Sharvari Godrej Professional: શર્વરી બની ગોદરેજ પ્રોફેશનલની પ્રથમ બ્રાન્ડ એમ્બેસેડર

Sharvari Godrej Professional: બ્રાન્ડે હેર સ્ટાઈલિસ્ટ્સની નિપુણતાની ઉજવણી કરી અને ગોદરેજ પ્રોફેશનલ સ્પોટલાઈટ એવોર્ડના વિજેતાઓની ઘોષણા કરી

by Akash Rajbhar
Sharvari becomes Godrej Professional's first brand ambassador

News Continuous Bureau | Mumbai

• બ્રાન્ડે હેર સ્ટાઈલિસ્ટ્સની નિપુણતાની ઉજવણી કરી અને ગોદરેજ પ્રોફેશનલ સ્પોટલાઈટ એવોર્ડના વિજેતાઓની ઘોષણા કરી

Sharvari Godrej Professional: મુંબઈ, 18 ડિસેમ્બર, 2024: ગોદરેજ કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ લિમિટેડ (GCPL) હેઠળ હેર કલર અને હેર કેર ઓફર કરતી અગ્રણી પ્રોફેશનલ હેર બ્રાન્ડ, ગોદરેજ પ્રોફેશનલ બોલિવૂડની ઉભરતી અભિનેત્રી શર્વરીની તેની પ્રથમ બ્રાન્ડ એમ્બેસેડર બનવાની ઘોષણા કરી. આ ઘોષણા, રાષ્ટ્રીય મંચ પર હેરસ્ટાઈલિસ્ટની ઉજવણી કરતા પ્લેટફોર્મ ગોદરેજ પ્રોફેશનલ સ્પોટલાઇટના ગ્રાન્ડ ફિનાલેમાં કરવામાં આવી. મુંજ્યા, મહારાજ અને વેદ જેવી ફિલ્મોમાં તેણીના ઉત્તમ અભિનય માટે પ્રતિષ્ઠિત, શર્વરી એ બ્રાન્ડના સ્ટાઇલ, આત્મવિશ્વાસ અને સશક્તિકરણ પ્રત્યેના સમર્પણને સંપૂર્ણ રીતે પ્રતિબિંબિત કરે છે. તેણીની ફેશન-ફોરવર્ડ વ્યક્તિત્વ અને સ્વભાવ ગોદરેજ પ્રોફેશનલ સાથે શ્રેષ્ઠ રીતે સંરેખિત છે, જે તેણીને બ્રાન્ડનો આદર્શ ચહેરો બનાવે છે.

Sharvari becomes Godrej Professional's first brand ambassador

આ પ્રગતિ અંગે ટિપ્પણી કરતાં, ગોદરેજ કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ લિમિટેડ (GCPL)ના જનરલ મેનેજર અભિનવ ગ્રાંધીએ જણાવ્યું હતું કે, “શર્વરીને ગોદરેજ પ્રોફેશનલની પ્રથમ બ્રાન્ડ એમ્બેસેડર બનાવીને અમે ખુબ જ ઉત્સાહિત છીએ. એક ફેશન અને સ્ટાઇલ આઇકોન તરીકે, લાખો લોકો શર્વરીની સ્ટાઇલ અને ગ્રેસની અદભુત સમજ માટે તેને અનુસરે છે. હેર અને બ્યુટી ઇન્ડસ્ટ્રીમાં પ્રગતિ અને વિસ્તરણ કરવાનું ચાલુ રાખવા દરમિયાન,ગોદરેજ પ્રોફેશનલ સાથે શર્વરીનું જોડાણ ખુબ જ મહત્વપૂર્ણ છે.”

આ સમાચાર પણ વાંચો  : Reverse prediabetes now: માધવી શિલ્પીનું ક્રાંતિકારી પુસ્તક ‘રિવર્સ પ્રિડાયાબિટીસ નાઉ’ મુંબઈમાં લોન્ચ થયું

