Site icon

Stock Market: સેબીએ જાહેર કર્યું નોટિફિકેશન, હવે શેરબજારમાં છેતરપિંડી શોધવા અને અટકાવવાની જવાબદારી સ્ટોક બ્રોકરોની રહેશે.. જાણો શું છે આ નવા નિયમો..

Stock Market: સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી) એ 27મી જૂને જારી કરાયેલા નોટિફિકેશનમાં સ્ટોક બ્રોકર્સ માટે સંસ્થાકીય મિકેનિઝમ બનાવવાનો નિર્દેશ આપ્યો છે. જાણો શું છે સેબીના નવા નિયમો..

SEBI announced the notification, now it will be the responsibility of stock brokers to detect and prevent fraud in the stock Market.

SEBI announced the notification, now it will be the responsibility of stock brokers to detect and prevent fraud in the stock Market.

News Continuous Bureau | Mumbai 

Stock Market: દેશમાં શેરબજારમાં થતી ગેરરીતિઓને શોધવાની અને તેને રોકવાની જવાબદારી પણ હવે સ્ટોક બ્રોકરોની ( stock brokers ) રહેશે. સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા ( SEBI ) એ 27 જૂને જારી કરેલા નોટિફિકેશનમાં સ્ટોક બ્રોકર્સ માટે સંસ્થાકીય મિકેનિઝમ બનાવવાનો નિર્દેશ આપ્યો છે. આ વ્યવસ્થા હેઠળ હવે માર્કેટમાં થતી ગેરરીતિઓને ઓળખવાની અને તેને રોકવાની જવાબદારી પણ દલાલોની રહેશે. ઉલ્લેખનીય છે કે, આ પહેલા બ્રોકર્સ માટે આવો કોઈ નિયમ લાગુ ન હતો.

Join Our WhatsApp Community

સેબીના જણાવ્યા અનુસાર, આ નવા નિયમ  હેઠળ, બ્રોકિંગ કંપનીઓ અને તેમના વરિષ્ઠ મેનેજમેન્ટને મજબૂત દેખરેખ અને નિયંત્રણ પ્રણાલી દ્વારા છેતરપિંડીઓને ( malpractices ) ઓળખવા અને અટકાવવા માટે પણ જવાબદાર ગણવામાં આવશે. બ્રોકરોએ રિપોર્ટિંગ સિસ્ટમ પણ હવે સેટ કરવી પડશે. સેબીએ સંભવિત છેતરપિંડી અને બજારના દુરુપયોગના ઉદાહરણોની યાદી બહાર પાડી છે, આ ઉદાહરણોમાં એવા કિસ્સાઓનો સમાવેશ થઈ શકે છે. જેમાં ટ્રાન્ઝેક્શનની ગેરમાર્ગે દોરતી છબી, કિંમતની હેરફેર, ફ્રન્ટ રનિંગ, ઇનસાઇડર ટ્રેડિંગ ( Stock Market Trading ) , મિસ-સેલિંગ અને અનધિકૃત વ્યવહારોનો સમાવેશ થાય છે. જેનું મોનિટરિંગ ફરજિયાત રહેશે.

Stock Market: સ્ટોક બ્રોકર્સે કોઇ પણ શંકાસ્પદ પ્રવૃત્તિને શોધી કાઢ્યાના 48 કલાકની અંદર સ્ટોક એક્સચેન્જોને આની જાણ કરવી પડશે….

સેબીએ 27 જૂને બહાર પાડેલા આ નોટિફિકેશનમાં કહ્યું હતું કે, સ્ટોક બ્રોકર્સે કોઇ પણ શંકાસ્પદ પ્રવૃત્તિને ( Suspicious activity ) શોધી કાઢ્યાના 48 કલાકની અંદર સ્ટોક એક્સચેન્જોને આની જાણ કરવી પડશે. આ સિવાય શંકાસ્પદ પ્રવૃત્તિ, છેતરપિંડી અને બજાર સાથે દુર્વ્યવહારના કિસ્સાઓ અંગે વિશ્લેષણ સાથે કરવામાં આવેલી કાર્યવાહી તેઓએ રજૂ કરવાની રહેશે.

આ સમાચાર પણ વાંચો :  Swami Vivekananda: પ્રધાનમંત્રીએ સ્વામી વિવેકાનંદને તેમની પુણ્ય તિથિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી

નોટિફિકેશન અનુસાર, સ્ટોક બ્રોકિંગ કંપનીઓએ કર્મચારીઓ અને અન્ય હિસ્સેદારો માટે શંકાસ્પદ છેતરપિંડી, અયોગ્યતા અથવા અનૈતિક પ્રથાઓના કેસો ઉભા કરવા માટે ગુપ્ત રીત પ્રદાન કરવા માટે વ્હિસલ બ્લોઅર નીતિ સ્થાપિત કરવી પડશે અને તેનો અમલ પણ કરવો પડશે. સેબીની નીતિ અનુસાર, વ્હિસલબ્લોઅર્સે પર્યાપ્ત સુરક્ષાની ખાતરી કરવી પડશે. આ ફેરફારોને અમલી બનાવવા માટે સેબીએ સ્ટોક બ્રોકર્સ અને ફ્રોડ તથા પીએફયુટીપી માટેના ધોરણોમાં સુધારો કર્યો છે. જે 27 જૂનથી અમલમાં આવી ગયો છે.

(ડિસ્ક્લેમરઃ અહીં રજૂ કરવામાં આવેલી માહિતી અન્ય મિડીયા પ્રેલટફોર્મ પર પણ ઉપલબ્ધ છે તેમજ તેની સત્યતા સંદર્ભે અમે કોઈ દાવો કરતા નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)

Gold Price: બિહાર ચૂંટણીના પરિણામો વચ્ચે આજે સસ્તું થયું સોનું, જાણો 24 અને 22 કેરેટ ગોલ્ડની કેટલી ઓછી થઈ કિંમત?
Moody’s Report: ટ્રમ્પના ‘ટેરિફ જાળ’ સામે ભારતે કાઢ્યો સફળ તોડ! અમેરિકી એજન્સી મૂડીઝે જ ખોલી દીધી પોલ.
Manoj Gaur arrested: મોટી કાર્યવાહી: EDનો સકંજો! ₹૧૨,૦૦૦ કરોડના મની લોન્ડ્રિંગ કેસમાં JP ઇન્ફ્રાટેકના MD મનોજ ગૌરની ધરપકડ.
Gold Price: મોટો ઉછાળો! સોનાના ભાવમાં ₹૨૦૦૦નો વધારો, ચાંદી ₹૩૩૦૦ મોંઘી! આગળ ભાવ ક્યાં સુધી જશે? જાણો એક્સપર્ટનો મત
Exit mobile version