Site icon

રિલાયન્સે એક મહિનામાં આ બે કંપનીઓ હસ્તગત કરી નવા ક્ષેત્રોમાં પ્રવેશ કર્યો, જાણો કેટલા કરોડમાં થઈ ડીલ અને શું છે યોજના?

Reliance Industries' arm to acquire 51% controlling stake in lotus Chocolate

ઉધોગપતિ મુકેશ અંબાણીએ હવે ચોકલેટના બિઝનેસમાં પગ મૂક્યો, અધધ 74 કરોડમાં ખરીદી આ કંપની…

 

News Continuous Bureau | Mumbai 

Join Our WhatsApp Community

મુકેશ અંબાણીની કંપની રિલાયન્સે ચાલુ મહિનામાં બે કંપનીઓ હસ્તગત કરી છે. ૧ માર્ચના રોજ કંપનીએ ડિઝાઇનર બ્રાન્ડ અબ્રાહમ એન્ડ ઠાકોરમાં મોટો હિસ્સો હસ્તગત કર્યો. આ ત્રીસ વર્ષ જૂની કંપની છે. રિલાયન્સની તમામ રિટેલ કંપનીઓ રિલાયન્સ રિટેલ વેન્ચર્સ લિમિટેડની માલિકીની છે જે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની પેટાકંપની છે. આ ઉપરાંત રિલાયન્સ હવે મહિલાઓ માટે આંતરિક વસ્ત્રો પણ વેચશે. રિલાયન્સની પેટાકંપની રિલાયન્સ રિટેલ વેન્ચર્સ લિમિટેડએ પર્પલ પાંડા ફેશન પ્રાઈવેટ લિમિટેડમાં ૮૯ ટકા હિસ્સો ખરીદ્યો છે. કંપની ક્લોવિયા બ્રાન્ડની માલિકી ધરાવે છે જે મહિલાઓ માટે ઘનિષ્ઠ આંતરિક વસ્ત્રો વેચે છે. 

રિલાયન્સ રિટેલે રૂ. ૯૫૦ કરોડમાં ડીલ પૂરી કરી છે. આ સોદો પૂર્ણ કરવા માટે રિલાયન્સે ગૌણ હિસ્સાની ખરીદી અને પ્રાથમિક રોકાણનો આશરો લીધો છે. ક્લોવિયા બ્રાન્ડની સ્થાપના ૨૦૧૩માં પંકજ વર્માણી, નેહા કાંત અને સુમન ચૌધરીએ કરી હતી. કંપની તેની વેબસાઈટ અને અન્ય પ્લેટફોર્મ દ્વારા તેનું ઉત્પાદન સીધું ગ્રાહકને વેચે છે. કંપની મુખ્યત્વે વૈભવી પરિવાર ની મહિલાઓ માટે અન્ડરવેર અને લૅંઝરી વેચે છે. 

 આ સમાચાર પણ વાંચો :  લો બોલો. અબજો ડોલરનું બજેટ રજૂ કરનારા આ દેશના પૂર્વ નાણાપ્રધાનને હવે ઘર ચલાવવાના ફાંફા, ટેક્સી ડ્રાઈવર તરીકે નોકરી કરીને ચલાવી રહ્યા છે ગુજરાન.. જાણો વિગતે 

રિલાયન્સના પોર્ટફોલિયોમાં આંતરિક વસ્ત્રોની આ પહેલી બ્રાન્ડ નથી. અગાઉ રિલાયન્સ રિટેલે Zivame અને Amante બ્રાન્ડ હસ્તગત કરી હતી. ક્લોવિયા અને રિલાયન્સ વચ્ચેના સોદામાં મ્ડ્ઢછ પાર્ટનર્સે નાણાકીય સલાહકાર તરીકે કામ કર્યું હતું. શાર્દુલ અમરચંદ મંગળદાસની લીગલ કાઉન્સીલ તરીકે પસંદગી કરવામાં આવી હતી. આ ઉપરાંતDeloitte Huskin & Sales LLP પાસે પણ મહત્વની જવાબદારીઓ હતી. 

ડીલ અંગે ટિપ્પણી કરતાં RRVLના ડિરેક્ટર ઈશા અંબાણીએ જણાવ્યું હતું કે, “રિલાયન્સ હંમેશા વિકલ્પોને વિસ્તારવામાં અને ગ્રાહકોને શ્રેષ્ઠ મૂલ્ય ઓફર કરવામાં અગ્રેસર રહી છે. અમને અમારા પોર્ટફોલિયોમા Inner Wear બ્રાન્ડ Clovia ઉમેરવામાં આનંદ થાય છે. જેમાં સ્ટાઇલ ગુણવત્તા અને ડિઝાઇનની વિશેષતા છે. અમે બિઝનેસને વધુ ઊંચાઈએ લઈ જવા માટે ક્લોવિયાની મજબૂત મેનેજમેન્ટ ટીમ સાથે કામ કરવા આતુર છીએ.” 

આ સમાચાર પણ વાંચો :  સત્તા બચાવવા ઇમરાનના હવાતિયાં. ભારત વિરુદ્ધ ઝેર ઓક્યું, કહ્યુ- અમારી વસ્તી 150 કરોડ છે પરંતુ અમારો અવાજ…

ક્લોવિયાના સ્થાપક અને સીઈઓ પંકજ વર્માણીએ જણાવ્યું હતું કે, “ક્લોવિયા રિલાયન્સ રિટેલ પરિવારનો ભાગ બનવા માટે ઉત્સાહિત છે. આ ભાગીદારી દ્વારા અમે રિલાયન્સના વિશાળ નેટવર્ક અને રિટેલ કુશળતાથી લાભ મેળવીશું અને અમારી બ્રાન્ડની હાજરીને વિસ્તારીશું.” RRVL એ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ.ની પેટાકંપની છે. માર્ચમાં રિલાયન્સ રિટેલ દ્વારા આ બીજું એક્વિઝિશન છે. ૧ માર્ચના રોજ કંપનીએ ડિઝાઇનર બ્રાન્ડ અબ્રાહમ એન્ડ ઠાકોર માં મોટો હિસ્સો હસ્તગત કર્યો. આ ત્રીસ વર્ષ જૂની કંપની છે. રિલાયન્સની તમામ રિટેલ કંપનીઓ રિલાયન્સ રિટેલ વેન્ચર્સ લિમિટેડની માલિકીની છે જે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની પેટાકંપની છે. નાણાકીય વર્ષ ૨૦૨૦-૨૧માં રિલાયન્સ રિટેલનું કુલ ટર્નઓવર ૧ લાખ ૫૭ હજાર ૬૨૯ કરોડ હતું. કંપનીનો ચોખ્ખો નફો રૂ. ૫ હજાર ૪૮૧ કરોડ હતો .

Pine Labs: પાઇન લેબ્સનો 3900 કરોડ રૂપિયાનો IPO આજથી ખૂલ્યો; કિંમત, GMP અને અન્ય વિગતો જાણો
Gold Price: આજે સોના-ચાંદીના ભાવમાં મોટો ઉલટફેર: સોનું થયું સસ્તું, જ્યારે ચાંદી પહોંચી નવી ઊંચાઈએ! ચેક કરો તમારા શહેરનો લેટેસ્ટ રેટ
UPI Transactions: ઓક્ટોબર મહિનામાં યુપીઆઈ વ્યવહારોમાં થયો અધધ આટલો વિક્રમી વધારો
Bank Holiday: ગુરુ નાનક જયંતિના દિવસે બેંક ચાલુ રહેશે કે બંધ? RBIએ દ્વિધા દૂર કરી
Exit mobile version