Site icon

પ્રેમી પંખીડાનું બજેટ ખોરવાયું, વેલેન્ટાઇન ડેના કારણે ગુલાબનાં ભાવ આસમાને; જાણો એક ગુલાબના ફૂલની કિંમત કેટલી છે… 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 14 ફેબ્રુઆરી 2022          

Join Our WhatsApp Community

સોમવાર 

આજે વેલેન્ટાઈન ડેની ઉજવણી કરવામાં આવી રહી છે. વેલેન્ટાઇન ડે ના દિવસે ગુલાબનું મહત્વ ખૂબ જ હોય છે. આ દિવસે લાલ ગુલાબની ડિમાન્ડ વધી જાય છે. લાલ ગુલાબનું ફૂલ એ પ્રેમનું પ્રતિક ગણાય છે. વેલેન્ટાઇન વીકમાં મોંઘી દાટ ગિફ્ટો આપ્યા પછી એક રેડ રોડ ખરીદવા માટે પ્રેમીઓએ ખિસ્સા ખાલી કરવા પડી શકે છે, કારણ કે ગુલાબના ફુલની કિંમત આસમાને પહોંચી છે. 15 થી 20 રુપિયામાં મળતા ગુલાબના ફુલની કિંમત 40 થી 50 રુપિયા સુધી પહોંચી છે. 

‘વેલેન્ટાઇન ડે’ની ઉજવણી લાલ ગુલાબ વગર શક્ય નથી. પરિણામે વિવિધ વિસ્તારોમાં ગુલાબના અલગ અલગ ભાવ જોવા મળી રહ્યા છે. ક્યાંક 40 થી 50 રુપિયા તો ક્યાંક 80 થી 100 રુપિયે વેચાઇ રહ્યા છે. તો ગુલાબના બુકેના ભાવ હજારને પાર પહોંચી ગયા છે. વિવિધ કલર ફુલ ગુલાબના બુકેના ભાવ 1000થી શરુ કરીને 3000 રુપિયા સુધી બજારમાં વેચાઈ રહ્યા છે. ફુલો વેચનાર પણ જણાવી રહ્યા છે કે વેલેન્ટાઇન ડે હોવાથી તેઓને આજે સારી કમાણી થઇ રહી છે.

એક ટ્વીટના કારણે મુશ્કેલીમાં મૂકાયા રાહુલ ગાંધી, ભાજપ દાખલ કરશે 1000 રાજદ્રોહના કેસ; જાણો શું છે સમગ્ર મામલો 

હાલ લગ્નની પણ સિઝન ચાલી રહી છે. લોકો ચોરી અને મંડપમાં રિયલ ફુલોથી ડેકોરેશન કરવાનો આગ્રહ રાખે છે. પરિણામે હાલમાં ફુલોની ડિમાન્ડ વધારે છે. માત્ર ગુલાબ જ નહીં, ઓર્કિડ, તુલીપ, લીલી, જેવા વિદેશી ફુલો પણ હાઇ ડિમાન્ડમાં છે. લગ્નોમાં ગાડીના ડેકોરેશન તથા મંડપ ડેકોરેશનમાં વિદેશી ફૂલોની માંગ વધી છે. પરિણામે હાલમાં ફુલોના ભાવમાં તોતિંગ વધારો નોંધાયો છે.

Aluminum Price Hike 2026: ઈઝરાયેલ-ઈરાન જંગની માઠી અસર: એલ્યુમિનિયમ ના ભાવ 4 વર્ષની ઊંચી સપાટીએ, વૈશ્વિક સપ્લાય ખોરવાતા ખળભળાટ
Share Market Crash Today: સેન્સેક્સમાં ૨૦૦૦ પોઈન્ટનો જોરદાર કડાકો, નિફ્ટી પણ તૂટ્યો; રોકાણકારોએ ગુમાવ્યા લાખો કરોડ, વાંચો લેટેસ્ટ અપડેટ
Global Oil Crisis: તેલના ભાવમાં ભડકો! $115 ને પાર પહોંચ્યું કાચું તેલ; યુદ્ધ અને સપ્લાય સંકટ વચ્ચે વૈશ્વિક અર્થતંત્રમાં ફફડાટ.
AC Price Hike: એપ્રિલથી ડાઇકિન, વોલ્ટાસ અને અન્ય બ્રાન્ડ્સના એસીના ભાવ વધશે, ૧૨% સુધીના ભાવવધારાથી ગ્રાહકો ચિંતામાં; જુઓ લેટેસ્ટ રેટ્સ.
Exit mobile version