Site icon

SEBI એ દેશની સૌથી ધનિક વ્યક્તિને ફટકાર્યો આટલા કરોડનો દંડ, જાણો શું છે આખી ઘટના. ..

ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો,

મુંબઈ

Join Our WhatsApp Community

02 જાન્યુઆરી 2021 

ભારતના સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણી અને તેમની કંપની પર સેબીએ 40 કરોડ રૂપિયાનો દંડ લગાવ્યો છે. આ કાર્યવાહી રિલાયન્સ પેટ્રોલિયમના શેરોના ટ્રેડિંગ સાથે સંકળાયેલા મામલા મુદ્દે કરવામાં આવી છે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝને 25 કરોડ અને મુકેશ અંબાણીને 15 કરોડ રૂપિયાનો દંડ કરવામાં આવ્યો છે. આ મામલે અન્ય બે કંપનીઓ, નવી મુંબઈ એસઈઝેડ પ્રાઇવેટ લિમિટેડને 20 કરોડ અને મુંબઈ એસઈઝેડ લિમિટેડને 10 કરોડનો દંડ ફટકાર્યો છે. 

આ દંડ શેરના ભાવને ખોટી રીતે પ્રભાવિત કરવા બદલ લાગવા આવ્યો છે. રિલાયન્સ પેટ્રોલિયમ પહેલા અલગ લિસ્ટેડ કંપની હતી. માર્ચ 2007 માં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે રિલાયન્સ પેટ્રોલિયમના 4.1 ટકા શેર વેચવાની જાહેરા કરી હતી. જ્યારે નવેમ્બર 2007 માં રિલાયન્સના ભાવ ઘટવા લાગ્યા ત્યારે રિલાયન્સ પેટ્રોલિમના શેર ખરીદવામાં-વેચવામાં આવ્યા હતા. ત્યારબાદ 2009 માં રિલાયન્સ પેટ્રોલિયમનું મર્જર રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝમાં કરવામાં આવ્યું હતું. 

 

ઉપરોક્ત મુદ્દે સેબીએ પોતાના ફેંસલામાં કહ્યું, શેરની કિંમતમાં કોઈપણ પ્રકારના મેનિપ્યુલેશનથી બજારમાં રોકાણકારોનો ભરોસો તૂટે છે, રોકાણકારોને નુકસાન થાય છે. સેબીના કહેવા મુજબ, શેરેના ખરીદ-વેચાણ પાછળ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ હતી તેવી સામાન્ય રોકાણકારોને જાણકારી નહોતી. આ વેચાણ ખોટી રીતે કરવામાં આવ્યું હતું અને તેની અસર રિલાયન્સ પેટ્રોલિયમના શેરને થઇ હતી. જેનાથી રોકાણકારોને નુકસાન થયું હતું. 

સેબીએ 24 માર્ચ 2017 ના રોજ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ અને 12 પ્રમોટર્સને 447 કરોડ રૂપિયા જમા કરાવવા કહ્યું હતું. આ ઉપરાંત શેર ટ્રેડિંગ પર રોક લગાવી દીધી હતી. કંપનીએ આ સામે સિક્યુરિટીઝ અલીટ ટ્રિબ્યૂનલમાં અપીલ કરી હતી. નવેમ્બર 2020 માં ટ્રિબ્યૂનલે સેબીના ફેંસલાને યોગ્ય ગણાવીને કંપનીની અપીલ ફગાવી દીધી હતી. હવે દંડીટ  કંપનીઓ આ મુદ્દે સુપ્રીમ કોર્ટમાં જશે એવું કહેવાય રહ્યું છે.

Campa Cola: કોલ્ડ ડ્રિંક્સનો કિંગ કોણ? કેમ્પા કોલાની તાકાત સામે કોક-પેપ્સીનું સામ્રાજ્ય જોખમમાં, જાણો અંબાણીનો માસ્ટર પ્લાન.
PM SVANidhi: PM SVANidhi: શું પૈસાના અભાવે ધંધો અટકી પડ્યો છે? હવે ગેરંટી વગર સરકાર આપશે ₹90,000, જાણો આખી પ્રોસેસ
Benjamin Netanyahu: ભારત-ઇઝરાયલ મૈત્રી વધુ મજબૂત થશે; વડાપ્રધાન બેન્જામિન નેતાન્યાહૂ ટૂંક સમયમાં ભારતની મુલાકાતે
Crypto Market Crash: ક્રિપ્ટોકરન્સીમાં કોહરામ: રોકાણકારોની જંગી વેચવાલીથી બજાર તૂટ્યું, જાણો માર્કેટ ક્રેશ પાછળનું મોટું કારણ
Exit mobile version