવાની છે.
રિલાયન્સના આ ચૅટબૉક્સ આસિસ્ટન્ટનો ઉપયોગ કરવો એકદમ સરળ છે. શૅરહોલ્ડર્સના પ્રશ્નોના જવાબ ચૅટબોટ આપશે અને સાથે જ AGMમાં શું ચાલી રહ્યું છે એની માહિતી આપશે. ચૅટબોટમાં શૅરહોલ્ડર્સ અને યુઝર્સ દ્વારા પુછાતાં અનેક પ્રશ્નોના જવાબ વીડિયો અને ડૉક્યુમેન્ટ ફોર્મેટમાં સામેલ કરાયા છે. એની લિંક અને કૉપી ચૅટબોટ શૅર કરશે.
ગૃહિણીઓ માટે રાહતના સમાચાર; ખાદ્ય તેલોના ભાવમાં ઘટાડો થવાની સંભાવના, જાણો વિગત
ઉલ્લેખનીય છે કે રિલાયન્સની આ AGMમાં શું ઘોષણા થશે એના પર સૌની નજર રહેશે. શૅરહોલ્ડર્સ રિલાયન્સની આ AGMમાં ભાગ લેવા માટે લોગ ઇન કરીને અપકમિંગ પ્લાનિંગ સમજી શકે છે. વૉટ્સઍપ પર +917977111111 નંબર પર સંપર્ક કરીને ચૅટબોટ એક્સેસ કરી શકાય છે.