આ જોડાણ વિશે પોતાનો ઉત્સાહ વ્યક્ત કરતાં શર્વરીએ કહ્યું, “ગોદરેજ પ્રોફેશનલની પ્રથમ બ્રાન્ડ એમ્બેસેડર બનવું એ મારા માટે સન્માનની વાત છે. ગોદરેજ 120 વર્ષથી વધુ સમયથી ભારતીય પરિવારોમાં એક વિશ્વસનીય નામ રહ્યું છે, જેણે દેશભરમાં હેર કલર શ્રેણીમાં અદભુત ક્રાંતિ લાવી છે. ગોદરેજ તેમના નવીન અને ઉચ્ચ-ગુણવત્તાવાળા હેર કલર રેન્જ, જેમ કે ડાયમેન્શન અને કલરપ્લે માટે પ્રતિષ્ઠિત છે. વાળ હંમેશા મારી સ્ટાઇલના અભિન્ન ભાગ રહ્યા છે – પછી ભલે હું સ્ક્રીન પર કોઈ પાત્ર ભજવી રહી હોવ કે પછી રેડ કાર્પેટ પર ચાલી રહી હોવ. જ્યારે ગોદરેજ પ્રોફેશનલની બ્રાન્ડ એમ્બેસેડર બનવા માટે મારો સંપર્ક કરવામાં આવ્યો, ત્યારે હું ખુબ જ ઉત્સાહિત થઇ કારણ કે આ બ્રાન્ડ મારી પર્સનલ સ્ટાઇલને ખુબ જ અનુરૂપ છે.”

2025ના ટ્રેન્ડિંગ હેર કલર અને સ્ટાઇલ લુક્સ દર્શાવતા, શર્વરીએ શોસ્ટોપર તરીકે રેમ્પવોલ્ક કર્યું. આ અદભૂત શોકેસ ગોદરેજ પ્રોફેશનલની પ્રતિભાશાળી ત્રિપુટી- યિયાન્ની ત્સાપાતોરી, ક્રિએટિવ ડિરેક્ટર – હેર; શૈલેષ મૂળ્યા, નેશનલ ટેકનિકલ હેડ; અને નજીબ-ઉર-રહેમાન, ટેકનિકલ એમ્બેસેડર દ્વારા તૈયાર કરવામાં આવ્યો હતો. ગોદરેજ પ્રોફેશનલે તેના હેર કલરની ડાયમેન્શન અને કલરપ્લે રેન્જ પણ પ્રદર્શિત કરી.

બ્રાન્ડ એમ્બેસેડરની ઘોષણા સાથે, ગોદરેજ પ્રોફેશનલએ રાષ્ટ્રીય મંચ પર હેરસ્ટાઈલિસ્ટની સર્જનાત્મકતાની ઉજવણી કરતા પ્લેટફોર્મ, સ્પોટલાઈટના વિજેતાઓની પણ ઘોષણા કરી. પ્રાપ્ત થયેલી 400+ એન્ટ્રીઓમાંથી; 30 ફાઇનલિસ્ટે ભવ્ય હેર શોમાં વિશિષ્ટ હેર કલરનું પ્રદર્શન કર્યું. રાજકોટ સ્થિત બોનાન્ઝા બ્યુટી લાઉન્જના ભાવિન બાવળિયાએ પ્રથમ સ્થાન મેળવ્યું, જેના માટે તેમને રૂ. 5 લાખ અને સેલિબ્રિટી સાથે સહયોગ કરવાની તક મળી, જે તેમની કારકિર્દીમાં એક અદભુત ઉપલબ્ધી બની. કોલકાતાની કાઈક્સો એકેડમીની પ્રિયંકા સિન્હાએ બીજું સ્થાન મેળવ્યું, જેના માટે તેમને રૂ. 2.5 લાખ આપવામાં આવ્યા જ્યારે બેંગલુરુના લલતલાન કિમી – લવ સલૂને ત્રીજું સ્થાન મેળવ્યું, જેના માટે તેમને રૂ. 1.5 લાખ આપવામાં આવ્યા. સેલિબ્રિટી સ્ટાઈલિશ યિયાન્ની ત્સાપાતોરી, (ક્રિએટિવ ડિરેક્ટર – હેર, ગોદરેજ પ્રોફેશનલ); મોનિકા બહલ (બ્યુટી એન્ડ વેલનેસ સેક્ટર સ્કિલ કાઉન્સિલના સીઈઓ); અને કનિષ્ક રામચંદાની (એડિટર, પ્રોફેશનલ બ્યુટી હેરડ્રેસર જર્નલ ઈન્ડિયા) એ સ્પેશિયલ ગેસ્ટ જ્યુરી – અભિનેત્રી અદા ખાન અને હેલી શાહ સાથે વિજેતાઓની પસંદગી કરી.

