News Continuous Bureau | Mumbai
Share Market : ભારતીય શેરબજાર (Indian Share Market) માટે આજનો દિવસ ખૂબ જ ઐતિહાસિક છે. નેશનલ સ્ટોક એક્સચેન્જ ઇન્ડેક્સ નિફ્ટી (Nifty) પ્રથમ વખત 20,000નો આંકડો પાર કરવામાં સફળ રહ્યો છે. નિફ્ટીને 19,000 થી 20,000ના આંકડાને સ્પર્શવા માટે કુલ 52 ટ્રેન્ડીંગ સેશન લાગ્યા. અદાણી ગ્રૂપ ( Adani Group) ના શેરો અને બેન્કિંગ શેરોમાં ખરીદીને કારણે નિફ્ટીએ આ માઈલસ્ટોન હાંસલ કર્યો છે. તે જ સમયે, BSE સેન્સેક્સ (Sensex) ફરી એકવાર 67,000 ને પાર કરવામાં સફળ રહ્યો છે. આજના કારોબારના અંતે BSE સેન્સેક્સ 550 પોઈન્ટના ઉછાળા સાથે 67,156 પર અને નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 180 પોઈન્ટના ઉછાળા સાથે 20,000ની સપાટીએ બંધ રહ્યો હતો.
નિફ્ટી પ્રથમ વખત 20,000ને પાર
શેરબજારમાં સ્થાનિક અને વિદેશી રોકાણકારો (Investors) ની જોરદાર ખરીદીને કારણે નિફ્ટી 180 પોઈન્ટ વધીને 20,000નો ઐતિહાસિક આંકડો પાર કરવામાં સફળ રહ્યો હતો. નિફ્ટી 20008 પોઈન્ટ પર પહોંચી ગયો. નિફ્ટીને 19,000 થી 20,000ના આંકડાને સ્પર્શવા માટે કુલ 52 ટ્રેન્ડીંગ સેશન લાગ્યા.
સેક્ટરની સ્થિતિ
શેરબજારમાં આજે મીડિયા સિવાય તમામ સેક્ટરના શેરો ઉછાળા સાથે બંધ થયા હતા. બેંકિંગ શેરોમાં સૌથી વધુ ખરીદારી જોવા મળી છે. બેંક નિફ્ટી 414 પોઈન્ટના ઉછાળા સાથે 45,570 પોઈન્ટ પર બંધ રહ્યો હતો. જ્યારે આઈટી, ઓટો, એનર્જી, એફએમસીજી, મેટલ્સ, ફાર્મા, હેલ્થકેર જેવા સેક્ટરના શેર લીલા નિશાનમાં બંધ થયા હતા. મિડ કેપ શેરોમાં જોરદાર ખરીદી જોવા મળી છે, જેના કારણે નિફ્ટી મિડ કેપ ઈન્ડેક્સ 466 પોઈન્ટના ઉછાળા સાથે 41,444 પોઈન્ટ પર બંધ થયો છે. સ્મોલ કેપ ઈન્ડેક્સ 170 પોઈન્ટના ઉછાળા સાથે 12,982 પોઈન્ટ પર બંધ રહ્યો હતો. નિફ્ટીના 50 શેરોમાંથી 45 શેર ઉછાળા સાથે બંધ થયા જ્યારે 5 શેરો નુકસાન સાથે બંધ થયા. જ્યારે સેન્સેક્સના 30 શેરોમાંથી 28 શેર ઉછાળા સાથે બંધ થયા હતા અને માત્ર બે જ નુકસાન સાથે બંધ થયા હતા.
આ સમાચાર પણ વાંચો : Mumbai Local : મોતને ખુલ્લું આમંત્રણ! ચાલતી ટ્રેનના દરવાજે લટકીને યુવકે કર્યો ખતરનાક સ્ટંટ! જુઓ વાયરલ વિડીયો..
ઐતિહાસિક સ્તરે BSE માર્કેટ કેપ
શેરબજારમાં મજબૂત ઉછાળાને કારણે રોકાણકારોની સંપત્તિમાં ભારે વધારો થયો છે. BSE પર લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ રૂ. 324.25 લાખ કરોડ સુધી પહોંચી ગયું છે, જે છેલ્લા ટ્રેન્ડિંગ સેશનમાં રૂ. 320.92 લાખ કરોડ હતું. આજના ટ્રેડિંગ સેશનમાં માર્કેટ કેપમાં રૂ. 3.33 લાખ કરોડનો ઉછાળો જોવા મળ્યો હતો.