Share Market Today| હોર્મુઝ સંકટની શેરબજાર પર ‘સ્ટ્રાઈક’! સેન્સેક્સનિફ્ટીમાં ભયાનક કડાકો, રોકાણકારોના લાખો કરોડ સ્વાહા

Share Market Today| ઈરાનઅમેરિકા વચ્ચે વધતા તણાવની સીધી અસર ભારતીય બજાર પર; સેન્સેક્સ 212 પોઈન્ટ અને નિફ્ટી 93 પોઈન્ટ નીચે ખૂલ્યા.

by Zalak Parikh
Share Market Today| હોર્મુઝ સંકટની શેરબજાર પર ‘સ્ટ્રાઈક’! સેન્સેક્સનિફ્ટીમાં ભયાનક કડાકો, રોકાણકારોના લાખો કરોડ સ્વાહા

 

News Continuous Bureau | Mumbai

Share Market Today| સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ દિવસે એટલે કે શુક્રવારે ભારતીય શેરબજારમાં નરમાશ જોવા મળી રહી છે. ઈરાન અને અમેરિકા વચ્ચે હોર્મુઝની સામુદ્રધુની (Strait of Hormuz) માં વધતા તણાવ અને ગોળીબારના અહેવાલોએ વૈશ્વિક બજાર સહિત દલાલ સ્ટ્રીટ પર પણ ફાળકો પાડી દીધો છે. આંતરરાષ્ટ્રીય સ્તરે અસ્થિરતાને કારણે રોકાણકારોમાં વેચવાલીનું દબાણ વધ્યું છે.

સેન્સેક્સ અને નિફ્ટીની નબળી શરૂઆત

શુક્રવારે સવારે BSE સેન્સેક્સ ૨૧૨ પોઈન્ટના ઘટાડા સાથે ૭૭,૬૩૧ ના સ્તર પર ખૂલ્યો હતો. તેવી જ રીતે, NSE નિફ્ટીમાં પણ ૯૩ પોઈન્ટનો ઘટાડો નોંધાયો હતો અને તેણે ૨૪,૨૩૩ ના સ્તર પર કારોબારની શરૂઆત કરી હતી. ક્રૂડ ઓઈલના ભાવ વધવાની આશંકા અને યુદ્ધની સ્થિતિને કારણે માર્કેટમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.

એશિયાઈ બજારોમાં ભારે વેચવાલી

માત્ર ભારત જ નહીં, પણ સમગ્ર એશિયાઈ બજારોમાં આજે સવારે ભારે ઉતાર-ચઢાવ અને વેચવાલીનું દબાણ જોવા મળ્યું હતું. દક્ષિણ કોરિયાનો કોસ્પી (Kospi) ૧.૮૮ ટકા ગગડ્યો હતો, જ્યારે જાપાનનો નિક્કી (Nikkei 225) પણ ૦.૬૨ ટકા નીચે સરકી ગયો હતો. હોંગકોંગના હેંગસેંગ (Hang Seng) ઈન્ડેક્સ ફ્યુચર્સમાં પણ ઘટાડો નોંધાયો હતો. રોકાણકારોને ડર છે કે જો તણાવ વધશે તો મોંઘવારીમાં મોટો ઉછાળો આવી શકે છે.

અમેરિકન બજારમાં પણ કડાકો

ગુરુવારે અમેરિકન શેરબજાર પણ ઘટાડા સાથે બંધ રહ્યું હતું. બ્રેન્ટ ક્રૂડના ભાવ ફરી એકવાર ૧૦૨ ડોલર પ્રતિ બેરલને પાર કરી જતાં મોંઘવારી વધવાનો ડર સતાવી રહ્યો છે. S&P 500 ઈન્ડેક્સ ૦.૩૮ ટકા અને ડાઉ જોન્સ (Dow Jones) ૦.૬૩ ટકા ઘટીને બંધ થયા હતા. હોર્મુઝમાં અમેરિકન જહાજો પર ગોળીબાર બાદ ઉભી થયેલી સ્થિતિની અસર અત્યારે સીધી રીતે આર્થિક જગત પર પડી રહી છે.

👉 આ સમાચાર વાચો:
Maharashtra SSC Result 2026। નોંધી લો લિંક! મહારાષ્ટ્ર બોર્ડ SSC પરિણામની ઘડીઓ ગણાઈ રહી છે, ઓનલાઈન અને ઓફલાઈન રિઝલ્ટ જોવાની સંપૂર્ણ વિગત

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More