News Continuous Bureau | Mumbai
Share Market Record High:આજે ભારતીય શેરબજારમાં રેકોર્ડબ્રેક ઉછાળો જોવા મળ્યો છે. શેર બજારના બંને મુખ્ય સંચુકાકો સેન્સેક્સ અને નિફ્ટી આજે નવા શિખરો પર બંધ થયા હતા. ટ્રેડિંગના અંતે સેન્સેક્સ 1439.55 પોઈન્ટ અથવા 1.77 ટકાના વધારા સાથે 82,962.71 પર બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટી 470.45 પોઈન્ટ અથવા 1.89 ટકાના વધારા સાથે 25,388.90 ના સ્તર પર બંધ થયો હતો. આજે ઈન્ટ્રાડેમાં સેન્સેક્સે 1500 પોઈન્ટના ઉછાળા સાથે 83000 ની સપાટી વટાવી અને 83,116.19 ની સર્વકાલીન ઊંચી સપાટી બનાવી. નિફ્ટી પણ આજે 25,433.35ના ઓલ-ટાઇમ લેવલને સ્પર્શ્યો હતો.
Share Market Record High: મેટલ, એફએમસીજી, ઓટો શેરમાં ઉછાળો
આ સાથે જ મિડકેપ ઈન્ડેક્સ રેકોર્ડ હાઈ પર બંધ થયા છે. બીએસઈના તમામ સેક્ટર ઈન્ડાઈસિસમાં આજે ઉછાળો જોવા મળ્યો હતો. આઈટી અને બેન્કિંગ શેરોમાં સારી વૃદ્ધિ જોવા મળી હતી. જ્યારે ઓઈલ-ગેસ અને ફાર્મા ઈન્ડેક્સ વધીને બંધ થયા છે. મેટલ, એફએમસીજી, ઓટો શેરમાં ઉછાળો હતો. નિફ્ટી બેન્ક 762 પોઈન્ટ વધીને 51,772 પર બંધ થયો હતો, જ્યારે મિડકેપ 702 પોઈન્ટ વધીને 59,640 પર બંધ થયો હતો. આજના કારોબારમાં સેન્સેક્સના 30માંથી 29 શેરોમાં તેજી જોવા મળી હતી. નિફ્ટીના તમામ 50 શેરો વધારા સાથે બંધ થયા છે. નિફ્ટી બેન્કના 12માંથી 11 શેરમાં પણ વધારો જોવા મળ્યો હતો.
Share Market Record High: બજારે નવો ઈતિહાસ રચ્યો
વૈશ્વિક બજારમાં સકારાત્મક સંકેતોની અસર ગુરુવારે સવારે શેરબજાર પર જોવા મળી હતી અને તેણે મજબૂત શરૂઆત કરી છે. બોમ્બે સ્ટોક એક્સચેન્જનો 30 શેરવાળો સેન્સેક્સ 400 પોઈન્ટના વધારા સાથે ખુલ્યો હતો, જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી પણ 100 પોઈન્ટથી વધુના વધારા સાથે ખુલ્યો હતો. બપોરે 3:10 વાગ્યે એટલે કે બજાર બંધ થવાના 20 મિનિટ પહેલા, સેન્સેક્સ અને નિફ્ટીમાં એકાએક એટલો ઉછાળો આવ્યો કે તમામ રેકોર્ડ તૂટી ગયા અને બજારે નવો ઈતિહાસ રચ્યો. એક તરફ, ઇતિહાસમાં પ્રથમ વખત, સેન્સેક્સે 83,000 નો આંકડો પાર કર્યો, તો બીજી તરફ, નિફ્ટીએ 25,400 ને પાર કર્યો.
આ સમાચાર પણ વાંચો : બજાજ હાઉસિંગ ફાઇનાન્સ IPO માં જબરદસ્ત રોકાણ, આજે થશે શેર એલોટમેન્ટ; જાણો કેવી રીતે એલોટમેન્ટ સ્ટેટસ ચેક કરવું..
Share Market Record High: ઉછાળા પાછળ છે આ કારણો
શેરબજારમાં આજના ઉછાળા પાછળ ઘણા કારણો છે. અમેરિકા તરફથી અપેક્ષિત CPI ડેટા, ચીન દ્વારા વ્યાજદરમાં કાપની અપેક્ષા, ભારતમાં વિદેશી મૂડીરોકાણમાં વૃદ્ધિની અપેક્ષા અને યુએસ ફેડ દ્વારા વ્યાજદરમાં કાપની પ્રબળ શક્યતાએ આજે બજારમાં તેજીનું સેન્ટિમેન્ટ મજબૂત કર્યું હતું.
Share Market Record High: રોકાણકારોએ અધધ રૂ. 6 લાખ કરોડની કમાણી કરી
ટ્રેડિંગના છેલ્લા કલાક દરમિયાન શેરબજારમાં આવેલા આ તોફાની ઉછાળાને કારણે રોકાણકારોને પણ મજા પડી ગઈ હતી અને તેમની સંપત્તિમાં રૂ. 6 લાખ કરોડથી વધુનો વધારો થયો હતો. હકીકતમાં, BSE પર લિસ્ટેડ તમામ કંપનીઓનું માર્કેટ કેપિટલાઇઝેશન (BSE MCap) રૂ. 6.6 લાખ કરોડ વધીને રૂ. 467.36 લાખ કરોડ થયું છે.
(ડિસ્ક્લેમરઃ અહીં રજૂ કરવામાં આવેલી માહિતી અન્ય મિડીયા પ્લેટફોર્મ પર પણ ઉપલબ્ધ છે તેમજ તેની સત્યતા સંદર્ભે અમે કોઈ દાવો કરતા નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)