ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ. 10 ડિસેમ્બર 2021
શુક્રવાર.
ભારતીય બેન્કો આરબીઆઇની મંજૂરી મેળવ્યા બાદ જ પોતાની વિદેશી બ્રાન્ચો અને પેટાકંપનીઓમાં રોકાણ કરી શકે છે, નફો જાળવી શકે છે અને નફો પરત લાવી શકે છે અને તેનું હસ્તાંતરણ કરી શકે છે.આરબીઆઇના ગવર્નરે કહ્યુ કે, બેન્કોને કામકાજના મામલે સુગમતા પ્રદાન કરવા માટે આ ર્નિણય લેવાયો છે કે બેન્કોને નિયામકીય મૂડી જરૂરિયાતને પૂર્ણ કરવા માટે રિઝર્વ બેન્કની પૂર્વ મંજૂરીની જરૂર રહેશે નહીં. આ સંબંધિત નિર્દેશો અલગથી જારી કરવામાં આવશે. ગવર્નરે કહ્યુ કે, લિબોર (લંડન ઇન્ટરબેન્ક ઓફર્ડ રેટ) સિસ્ટમ બંધ થવાની શક્યતા છે. એવામાં આ સિસ્ટમ બંધ થતા ઋણને લઇન કોઇ પણ વ્યાપક રીતે સ્વીકૃત ઇન્ટરબેન્ક રેટ અથવા ઓલ્ટરનેટિવ રેફરન્સ રેટ (એઆરઆર)નો માપદંડના રૂપમાં ઉપયોગ કરી શકાય છે.રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ ધિરાણ નીતિની ઘોષણા કરતી વખતે કહ્યુ કે, બેન્કોને પૂર્વ મંજૂરી વગર તેમની વિદેશી બ્રાન્ચોમાં મૂડી ઠાલવવા અને નફાને પરત લાવવાની મંજૂરી અપાશે, જાે કે આ માટે કેટલીક નિયામકીય આવશ્યકતાઓ પૂરી કરવાની રહેશે.