News Continuous Bureau | Mumbai
SBI MCLR rate : મોંઘવારીથી ત્રસ્ત સામાન્ય લોકોને સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ આંચકો આપ્યો છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ ગયા અઠવાડિયે રેપો રેટમાં કોઈ ફેરફાર કર્યો નથી. પરંતુ બેંકોએ વ્યાજદર વધારવાનું શરૂ કરી દીધું છે. SBIએ પણ વ્યાજ દરમાં વધારો કરવાનો નિર્ણય લીધો છે. આ કારણે લોન લેનારાઓએ વધુ EMI ચૂકવવી પડે છે.
SBI MCLR rate : MCLRમાં 10 બેસિસ પોઈન્ટનો વધારો
સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ 15 જૂનથી તમામ કાર્યકાળ માટે MCLRમાં 10 બેસિસ પોઈન્ટ એટલે કે 0.1 ટકાનો વધારો કર્યો છે. SBIના આ નિર્ણયને કારણે MCLR સંબંધિત તમામ લોન ધારકોના હપ્તા વધી જશે. આનો અર્થ એ છે કે આગામી મહિનાથી લોન ધારકોના ખિસ્સા પર વધારાનો ભાર પડશે.
SBI MCLR rate : ત્રણ મહિના માટે MCLR 8.20 ટકાથી વધીને 8.30 ટકા થઇ
SBIના નિર્ણયને કારણે એક વર્ષનો MCLR 8.65 ટકાથી વધીને 8.75 ટકા થયો છે. જ્યારે રાતોરાત MCLR 8.00 ટકાથી વધીને 8.10 ટકા થઈ ગયો છે. આ સાથે એક મહિના અને ત્રણ મહિના માટે MCLR 8.20 ટકાથી વધીને 8.30 ટકા થઈ ગયો છે. દરમિયાન, છ મહિનાનો MCLR 8.55 ટકાથી વધીને 8.65 ટકા, બે વર્ષનો MCLR 8.75 ટકાથી વધીને 8.85 ટકા અને ત્રણ વર્ષનો MCLR 8.85 ટકાથી વધીને 8.95 ટકા થયો છે.
આ સમાચાર પણ વાંચો : Fuel Price: ચૂંટણી બાદ આ રાજ્યમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો, કોંગ્રેસ સરકારે આ નિર્ણયને આપી દીધી લીલી ઝંડી..
દરમિયાન, હોમ લોન અને કાર માટેની મોટાભાગની લોન એક વર્ષના MCLR સાથે જોડાયેલી હોય છે. આથી, NCLR સાથે સંબંધિત ન હોય તેવા ઉધાર લેનારાઓને તેની અસર થશે નહીં.