Site icon

SBIએ પ્રોબેશનરી ઓફિસરના 2182 પદો માટે ભરતીની પ્રક્રિયા શરૂ કરી દીધી છે; આ છે રજીસ્ટ્રેશનની અંતિમ તારીખ: જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો 

મુંબઈ, 5 ઓક્ટોબર, 2021

Join Our WhatsApp Community

મંગળવાર

બેંકની પરીક્ષાની તૈયારી કરનારા યુવાનો માટે તક ઉપલબ્ધ થઈ છે. સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાએ પ્રોબેશનરી ઓફિસરના પદોની ભરતીની પ્રક્રિયા શરૂ કરી છે. આ નોકરી કરવા ઈચ્છતા અને પાત્ર ઉમેદવારો માટે અરજી મોકલવાની તારીખ 5થી 25 ઓક્ટોબર 2021 સુધી રાખવામાં આવી છે. કુલ 2182 પદોની ભરતી થશે.

ઉમેદવારોની ભરતીની પ્રક્રિયા ત્રણ તબક્કામાં થશે. ઉમેદવારોએ ઓનલાઇન રજિસ્ટ્રેશન કરાવવું પડશે. પ્રથમ તબક્કામાં ઓનલાઇન રજિસ્ટ્રેશનમાંથી છાંટણી કરીને ઉમેદવારોની પસંદગી કરાશે. બીજા તબક્કામાં તેમને ઇન્ટરવ્યૂ માટે બોલાવવામાં આવશે. તેમાં પાસ થયેલા ઉમેદવારોને ત્રીજા તબક્કા માટે બોલાવવામાં આવશે.

મુંબઇમાં નશીલા પદાર્થોની તસ્કરી વધી રહી છે ત્યારે મુખ્યમંત્રી ઊંઘી રહ્યા છે કે શું?  ભાજપના આ એમએલએ ઉઠાવ્યો પ્રશ્ન

ઉમેદવાર પાસે કોઈપણ અધિકૃત યુનિવર્સિટીમાંથી કોઈપણ વિષયની સ્નાતકની પદવી હોવી જરૂરી છે. વય મર્યાદા 21થી 30 વર્ષ છે. પ્રથમ તબક્કામાં પ્રિલીમ પરીક્ષા – નવેમ્બર કે ડિસેમ્બર 2021માં યોજાશે. બીજા તબક્કામાં મેન્સની પરીક્ષા ડિસેમ્બરમાં લેવાશે. ત્રીજા તબક્કે ફેબ્રુઆરી 2022ના બીજા કે ત્રીજા અઠવાડિયામાં ઇન્ટરવ્યૂ યોજાશે. ત્યારબાદ ફેબ્રઆરી કે માર્ચ 2022માં પરિણામ જાહેર થશે. અન્ય વિગત માટે ઉમેદવારો એસબીઆઇ ની વેબસાઇટનો સંપર્ક સાધી શકે છે.

Reliance Investment: કચ્છના રણથી જામનગરના કિનારા સુધી અંબાણીનું સામ્રાજ્ય! ₹7 લાખ કરોડના રોકાણ સાથે ગુજરાત બનશે દુનિયાની નવી ઇકોનોમિક પાવર
Income Tax Act 2025: 1 એપ્રિલથી દેશમાં લાગુ થશે નવો ટેક્સ કાયદો, 64 વર્ષ જૂના નિયમો હવે ઇતિહાસ બનશે.
Gold Price Today: સોનાના ભાવમાં ભયાનક ભડકો! MCX પર પહેલીવાર ₹1.40 લાખને પાર, ચાંદીના ભાવ સાંભળીને પણ પરસેવો છૂટી જશે
Share Market: રોકાણકારો અને ગ્રાહકો ખાસ નોંધજો! 15 જાન્યુઆરીએ મુંબઈમાં મતદાનને કારણે શેરબજાર અને બેંકો ચાલુ રહેશે કે બંધ? જાણો લેટેસ્ટ અપડેટ
Exit mobile version