News Continuous Bureau | Mumbai
હિજાબ વિરોધ પ્રદર્શન (Hijab Protest) વચ્ચે બુધવારે રાત્રે ઈરાનના (Iran) પશ્ચિમી શહેર ઈજિહમાં અજાણ્યા હુમલાખોરોએ અંધાધૂંધ ગોળીબાર (Firing) કર્યો હતો.
આ ગોળીબારમાં પાંચ લોકોના મોત થયા છે અને 10 લોકો ઘાયલ થયા છે. ઘાયલોમાં પોલીસકર્મીઓનો પણ સમાવેશ થાય છે.
હુમલાનું કારણ સ્પષ્ટ થઈ શક્યું નથી અને અત્યાર સુધી કોઈ આતંકવાદી સંગઠને આ હુમલાની જવાબદારી લીધી નથી.
ઉલ્લેખનીય છે કે હિજાબ વિવાદને લઈને ઈરાનના અલગ-અલગ શહેરોમાં છેલ્લા કેટલાક દિવસોથી હિંસક પ્રદર્શન થઈ રહ્યા છે.
આ સમાચાર પણ વાંચો: વોટ્સએપ થયું અપડેટ, લાવ્યું આ નવું જબરદસ્ત ફીચર! જાણીને તમે પણ કહેશો – હવે નો ટેન્શન..
