News Continuous Bureau | Mumbai
જો તમે પણ SBIના ગ્રાહક છો, તો તમારા માટે મહત્વના સમાચાર છે. બેંકે હવે એટીએમ (ATM Transaction) માંથી રોકડ ઉપાડવાના નિયમોમાં ફેરફાર કર્યો છે. એટલે કે હવે તમારે SBI ATMમાંથી રોકડ ઉપાડવા (Cash withdrawal) માટે એક ખાસ નંબર આપવો પડશે. જો તમે આ નંબર નહીં નાખો તો તમારી રોકડ (Transaction) ફસાઈ જશે. બેંકે આ અંગે માહિતી આપી છે. ATM ટ્રાન્ઝેક્શનને વધુ સુરક્ષિત બનાવવા માટે બેંકે આ પગલું ભર્યું છે. ચાલો જાણીએ આ નિયમ વિશે.
બેંક દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, આ નવા નિયમ હેઠળ ગ્રાહક OTP (One Time Password – OTP) વગર ATMમાંથી રોકડ ઉપાડી શકશે નહીં. આમાં, રોકડ ઉપાડના સમયે, ગ્રાહકોને તેમના મોબાઇલ ફોન પર એક OTP આવશે, જે ATMમાંથી રોકડ ઉપાડવા સમયે દાખલ કરવાનો રહશે.
આ સમાચાર પણ વાંચો: Kawasaki Ninja 650: Kawasaki એ નવી Ninja 650 સ્પોર્ટ્સ ટુરર સ્પોર્ટ્સ બાઇક લૉન્ચ કરી, જાણો કિંમત અને સુવિધાઓ
તમને જણાવી દઈએ કે ગ્રાહકોને છેતરપિંડી (Fraud) થી બચાવવા માટે બેંકે 10,000 રૂપિયા અને તેનાથી વધુના ઉપાડ પર નવો નિયમ લાગુ કર્યો છે. આ અંતર્ગત SBI ગ્રાહકોને તેમના બેંક ખાતામાંથી તેમના રજિસ્ટર્ડ મોબાઈલ નંબર (Registered Mobile Number) પર મોકલવામાં આવેલા OTP અને તેમના ડેબિટ કાર્ડ (Debit Card) પિન સાથે દર વખતે તેમના ATMમાંથી રૂ. 10,000 અને તેથી વધુ ઉપાડવાની મંજૂરી આપે છે. આવો જાણીએ તેની સંપૂર્ણ પ્રક્રિયા.
ATMમાંથી પૈસા ઉપાડવા માટે જ્યાં સુધી તમે OTP નહીં નાખો ત્યાં સુધી તમે પૈસા ઉપાડી શકશો નહીં.
– તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર એક OTP મોકલવામાં આવશે.
– આ OTP ચાર અંકનો નંબર હશે જે ગ્રાહકને એક જ ટ્રાન્ઝેક્શન માટે મળશે.
– એકવાર તમે જે રકમ ઉપાડવા માંગો છો તે દાખલ કરો, પછી તમને ATM સ્ક્રીન પર OTP દાખલ કરવા માટે કહેવામાં આવશે.
– રોકડ ઉપાડ માટે તમારે આ સ્ક્રીનમાં બેંકમાં નોંધાયેલા મોબાઈલ નંબર પર મળેલો OTP દાખલ કરવો પડશે.
આ સમાચાર પણ વાંચો: મધ્ય રેલવે પર 27 કલાકના મેગા બ્લોકને કારણે 1,096 લોકલ ટ્રેનો રદ! મુંબઈકરોની સેવામાં દોડશે BESTની આટલી વધારાની બસો… જાણો શેડ્યુઅલ
OTP આધારિત રોકડ ઉપાડની જરૂર કેમ છે? આ સવાલ પર બેંકે કહ્યું, ‘ગ્રાહકોને છેતરપિંડીથી બચાવી શકાય તે માટે આ પગલું લેવામાં આવ્યું છે.’ SBI દેશની સૌથી મોટી જાહેર ક્ષેત્રની બેંક છે. તે ભારતમાં 71,705 BC આઉટલેટ્સ સાથે 22,224 શાખાઓ અને 63,906 ATM/CDMનું સૌથી મોટું નેટવર્ક ધરાવે છે. ઈન્ટરનેટ બેન્કિંગ અને મોબાઈલ બેન્કિંગનો ઉપયોગ કરનારા ગ્રાહકોની સંખ્યા અનુક્રમે લગભગ 9.1 કરોડ અને 2 કરોડ છે.