Site icon

 Fuel Price: ચૂંટણી બાદ આ રાજ્યમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો, કોંગ્રેસ સરકારે આ નિર્ણયને આપી દીધી લીલી ઝંડી..   

Fuel Price: કર્ણાટક સરકારે પેટ્રોલ અને ડીઝલ પર સેલ્સ ટેક્સમાં વધારો કર્યો છે. આ પછી તેની કિંમતોમાં વધારો થયો. રાજ્યમાં પેટ્રોલ 3 રૂપિયા અને ડીઝલ 3.20 રૂપિયા મોંઘુ થયું છે. સરકારના આદેશ અનુસાર પેટ્રોલ પર સેલ્સ ટેક્સ 25.92% થી વધારી 29.84% અને ડીઝલ પર 14.34% થી વધારીને 18.44% કરવામાં આવ્યો છે.

Fuel Price Karnataka govt hikes fuel prices by Rs 3 per litre

Fuel Price Karnataka govt hikes fuel prices by Rs 3 per litre

News Continuous Bureau | Mumbai  

Fuel Price: લોકસભા ચૂંટણી પૂરી થયા પછી કર્ણાટકની કોંગ્રેસ સરકારે જનતાને મોટો ઝટકો આપ્યો છે. રાજ્ય સરકારે પેટ્રોલ અને ડીઝલ (Petrol-Diesel Price Hike) પર કર્ણાટક સેલ્સ ટેક્સમાં વધારો કર્યો છે. આવી સ્થિતિમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 3 રૂપિયાનો વધારો થાય તે નિશ્ચિત માનવામાં આવે છે. 

Join Our WhatsApp Community

Fuel Price: પેટ્રોલ અને ડીઝલ પર સેલ્સ ટેક્સ વધ્યો 

મીડિયા રિપોર્ટ અનુસાર રાજ્ય સરકારે 15 જૂને પેટ્રોલ અને ડીઝલ પર સેલ્સ ટેક્સ વધારવાની જાહેરાત કરી છે. રાજ્ય સરકારના નોટિફિકેશન મુજબ પેટ્રોલ પર ‘કર્ણાટક સેલ્સ ટેક્સ’ (KST) 25.92 ટકાથી વધારીને 29.84 ટકા અને ડીઝલ પર 14.3 ટકાથી વધારીને 18.4 ટકા કરવામાં આવ્યો છે.

Fuel Price: અન્ય રાજ્યોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ સ્થિર 

પેટ્રોલ-ડીઝલના ભાવમાં અનુક્રમે ₹3 અને ₹3.02નો વધારો થશે, કારણ કે રાજ્ય સરકારે સેલ્સ ટેક્સમાં સુધારો કર્યો છે. જોકે દેશના અન્ય રાજ્યોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી. આજે નવી દિલ્હીમાં પેટ્રોલની કિંમત 94.72 રૂપિયા પ્રતિ લીટર છે.

આ સમાચાર  પણ વાંચો : Naxal Encounter : છત્તીસગઢના નારાયણપુરમાં નક્સલવાદીઓ સામે મોટી કાર્યવાહી, પોલીસના હાથે આટલા નક્સલવાદીઓ ઠાર..

કર્ણાટક પેટ્રોલિયમ ડીલર્સ એસોસિએશનના જણાવ્યા અનુસાર, પેટ્રોલની કિંમત 3 રૂપિયા વધીને 102.85 રૂપિયા પ્રતિ લીટર થશે, જ્યારે ડીઝલની કિંમત 3.02 રૂપિયા વધીને 88.93 રૂપિયા પ્રતિ લીટર થશે. આ હુકમનો તાત્કાલિક અસરથી અમલ કરવામાં આવશે. બેંગલુરુમાં અત્યારે પેટ્રોલ 99.84 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 85.93 રૂપિયા પ્રતિ લીટરના ભાવે વેચાઈ રહ્યું છે.

Garba: વાઇબ્રન્ટ ગુજરાત પ્રી-નવરાત્રી ફેસ્ટિવલ ઉદયપુરમાં ૧૪ સપ્ટેમ્બરે ઉજવાશે
Nepal: નેપાળમાં સોશિયલ મીડિયા પર પ્રતિબંધથી બબાલ; પ્રદર્શનકારીઓ સંસદમાં ઘૂસ્યા, ગોળીબારમાં એકનું મોત અને આટલા લોકો થયા ઘાયલ
Pressure: મોનસૂનની તીવ્રતા : ગુજરાતમાં પૂર સંકટ, જળાશયો પર દબાણ, માછીમારો નું દરિયે જવાનું પરિશોધન
Ajit Pawar: અજિત પવાર નો મહિલા પોલીસ અધિકારીને ફોન પર ઠપકો આપતા નો વીડિયો થયો વાયરલ, NCPના નેતાઓએ આ રીતે કર્યો દાદા નો બચાવ
Exit mobile version