Site icon

Stock Market Investors: ભારતના શેરબજારના 50% થી વધુ રોકાણકારો આ 6 રાજ્યોમાંથી જ આવે છે..

Stock Market Investors: છેલ્લા 9 વર્ષમાં ભારતમાં શેરબજારમાં રોકાણકારોની સંખ્યામાં 389 ટકાનો વધારો થયો છે. ગુજરાત, ઉત્તર પ્રદેશથી લઈને કર્ણાટક સુધીના રોકાણકારોએ શેરબજારમાં અઢળક નાણા રોક્યા છે. તો ઉત્તર પ્રદેશ (યુપી)માં પણ રોકાણકારોની સંખ્યામાં રેકોર્ડ વધારો જોવા મળ્યો છે

Stock Market Investors More than 50% of the investors in India's stock market come from these 6 states only.

Stock Market Investors More than 50% of the investors in India's stock market come from these 6 states only.

News Continuous Bureau | Mumbai 

Stock Market Investors: શેરબજારમાં રોકાણકારોની સંખ્યા દરરોજ વધતી જ જઈ રહી છે. જો આપણે માસિક આંકડાઓ પર નજર કરીએ તો, દર મહિને ડીમેટ એકાઉન્ટ ખોલનારા લોકોની સંખ્યા વધી જ રહી છે. નાણાકીય વર્ષ 2015 થી, ભારતીય શેરબજારમાં ( Indian stock market )  રોકાણકારોની સંખ્યામાં ભારે વધારો થયો છે. નેશનલ સ્ટોક એક્સચેન્જ ( NSE ) ના ડેટા અનુસાર, 31 જાન્યુઆરી, 2024 સુધીમાં દેશમાં 87 મિલિયન રોકાણકારો હતા, જ્યારે માર્ચ 2015માં 17.9 મિલિયન રોકાણકારો જ હતા. 

Join Our WhatsApp Community

ડેટા અનુસાર, છેલ્લા 9 વર્ષમાં ભારતમાં શેરબજારમાં રોકાણકારોની ( Investors ) સંખ્યામાં 389 ટકાનો વધારો થયો છે. ગુજરાત, ઉત્તર પ્રદેશથી લઈને કર્ણાટક સુધીના રોકાણકારોએ શેરબજારમાં અઢળક નાણા રોક્યા છે. તો ઉત્તર પ્રદેશ (યુપી)માં પણ રોકાણકારોની સંખ્યામાં રેકોર્ડ વધારો જોવા મળ્યો છે. જેમાં નવેમ્બર 2022માં ગુજરાતને પાછળ છોડીને યુપી બીજા ક્રમે પહોંચી ગયું હતું.

 મહારાષ્ટ્ર 17.4% હિસ્સા સાથે ટોચ પર છે..

એક રિપોર્ટ મુજબ, ઉત્તર પ્રદેશના લોકો રેકોર્ડ સ્તરે શેરબજારમાં પ્રવેશી રહ્યા છે. જો છેલ્લા કેટલાક વર્ષોના આંકડાઓ પર નજર કરીએ તો, નાણાકીય વર્ષ 2014માં 6.9%ની સરખામણીમાં હાલમાં રોકાણકારોની સંખ્યા વધીને 10.7% થઈ ગઈ છે. જાન્યુઆરી 2024 સુધીમાં યુપીમાંથી અંદાજે 9.36 મિલિયન રોકાણકારો હતા. જો કે માર્ચ 2015માં યુપીમાં માત્ર 1.24 મિલિયન રોકાણકારો જ હતા.

આ સમાચાર પણ વાંચો : Weather Update: મુંબઈમાં ફરી ઠંડીનો અનુભવ! પવનના સુસવાટા સાથે ઠંડીનું જોર વધ્યું, હજી બે દિવસ ઠંડી વધવાની શક્યતાઃ હવામાન વિભાગ અહેવાલ..

તેમજ મહારાષ્ટ્ર 17.4% હિસ્સા સાથે ટોચ પર છે. નાણાકીય વર્ષ 2015માં તેનો કુલ હિસ્સો 19.9% રહ્યો ​​હતો. તો 31 જાન્યુઆરી, 2024 સુધીમાં, મહારાષ્ટ્રમાં સ્ટોક માર્કેટમાં 15.3 મિલિયન રોકાણકારો હતા, જ્યારે 31 માર્ચ, 2015ના રોજ આ સંખ્યા 3.55 મિલિયન હતી. તેથી ગુજરાત (9%), પશ્ચિમ બંગાળ (5.6%), કર્ણાટક (5.6%) અને રાજસ્થાન (5.6%). એકંદરે, લગભગ 54% નોંધાયેલા સ્ટોક માર્કેટ રોકાણકારો આ 6 રાજ્યોમાંથી આવે છે.

ડેટામાં વધુમાં જણાવ્યા અનુસાર, તામિલનાડુમાં 4.86 મિલિયન નોંધાયેલા સ્ટોક માર્કેટ ( Share Market ) રોકાણકારો છે . આ પછી મધ્યપ્રદેશ 4.18 મિલિયન, આંધ્રપ્રદેશ 4.05 મિલિયન, દિલ્હી 40.50 લાખ અને બિહાર 3.59 મિલિયન છે. જો કે, નાણાકીય વર્ષ 2015 માં, 294,000 રોકાણકારો સાથે બિહારનો હિસ્સો માત્ર 1.6% હતો.

(ડિસ્ક્લેમરઃ અહીં રજૂ કરવામાં આવેલી માહિતી અન્ય મિડીયા પ્રેલટફોર્મ પર પણ ઉપલબ્ધ છે તેમજ તેની સત્યતા સંદર્ભે અમે કોઈ દાવો કરતા નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)

Amazon Layoffs: એમેઝોન લે-ઓફ: કંપનીએ જણાવ્યું મોટા પાયે કર્મચારીઓની છટણીનું કારણ
LPG: નિયમોમાં ફેરફાર: LPG, આધાર કાર્ડથી GST સુધી… આજથી લાગુ થતા આ મોટા નિયમો, તમારા માસિક બજેટ પર થશે અસર
Gold Price: સોના-ચાંદીના ભાવ ગગડ્યા! ૧૩ દિવસમાં સોનું ૧૧,૬૨૧ અને ચાંદી ૩૨,૫૦૦ સસ્તી, જાણો આજના લેટેસ્ટ રેટ.
UPI Help: UPI માં હવે કોઈ સમસ્યા નહીં! NPCIનું નવું ‘UPI હેલ્પ’ AI કેવી રીતે કરશે તમારા વ્યવહારોને સરળ?
Exit mobile version