News Continuous Bureau | Mumbai
SEBI : માર્કેટ રેગ્યુલેટર સેબીએ શેરબજારમાં ( stock market ) હેરાફેરી કરનારાઓને પકડીને પાઠ ભણાવવા માટે હવે ફુલપ્રૂફ તૈયારીઓ કરી છે. જેના કારણે આવા કામ કરનારા ઝડપથી પકડાશે અને માર્કેટમાં થતી ગેરરીતિઓ પર પણ અંકુશ આવશે. ખાસ વાત એ છે કે સેબી આ હેરાફેરી કરનારા દલાલોને પકડવા માટે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ એટલે કે AIનો ઉપયોગ કરશે.
માર્કેટ રેગ્યુલેટર સેબીના એક સભ્યે શનિવારે એક કાર્યક્રમ દરમિયાન આ વાતનો ખુલાસો કર્યો છે. શેરબજારમાં હેરાફેરી કરનારને રોકવામાં AI ની ભૂમિકા અંગેના પ્રશ્નના જવાબમાં તેમણે કહ્યું હતું કે, સેબીએ તેનો ઉપયોગ શરૂ કરી દીધો છે. મિડીયા રિપોર્ટ અનુસાર, શેરબજારમાં હેરાફેરી અને અનિયમિતતાઓ પર કાર્યવાહી કરવા માટે તેમજ તપાસ ( AI investigation ) માટે AIનો ઉપયોગ કરી રહ્યા છીએ અને આ સિવાય અન્ય ઘણા હેતુઓ માટે પણ તેનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.
આ કાર્યને આગળ ધપાવવા માટે રોકાણકારોનો વિશ્વાસ જરૂરી છે..
માર્કેટ રેગ્યુલેટર સેબીના એક સભ્યે દિલ્હીમાં એસોસિયેશન ઓફ નેશનલ એક્સચેન્જ મેમ્બર્સ ઓફ ઈન્ડિયા ( ANMI ) ની 13મી ઈન્ટરનેશનલ કોન્ફરન્સ દરમિયાન સેબી દ્વારા AIના ઉપયોગ વિશે આ મોટી માહિતી શેર કરી હતી. તેમણે વાજબી ટ્રેડિંગ ( Trading ) વાતાવરણ જાળવવા અંગે સેબીના વલણને સમર્થન આપ્યું હતું, બજારની પારદર્શિતા અને મેનીપ્યુલેશનને રોકવાના મહત્વ પર પણ ભાર મૂક્યો હતો, અને મેનીપ્યુલેશન અને AI ના ઉપયોગને રોકવા માટે લેવામાં આવેલા અન્ય પગલાં સમજાવ્યા હતા. સેબીના સભ્યએ વધુમાં કહ્યું હતું કે, નિયમનકારે ગુનેગારો પર કાર્યવાહી કરવા અને સિક્યોરિટીઝ માર્કેટમાં ( securities market ) પારદર્શિતાને પ્રોત્સાહન આપવા તેમજ ગેરવર્તણૂકને રોકવાના હેતુથી આવી પહેલોને અમલમાં મૂકવા માટે સતત પગલાં લેવાય રહ્યા છે.
આ સમાચાર પણ વાંચો : Pune: પુણે પોલીસે રુ. 3700 કરોડનું મ્યાઉં- મ્યાઉં ડ્રગ જપ્ત કર્યું, ફેક્ટરીના માલિક સહિત નવ લોકોની ધરપકડ
સેબી દ્વારા લેવાયેલા પગલાંનો ઉલ્લેખ કરતાં સેબીએ વધુમાં નિવેદન આપતા કહ્યું હતું કે, શેરબજારમાં રોકાણકારોના ( investors ) ભરોસા અને વિશ્વાસ અંગે જણાવ્યું હતું કે, આ કાર્યને આગળ ધપાવવા માટે રોકાણકારોનો વિશ્વાસ જરૂરી છે, કારણ કે જો રોકાણકારોને રોકાણમાં ભરોસો જ નહીં મળે. તો બધું નિષ્ફળ જશે. તેમણે આગળ કહ્યું હતું કે, હાલ બજારમાં હાજર કેટલાક દલાલો હેરાફેરીમાં સામેલ હોઈ શકે છે. તેથી હવે બ્રોકર સમુદાયે પણ આના પર કડક નજર રાખવી જોઈએ, કારણ કે કેટલાક લોકોને કારણે સંપુર્ણ સિસ્ટમ પર ખરાબ થવાનો દાગ લાગી શકે છે. તેથી બજારની આવી હેરાફેરી અટકાવવા ટેકનોલોજીનો ઉપયોગ કરવાના મહત્વ પર ભાર મૂકવામાં આવ્યો છે.
શેરબજારમાં અનિયમિતતા રોકવા અને પારદર્શિતા વધારવા સેબી સતત પગલાં લઈ રહી છે. સેબીના સભ્યએ કહ્યું હતું કે, આ દિશામાં એક મોટું પગલું લઈને AIનો ઉપયોગ શરૂ કરવામાં આવ્યો છે. પરંતુ આ સાથે તેમણે કહ્યું કે આ પહેલમાં દલાલોને પણ સલાહ આપવામાં આવી છે. તેમજ બજારના નિયમોનું પાલન કરવાથી લાભ મળશે, જ્યારે તેનું ઉલ્લંઘન કરવાથી તેના પ્રતિકૂળ પરિણામો આવશે.