Site icon

RBI90 Quiz: ભારતીય રિઝર્વ બેંક દ્વારા રાષ્ટ્રવ્યાપી RBI90 ક્વિઝ સાથે 90મી વર્ષગાંઠની ઉજવણી, વિજેતા બનનારી ટોચની ટીમોને મળશે આ ઇનામ.

RBI90 Quiz: ભારતીય રિઝર્વ બેંક દ્વારા રાષ્ટ્રવ્યાપી આરબીઆઈ90ક્વિઝ સાથે 90મી વર્ષગાંઠની ઉજવણી કરાઈ

Reserve Bank of India celebrated its 90th anniversary with a nationwide RBI90 Quiz

Reserve Bank of India celebrated its 90th anniversary with a nationwide RBI90 Quiz

 News Continuous Bureau | Mumbai 

RBI90 Quiz:  ભારતીય રિઝર્વ બેંક (આરબીઆઇ) આ વર્ષે તેની કામગીરીના 90મા વર્ષની ઉજવણી કરી રહી છે. આ સીમાચિહ્નને યાદગાર બનાવવા માટે સમગ્ર વર્ષ દરમિયાન યોજાનાર શ્રેણીબદ્ધ કાર્યક્રમોના ભાગરૂપે, ભારતીય રિઝર્વ બેંક દ્વારા આરબીઆઈ90ક્વિઝ નું આયોજન કરવામાં આવ્યું છે, જે અંડરગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓને ધ્યાનમાં રાખીને રાષ્ટ્રવ્યાપી સામાન્ય જ્ઞાન-આધારિત ક્વિઝ સ્પર્ધા છે.  

Join Our WhatsApp Community

આરબીઆઈ90ક્વિઝ ( RBI ) એક ટીમ-આધારિત સ્પર્ધા છે, જેનું આયોજન અનેક તબક્કામાં કરવામાં આવ્યું છે. 19-21 સપ્ટેમ્બર, 2024 દરમિયાન ઓનલાઇન તબક્કો હાથ ધરવામાં આવ્યો હતો. ઓનલાઈન તબક્કાના પ્રદર્શનના આધારે, રાજ્ય કક્ષાના રાઉન્ડમાં ભાગ લેવા માટે કોલેજની ટીમોની પસંદગી કરવામાં આવી હતી. ગુજરાત રાજ્ય તથા દીવ-દમણ અને દાદરા નગર હવેલી કેંદ્ર શાસિત પ્રદેશો માટે આરબીઆઈ90ક્વિઝ નો રાજ્ય કક્ષાનો રાઉન્ડ 19 નવેમ્બર, 2024 ના રોજ હોટલ હયાત રિજન્સી, અમદાવાદ ( Ahmedabad ) ખાતે યોજાવામાં આવેલ છે, જેમાં 180 વિદ્યાર્થીઓ (90 ટીમો) ભાગ લેશે. ટોચની ત્રણ ટીમો ( RBI90 Quiz ) માટે ઇનામો અનુક્રમે ₹2 લાખ, ₹1.5 લાખ અને ₹1 લાખના છે.

આ સમાચાર પણ વાંચો : Delhi Pollution Supreme court : ગેસ ચેમ્બર દેશની રાજધાની બની, સમગ્ર દિલ્હીમાં AQI 500 થયો; સુપ્રીમ કોર્ટે સરકારને આપ્યા આ આદેશ…

જેમાં ( Reserve Bank of India ) વિજેતા બનનારી ટોચની ત્રણ ટીમ ઝોનલ રાઉન્ડમાં ભાગ લેશે, જે 03 ડિસેમ્બર, 2024ના રોજ મધ્યપ્રદેશના ઈન્દોર ખાતે યોજાશે. રાષ્ટ્રીય ફાઇનલ ડિસેમ્બર 2024માં મુંબઇ ખાતે યોજાશે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

GST Rate Cut: જીએસટીના દરમાં ઘટાડા થી થશે કાર ની કિંમત માં મોટો ફેરફાર, 22 સપ્ટેમ્બરથી થશે લાગુ
UPI: UPI યુઝર્સ માટે મહત્વ ના સમાચાર, આજથી નિયમોમાં થશે ફેરફાર; જાણો કોને ફાયદો, કોને નુકસાન
Gold Price: દિવાળી પહેલા જ ચાંદીએ પકડી રોકેટની ગતિ, ઇતિહાસમાં પહેલીવાર તોડ્યા તમામ રેકોર્ડ, જાણો સોના ચાંદી ના ભાવ
RBI: મોબાઈલ ફોન માટે લીધેલી લોન ન ચૂકવવી હવે ગ્રાહકો ને પડશે ભારે, રિઝર્વ બેંક ઑફ ઈન્ડિયા લાવી રહી છે નવો નિયમ
Exit mobile version