ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
05 માર્ચ 2021
જો તમે સંપત્તિ ખરીદવાનું વિચારી રહ્યા છો તો તમારી પાસે એક સુવર્ણ તક છે. દેશની સૌથી મોટી સરકારી બેન્ક, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા પોતાની પાસે ગિરવી રાખેલ પ્રોપર્ટીની હરાજી કરવા જઈ રહી છે. એસબીઆઈ મેગા ઇ હરાજીમાં ઘરો, દુકાનો ખરીદવાની ઉત્તમ તક આપી રહી છે. એસબીઆઈ 5 માર્ચથી એટલે કે આજથી મેગા ઇ-ઓક્શનની શરૂઆત કરી રહી છે. આ ઈ-હરાજીમાં સસ્તી રહેણાંક અને કોમર્શિયલ સંપત્તિ, જમીન, પ્લોટ અને મશીનરી, વાહન અને અન્ય અનેક વસ્તુઓ સસ્તામાં ખરીદવાની તક મળશે. ઈ-હરાજીમાં ભાગ લેવા માટે તમે ઓનલાઈન અરજી કરી શકો છો. એસબીઆઈએ ટ્વીટ કરીને આ હરાજી વિશે જાણકારી આપી છે.
E-Auctionમાં ભાગ લેવા માટે આ વાતને ધ્યાનમાં રાખવાની જરૂર છે
ઇ-હરાજીમાં ભાગ લેવા માટે, અર્નેસ્ટ મની ડિપોઝીટ (ઇએમડી) સબમિટ કરવાની રહેશે.
કેવાયસીની સંપૂર્ણ વિગતો માટે તમામ દસ્તાવેજો શાખામાં સબમિટ કરવા પડશે.
માન્ય ડિજિટલ હસ્તાક્ષર આવશ્યક છે. શાખામાં ઇએમડી અને કેવાયસી દસ્તાવેજો સબમિટ કર્યા પછી, ઇ-ઓકશન કરનાર બોલી લગાવનારાના ઇમેઇલ આઈડી પર લોગિન આઈડી અને પાસવર્ડ મોકલશે.
હરાજીના નિયમો અનુસાર, લોગ ઇન કરીને ઇ-હરાજીના દિવસે બોલી લગાવી શકાય છે.
સંપત્તિઓ અને હરાજી વિશેની સંપૂર્ણ માહિતી એસબીઆઇની વેબસાઈટ પર ઉપલબ્ધ છે.
આપને જણાવી દઈએ કે આ ઈ-ઓક્શનમાં એ તમામ વસ્તુઓ અથવા પ્રોપર્ટીની હરાજી કરવામાં આવે છે, જે ગ્રાહકોએ લોનના બદલામાં બેન્ક પાસે ગીરવી રાખ્યું હોય. લોન ચૂકવી ન શકતા હોવાના કારણે બેન્ક આ પ્રોપર્ટીને જપ્ત કરી લે છે અને ફરી રીકવરી માટે એમની હરાજી કરે છે. મોર્ટગેજેડ પ્રોપર્ટીઓ સિવાય, બેંક કોર્ટ દ્વારા જપ્ત સ્થાવર મિલકતોની હરાજી પણ કરે છે.
