News Continuous Bureau | Mumbai
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે(Reliance Industries) તેના રિટેલ બિઝનેસમાં(retail business) રૂ. 30,000 કરોડ (લગભગ USD 3.76 બિલિયન)નું રોકાણ(investment) કર્યું હતું અને નવા 2,500 સ્ટોર્સ શરૂ કર્યા, જેનાથી નાણાકીય વર્ષ 2022માં કુલ સ્ટોરની સંખ્યા 15,196 થઈ ગઈ હતી. આ ઉપરાંત, રિલાયન્સ રિટેલે(Reliance Retail) ઉપરોક્ત નાણાકીય વર્ષ દરમિયાન 11.1 મિલિયન સ્ક્વેર ફીટ વેરહાઉસિંગ સ્પેસનો(warehousing space) પણ ઉમેરો કર્યો હતો. આમ વેરહાઉસિંગ સ્પેસને લગભગ બમણી કરીને 22.7 મિલિયન ચોરસ ફૂટ સુધી પહોંચાડી હતી, તેમ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડે (RIL) નાણાકીય વર્ષ 2022ના વાર્ષિક અહેવાલમાં જણાવ્યું હતું.
નાણાકીય વર્ષ 2022માં રિલાયન્સ રિટેલમાં 1.50 લાખથી વધુ રોજગારી પણ ઊભી કરવામાં આવી હતી અને તેની કુલ સંખ્યા 3.61 લાખ થઈ છે. નાણાકીય વર્ષ દરમિયાન રિલાયન્સ રિટેલે ઉત્પાદકો, MSMEs, સર્વિસ પ્રોવાઇડરો(Service providers) અને સ્થાનિક તથા આંતરરાષ્ટ્રીય બ્રાન્ડ કંપનીઓ(International brand companies) સાથે સહયોગ સાધીને તેની સોર્સિંગ ઇકોસિસ્ટમને(sourcing ecosystem) વધુ મજબૂત બનાવી હતી. "રિલાયન્સ રિટેલે નાણાકીય વર્ષ 2021-22માં રૂ. 30,000 કરોડના રોકાણ સાથે ઓર્ગેનિક ગ્રોથ(Organic growth), એક્વિઝિશન (acquisition) અને વ્યૂહાત્મક ભાગીદારી(Strategic partnership) દ્વારા અનેક ક્ષમતાઓ ઊભી કરી છે. રિલાયન્સ રિટેલે વર્ષ દરમિયાન 2,500 નવા સ્ટોર્સ અને 11.1 મિલિયન ચોરસ ફૂટ વેરહાઉસિંગ સ્પેસ ઉમેર્યા છે," તેમ RILએ જણાવ્યું હતું.
નાણાકીય વર્ષ 2022માં રિલાયન્સ રિટેલે દરરોજ સરેરાશ સાત સ્ટોર ઉમેર્યા હતા. વધુમાં તેની વેપારી ભાગીદારી અને ડિજિટલ કોમર્સમાં(Business Partnerships and Digital Commerce) નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે અને તેની આવકમાં પાછલા વર્ષના 10 ટકાની સરખામણીએ લગભગ 17 ટકા યોગદાન આપ્યું છે, એમ પણ જણાવ્યું હતું. તેની વ્યૂહાત્મક પ્રાથમિકતાઓ અને આગળના માર્ગ પર રિલાયન્સ રિટેલે કહ્યું કે તે "નવા સ્ટોરના વિસ્તરણને(New store expansion) વેગ આપશે" અને ડિજિટલ કોમર્સ બિઝનેસને(digital commerce business) વધારવા પર સતત ભાર મૂકશે.
આ સમાચાર પણ વાંચો : ચાલો કંઈક તો રાહત મળી- ખાદ્ય તેલના ભાવમાં આટલા રૂપિયાનો ઘટાડો આવશે
નાણાકીય વર્ષ 2022માં જસ્ટ ડાયલનો બહુમતી હિસ્સો મેળવવાની સાથે રિલાયન્સ રિટેલે અનેક અગ્રણી ભારતીય અને વૈશ્વિક કાઉચર્સ(Global Coutures) સાથે ભાગીદારી કરી હતી અને ફ્રેન્ચાઇઝીનો(franchisee) અધિકાર મેળવ્યો હતો. આ ભાગીદારી થકી તે "નવી બ્રાન્ડ્સ વિકસાવશે, એક્વિઝિશનને એકીકૃત કરશે, નવા વ્યવસાયોને લોન્ચ કરશે અને વ્યવસાયનું સ્વરૂપ વિસ્તારશે". તે સપ્લાય ચેઈન ઈન્ફ્રાસ્ટ્રક્ચર(Supply chain infrastructure) અને પ્રોડક્ટ તથા ડિઝાઈન ઈકોસિસ્ટમને(Design ecosystem) મજબૂત બનાવીને બિઝનેસ વૃદ્ધિને આગળ લઈ જવા માટે પણ કામ કરશે, એમ અહેવાલમાં જણાવાયું છે.
