ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 14 સપ્ટેમ્બર, 2021
મંગળવાર
દાળ સહિત અનેક જરૂરી ચીજવસ્તુઓના ભાવમાં ઘટાડાને કારણે ફુગાવાનો દર નીચે આવ્યો છે.
ઓગસ્ટમાં રિટેલ ફુગાવાનો દર 5.59 ટકાથી ઘટીને 5.30 ટકા થયો છે.
સતત બીજા મહિને ફુગાવાના આંકડામાં ઘટાડો જોવા મળ્યો છે.
નિષ્ણાતોનું કહેવું છે કે ફુગાવાના દરમાં ઘટાડો થવો એ સારો સંકેત છે. આવી સ્થિતિમાં મંગળવારે શેરબજારમાં પણ તેજી આવી શકે છે. તેથી રોકાણકારોને પણ આનો લાભ મળશે.
ઉપરાંત, આરબીઆઈને પણ વ્યાજ દરોની સમીક્ષા કરીને આ અંગે નિર્ણય લેવામાં સરળતા રહેશે.
ઉલ્લેખનીય છે કે કન્ઝયુમર પ્રાઇસ ઇન્ડેક્સ(સીપીઆઇ) આધારિત રિટેલ ફુગાવો જુલાઇ, 2021માં 5.59 ટકા અને ઓગસ્ટ, 2020માં 6.69 ટકા રહ્યો હતો.
