જાણો વિગત,
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ. 10 ડિસેમ્બર 2021
શુક્રવાર
વજન તોલ-માપ અને એમ.આર.પી. ના નિયમોની જાણકારી અને તેનાથી સંલગ્ન સમસ્યાઓના ઉકેલ માટે ઓનલાઈન પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું છે. પૅકિંગ, રિપેકીંગ, મેન્યુફેકચરર, ડિસ્ટ્રીબ્યુટર, હોલસેલર, રિટેલર, ગૃહ ઉદ્યોગ વગેરે લગભગ દરેક પ્રકારના વેપારને વજન તોલ-માપના નિયમો લાગુ પડે છે. તેથી સહુ વેપારીઓને ઘર બેઠા આ ઓનલાઈન પરિસંવાદમાં ભાગ લેવાની અપીલ કરવામાં આવી છે.
મુંબઈ લીગલ મેટ્રોલોજી વિભાગના જોઈન્ટ કંટ્રોલર શિવાજી કાકડે સાહેબ, સિનિયર ઈન્સપેકટર દૌલત વીર સાહેબ અને ઈન્સેપકટર ધોત્રે વેપારીઓની શંકાઓ અંગે માર્ગદર્શન આપશે. કોન્ફડરેશન ઓફ ઓલ ઈન્ડિયા (CAIT) દ્વારા આયોજિત આ પરિસંવાદ ઝુમ પર શુક્રવારના સાંજે 4 વાગ્યાથી રહેશે.
આરે કોલોની રસ્તા સિમેન્ટ ક્રોંક્રીટના બનાવવાની પાલિકાની યોજના આડે આવ્યા પર્યાવરણવાદીઓ; જાણો વિગત