નાણાકીય વર્ષ 2022માં રિલાયન્સ રિટેલને તેના ન્યૂ કોમર્સ થકી પણ વૃદ્ધિ જોવા મળી હતી, જ્યાં વેપારી ભાગીદારોનું સંખ્યાબળ વાર્ષિક ધોરણે ત્રણ ગણું વધ્યું હતું જ્યારે ડિજિટલ કોમર્સ ઓર્ડર્સ વાર્ષિક ધોરણે અઢી ગણા વધ્યા હતા. તેનું નોંધાયેલું ગ્રાહક સંખ્યાબળ હવે 193 મિલિયન છે, જે વાર્ષિક ધોરણે 24 ટકાની વૃદ્ધિ દર્શાવે છે. જિયોમાર્ટની(Jio Mart) શરૂઆત સાથે રિલાયન્સ રિટેલે હાઇપરલોકલ ડિલિવરી(Hyperlocal delivery) અને ક્વિક કોમર્સમાં પોતાને એક અગ્રણી ખેલાડી તરીકે સ્થાપિત કર્યું છે, એમ પણ અહેવાલમાં જણાવાયું છે.
આ ઉપરાંત કરિયાણાની ડિલિવરી ફર્મ મિલ્કબાસ્કેટ(grocery delivery firm MilkBasket) અને ક્વિક કોમર્સ પ્લેયર ડુંઝોમાં(Quick Commerce Player Dunzo) રિલાયન્સ રિટેલનું રોકાણ "ગ્રાહકોને સેવા આપવા માટે તેની ક્ષમતાઓને વધુ મજબૂત કરશે," તેમ પણ વાર્ષિક અહેવાલમાં ઉમેર્યું હતું. રિલાયન્સ રિટેલે જિયોમાર્ટ સાથે મિલ્કબાસ્કેટનું સંકલન કર્યું છે અને એક્વિઝિશન બાદ દૈનિક સબસ્ક્રિપ્શન(Daily subscription) ઓર્ડર્સમાં બે ગણો વધારો થયો છે, એમ જણાવ્યું હતું. વર્ષ દરમિયાન, રિલાયન્સ રિટેલે કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સ(Consumer Electronics) અને ફાર્મા મર્ચન્ટ્સ માટે નવી વાણિજ્ય સેવાઓ શરૂ કરી હતી.
આ સમાચાર પણ વાંચો : મહત્વના સમાચાર-આ બેંકોએ વ્યાજ દરમાં કર્યો વધારો- લોન થશે મોંઘી
"કરિયાણા અને ફેશન અને જીવનશૈલીના(Grocery and fashion and lifestyle) વપરાશના ક્ષેત્રે તેની વેપારી ભાગીદારીમાં પણ નોંધપાત્ર વધારો કર્યો છે. આ પ્લેટફોર્મ્સે ઓર્ડર(Platforms order) મૂલ્યો અને ઓર્ડરની આવર્તન જેવા મેટ્રિસિસમાં મજબૂત વૃદ્ધિ નોંધાવી છે, જે વેપારી ભાગીદારો સાથેના વિશ્વાસ અને વધતા બંધનને પ્રતિબિંબિત કરે છે," તેમ અહેવાલ ઉમેરે છે. 31 માર્ચ 2022ના રોજ પૂરા થયેલા નાણાકીય વર્ષ માટે રિલાયન્સ રિટેલ લગભગ રૂ. 2 લાખ કરોડની કંપની બની ગઈ છે કારણ કે નાણાકીય વર્ષમાં વેચાણ અને સેવાઓનું મૂલ્ય રૂ. 1,99,749 કરોડ થયું હતું.
"રિલાયન્સ રિટેલ નવા સ્ટોર વિસ્તરણ અને સાનુકૂળ ઉત્પાદનના સમન્વયને કારણે હાઇ ઓપરેટિંગ લીવરેજમાં પરિણમે છે." નાણાકીય વર્ષ 2022માં રિલાયન્સે તેના બ્રાન્ડ્સના પોર્ટફોલિયોને પણ મજબૂત સ્વરૂપ આપ્યું હતું, જે ગ્રાહકોને શ્રેષ્ઠ વેલ્યૂ પ્રપોઝીશન અને વૈવિધ્યસભર ઉત્પાદનો ઓફર કરે છે.
કંપનીના જણાવ્યા અનુસાર, રિટેલ સેક્ટરમાં બ્રોડ-બેઝ્ડ ગ્રોથનું નેતૃત્વ ભારતના નાના શહેરો અને રિલાયન્સ રિટેલના ટાયર ટુ અને તેની નીચેના શહેરોમાં તેના સ્ટોર્સના બે તૃતીયાંશથી વધુ નેટવર્ક દ્વારા કરવામાં આવી રહ્યું છે. "આ શહેરોમાં રિટેલને ઘણા નાના શહેરોમાં પ્રથમ હોવાનો લાભ પૂરો પાડે છે, તેના કારણે ગ્રાહક સાથેનું જોડાણ ગાઢ બની રહ્યું છે, " તે પણ અહેવાલમાં તેણે ઉમેર્યું હતું.
આ સમાચાર પણ વાંચો : શું ધાર્મિક અને ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સંચાલિત ધર્મશાળાઓ પર લાગશે GST-સરકારે આપ્યો આ જવાબ