Site icon

Share Market Closing : શેરબજારમાં જોરદાર તેજી, સેંસેક્સ 84000 અને નિફ્ટી 25700 ને પાર, આ શેર રોકાણકારોને બનાવ્યા માલામાલ..

Share Market Closing : ભારતીય શેરબજારો આજે 20 સપ્ટેમ્બરે નવી ઊંચાઈએ બંધ થયા છે. સેન્સેક્સે 1,360 પોઈન્ટના ઉછાળા સાથે પ્રથમ વખત 84,000ની સપાટી વટાવી હતી. આ સાથે જ નિફ્ટી પણ 25,800ને પાર કરીને નવા ઓલ ટાઈમને સ્પર્શ્યો હતો. રોકાણકારોને પણ આ તેજીનો મોટો ફાયદો થયો અને તેમની સંપત્તિમાં લગભગ રૂ. 6.5 લાખ કરોડનો વધારો થયો.

Share Market Closing Sensex up 1360pts, ends above 84,500; Nifty near 25,800 amid broad gains

Share Market Closing Sensex up 1360pts, ends above 84,500; Nifty near 25,800 amid broad gains

News Continuous Bureau | Mumbai 

Share Market Closing : અમેરિકન બજારોમાં જોવા મળેલા શાનદાર ઉછાળા બાદ આજે ભારતીય શેરબજારમાં પણ જોરદાર ઉછાળો જોવા મળ્યો છે. સપ્તાહના છેલ્લા દિવસે એટલે કે શુક્રવારે BSE સેન્સેક્સ 1359.51 પોઈન્ટના વધારા સાથે 84,544.31 પોઈન્ટની નવી ઓલ ટાઈમ હાઈ પર બંધ રહ્યો છે. એ જ રીતે NSE નિફ્ટી પણ 375.15 પોઈન્ટના વધારા સાથે 25,790.95 પોઈન્ટની નવી ઓલ ટાઈમ હાઈએ બંધ રહ્યો છે. આ જોરદાર ઉછાળા વચ્ચે, BSE સેન્સેક્સ ફરી એકવાર આજે 84,694.46 પોઈન્ટ અને નિફ્ટી 50 25,849.25 પોઈન્ટ પર પહોંચીને તેની નવી ઓલ-ટાઇમ હાઈને સ્પર્શી ગયો છે.

Join Our WhatsApp Community

Share Market Closing સેન્સેક્સ અને નિફ્ટીના મોટાભાગના શેરોમાં તેજી 

આજે શુક્રવારે સેન્સેક્સની 30માંથી 26 કંપનીઓના શેર લીલા નિશાનમાં અને 4 કંપનીઓના શેર લાલ નિશાનમાં બંધ થયા છે. એ જ રીતે નિફ્ટી 50માં 50માંથી 44 કંપનીઓના શેર લીલા નિશાનમાં અને 6 કંપનીઓના શેર લાલ નિશાનમાં બંધ થયા છે.

Share Market Closing આ શેર્સમાં રોકેટ જેવી વૃદ્ધિ  

સેન્સેક્સની 30 કંપનીઓમાં મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાના શેરમાં આજે સૌથી વધુ 5.37 ટકાનો વધારો નોંધાયો હતો. આ સિવાય ICICI બેન્કના શેરમાં 4.47 ટકા, JSW સ્ટીલના 3.85 ટકા, લાર્સન એન્ડ ટુબ્રોના 2.95 ટકા, ભારતી એરટેલના 2.65 ટકા, નેસ્લે ઇન્ડિયાના 2.51 ટકા, અદાણી પોર્ટ્સના શેરમાં 2.49 ટકા, હિન્દુસ્તાન યુનિલિવરના શેરમાં 2.09 ટકાનો વધારો નોંધાયો છે.

Share Market Closing આ શેરોએ  રોકાણકારોને કરાવી કમાણી 

આ સિવાય કોટક મહિન્દ્રા બેંક, ટેક મહિન્દ્રા, મારુતિ સુઝુકી, ટાટા સ્ટીલ, એચડીએફસી બેંક, પાવરગ્રીડ, એચસીએલ ટેક, બજાજ ફિનસર્વ, અલ્ટ્રાટેક સિમેન્ટ, આઈટીસી, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, સન ફાર્મા, ઈન્ફોસીસ, ટાટા મોટર્સ, એક્સિસ બેંક, એનટીપીસીના શેરો લીલામાં છે. જ્યારે બજાજ ફાઈનાન્સ, ટીસીએસ, ઈન્ડસઈન્ડ બેંક અને સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાના શેર ખોટમાં બંધ થયા હતા. SBIના શેર મહત્તમ 1.07 ટકાના ઘટાડા સાથે બંધ થયા છે.

આ સમાચાર પણ વાંચો : Vodafone Idea shares : સુપ્રીમ કોર્ટે ટેલિકોમ કંપનીઓની AGR સંબંધિત અરજી ફગાવી, વોડાફોન આઈડિયાના શેર ગગડ્યા..

Share Market Closing રોકાણકારોની સંપત્તિમાં  6.5 લાખ કરોડનો વધારો 

BSE પર લિસ્ટેડ કંપનીઓની કુલ માર્કેટ મૂડી આજે 20 સપ્ટેમ્બરના રોજ વધીને રૂ. 471.97 લાખ કરોડ થઈ છે, જે તેના અગાઉના ટ્રેડિંગ દિવસે એટલે કે ગુરુવાર, સપ્ટેમ્બર 19ના રોજ રૂ. 465.47 લાખ કરોડ હતી. આ રીતે, BSE માં લિસ્ટેડ કંપનીઓના માર્કેટ કેપમાં આજે લગભગ રૂ. 6.5 લાખ કરોડનો વધારો થયો છે. અથવા બીજા શબ્દોમાં કહીએ તો રોકાણકારોની સંપત્તિમાં લગભગ રૂ. 6.5 લાખ કરોડનો વધારો થયો છે.

 (ડિસ્ક્લેમરઃ અહીં રજૂ કરવામાં આવેલી માહિતી અન્ય મિડીયા પ્લેટફોર્મ પર પણ ઉપલબ્ધ છે તેમજ તેની સત્યતા સંદર્ભે અમે કોઈ દાવો કરતા નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)

Donald Trump Tariffs: મોંઘવારીથી મુક્તિ! ટ્રમ્પે ઘણી વસ્તુઓ પર ટેરિફ ઘટાડ્યા, હવે સસ્તી થઈ જશે આ ઘરવખરીની વસ્તુઓ
Terrible Blast at Srinagar: શ્રીનગરના નૌગામ પોલીસ સ્ટેશનમાં ભીષણ બ્લાસ્ટ, 9ના મોત અને આટલા લોકો થયા ઘાયલ, 300 ફૂટ દૂર મળ્યા માનવ અંગ
Bihar Election Result 2025 LIVE: બિહાર ચૂંટણી પરિણામ 2025 LIVE: શરૂઆતી વલણોમાં NDA આગળ, RJD આપી રહ્યું છે કડક ટક્કર
Bihar Election Result 2025 LIVE: બિહાર ચૂંટણી પરિણામ 2025 LIVE: શરૂઆતી વલણોમાં NDA આગળ, RJD આપી રહ્યું છે કડક ટક્કર.
Exit mobile version