News Continuous Bureau | Mumbai
સેબીએ (SEBI) મંગળવારે રાત્રે કાર્વી સ્ટોક બ્રોકિંગ લિમિટેડ કૌભાંડ કેસમાં બેદરકારી બદલ BSE પર રૂ. 3 કરોડ અને NSE પર રૂ. 2 કરોડનો દંડ ફટકાર્યો છે.
સેબીએ NSE અને BSE એ કાર્વી સ્ટોક બ્રોકિંગ (Karvy Stock Broking scandal) અને મામલાની તપાસમાં અનિયંત્રિતતાના ભાગરૂપે ગ્રાહકોની સિક્યોરિટીઝના ગેરઉપયોગને રોકવા માટે સમયસર પગલાં લીધા ન હોવાને કારણે આ દંડ ફટકારવામાં આવ્યો છે.
સેબીના આ આદેશમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે એક્સ્ચેન્જોએ પાછલા વર્ષો દરમિયાન બ્રોકર એટલે કે કાર્વી સ્ટોક બ્રોકિંગની ગતિવિધિઓ તપાસવામાં અનિયંત્રિતતા દાખવી છે.
ઉલ્લેખનીય છે કે આ બ્રોકરેજ કંપની પર 2000 કરોડ રૂપિયાના કૌભાંડનો આરોપ છે. જે દેશમાં અત્યાર સુધીનું સૌથી મોટું ઈક્વિટી બ્રોકર કૌભાંડ (Equity broker scam) છે.
આ સમાચાર પણ વાંચો : વારા પછી વારો, તારા પછી મારો. પેટ્રોલ-ડીઝલ પછી સીએનજી અને પીએનજીના ભાવમાં વધારો થયો. જાણો મુંબઈમાં શું છે આજનો ભાવ….