Site icon

Share market News: લોકસભા ચૂંટણી પરિણામના દિવસે માર્કેટ ઉંધા માથે પટકાયું; રોકાણકારો રાતા પાણીએ રોયા; અધધ આટલા લાખ કરોડ ધોવાયા..

Share market News: ચૂંટણી પરિણામોના દિવસે મંગળવારે શેરબજારમાં મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે.

Share market News Sensex tanks over 1,600 pts, Nifty slides 2% as Lok Sabha vote counting gets under way

Share market News Sensex tanks over 1,600 pts, Nifty slides 2% as Lok Sabha vote counting gets under way

News Continuous Bureau | Mumbai 

Share market News: ચૂં ટણી પરિણામો વચ્ચે શેરબજારમાં મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે. માત્ર 45 મિનિટમાં સેન્સેક્સ 2800થી વધુ ઘટી ગયો હતો. ખાસ વાત એ છે કે જે સરકારી શેરો વેગ પકડી રહ્યા હતા. તે શેર સૌથી વધુ પડ્યા હતા. SBI, LIC અને HALની સાથે રેલવેના શેરમાં મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે.

Join Our WhatsApp Community

Share market News: બજારના રોકાણકારોને રૂ. 14 લાખ કરોડ ડૂબી ગયા.. 

શેરબજારમાં મોટા ઘટાડાથી બજારના રોકાણકારોને ભારે નુકસાન થયું છે. બીએસઈનું માર્કેટ કેપ શેરબજારના રોકાણકારોના નફા અને નુકસાન સાથે જોડાયેલું છે. માહિતી અનુસાર, સોમવારે BSEનું માર્કેટ કેપ 4,25,91,511.54 કરોડ રૂપિયા હતું. જ્યારે આજના ટ્રેડિંગ સેશન દરમિયાન તે રૂ. 4,11,64,440.20 કરોડ પર આવ્યો હતો. મતલબ કે આ સમયગાળા દરમિયાન બજારના રોકાણકારોને રૂ. 14,27,071.34 કરોડનું નુકસાન થયું છે.

આ પહેલા સોમવારે શેરબજારમાં જોરદાર ઉછાળો જોવા મળ્યો હતો. આ ઉછાળાનું મુખ્ય કારણ એક્ઝિટ પોલમાં ભાજપને મળેલી જંગી બહુમતી હતી. જેની અસર શેરબજારમાં તરત જ જોવા મળી હતી. સેન્સેક્સમાં 2500થી વધુ પોઈન્ટનો ઉછાળો જોવા મળ્યો હતો. તે જ સમયે, નિફ્ટીમાં પણ 3 ટકાથી વધુનો વધારો જોવા મળ્યો હતો. સોમવારે રોકાણકારોએ રૂ. 13.78 લાખ કરોડનો નફો કર્યો હતો.

(ડિસ્ક્લેમરઃ અહીં રજૂ કરવામાં આવેલી માહિતી અન્ય મિડીયા પ્રેલટફોર્મ પર પણ ઉપલબ્ધ છે તેમજ તેની સત્યતા સંદર્ભે અમે કોઈ દાવો કરતા નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)

India-Nepal Trade: અમેરિકન ટેરિફ ની વચ્ચે ભારત પર ‘ડબલ સ્ટ્રાઇક’! નેપાળ ની આંતરિક પરિસ્થિતિ છે જવાબદાર
Nepal Government: નેપાળ સરકારનો યુ-ટર્ન: વ્યાપક વિરોધ અને હિંસા બાદ સોશિયલ મીડિયા પરનો પ્રતિબંધ હટાવતા આપ્યું આવું કારણ
Nepal: નેપાળની ડૂબતી અર્થવ્યવસ્થા અને વધતા દેવાનો ફાયદો ઉઠાવી રહ્યું છે ચીન? જાણો ભારત માટે શું છે પડકારો
Vice Presidential Election: ઉપરાષ્ટ્રપતિ ચૂંટણી ના મતદાનથી દૂર રહેલા ત્રણ પક્ષો કોનું ગણિત બનાવશે, કોનું બગાડશે?
Exit mobile version