આ સમાચાર પણ વાંચો  :Uorfi javed: ઉર્ફી જાવેદે સ્વીકારી તેના આઉટફિટ ને લઈને મળેલી ચેલેન્જ, પછી શું થયું તેના માટે જુઓ અભિનેત્રી નો વિડીયો

સ્પોટલાઈટ દ્વારા, 30 શોર્ટલિસ્ટેડ હેર સ્ટાઈલિસ્ટોએ કૌશલ્ય વિકાસ અને સાહસિકતા મંત્રાલય હેઠળ નેશનલ કાઉન્સિલ ફોર વોકેશનલ એજ્યુકેશન એન્ડ ટ્રેઈનિંગ (NCVET)ની પુરસ્કૃત સંસ્થા, બ્યુટી એન્ડ વેલનેસ સેક્ટર સ્કિલ કાઉન્સિલ (B&WSSC) તરફથી ‘રેકગ્નિશન ઑફ પ્રાયર લર્નિંગ’ સર્ટિફિકેશન પ્રોગ્રામમાં ભાગ લીધો હતો. આ પ્રોગ્રામ દ્વારા, હેરસ્ટાઈલિસ્ટને નેશનલ સ્કીલ ક્વોલિફિકેશન ફ્રેમવર્ક (NSQF) સાથે સંરેખિત, ગવર્મેન્ટ ઓફ ઈન્ડિયા સર્ટિફિકેશન પ્રાપ્ત થયું. આ 30 હેર સ્ટાઈલિસ્ટ હવે આ પ્રમાણપત્રનો ઉપયોગ પોતાનો વ્યવસાય શરુ કરવા માટે લોન મેળવવા માટે કરી શકે છે. બ્યુટી એન્ડ વેલનેસ સેક્ટર સ્કિલ કાઉન્સિલ (B&WSSC) દ્વારા ગોદરેજ પ્રોફેશનલ સ્પોટલાઈટને ઈન્ડસ્ટ્રી ટ્રેડ પાર્ટનર તરીકે અને પ્રોફેશનલ બ્યુટી હેરડ્રેસર જર્નલ ઈન્ડિયા દ્વારા ટ્રેડ મીડિયા પાર્ટનર તરીકે સમર્થિત કરવામાં આવે છે.

બ્યુટી એન્ડ વેલનેસ સેક્ટર સ્કિલ કાઉન્સિલ (B&WSSC)ની સીઈઓ, મોનિકા બહલે આ પહેલની અસર પર ભાર મૂકતાં જણાવ્યું હતું કે, “ગોદરેજ પ્રોફેશનલ સ્પોટલાઈટ એ સમગ્ર ભારતમાં હેરસ્ટાઈલિસ્ટ્સ માટે કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગ સાથે સહયોગ દ્વારા વૃદ્ધિ અને ઓળખ મેળવવા માટેનું એક અદભુત ઉદાહરણ છે. ગોદરેજ પ્રોફેશનલ સાથે ભાગીદારી કરીને, અમે ભારતીય પ્રતિભાને વૈશ્વિક ધોરણો સુધી લઇ જય કરી રહ્યા છીએ અને સલૂન પ્રોફેશનલ્સની આગામી પેઢીને પ્રેરણા આપતી તકો ઊભી કરી રહ્યા છીએ.”

આ સમાચાર પણ વાંચો  :Mukesh ambani: મુકેશ અંબાણી એ વગર કોઈ વર્કઆઉટ કરે ઘટાડ્યું 15 કિલો વજન, જાણો બિઝનેસ ટાયકૂન ની દિનચર્યા વિશે

ગોદરેજ કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ લિમિટેડ (GCPL) ના અભિનવ ગ્રાંધીએ વધુમાં જણાવ્યું હતું કે, “ગોદરેજ પ્રોફેશનલ સ્પોટલાઇટને મળેલા જબરજસ્ત પ્રતિસાદથી અમે ગર્વ અનુભવી રહ્યા છીએ. આ પ્લેટફોર્મ પ્રતિભાશાળી હેરસ્ટાઈલિસ્ટને તેમની સર્જનાત્મકતા પ્રદર્શિત કરવાની તક આપવાની સાથે શિક્ષણ અને તાલીમ પ્રત્યેના અમારા સમર્પણને પણ પ્રતિબિંબિત કરે છે. આ પહેલ દ્વારા, અમે સ્ટાઈલિસ્ટને વધુને વધુ સ્પર્ધાત્મક બજારમાં શ્રેષ્ઠ કામગીરી કરવા માટે જરૂરી કૌશલ્યો અને તકો સાથે સશક્ત બનાવવાનું લક્ષ્ય રાખીએ છીએ. ભારતના સલૂન પ્રોફેશનલ્સના પોષણ અને ઉત્થાન માટેની અમારી લાંબા ગાળાના સમર્પણ તરફ આ માત્ર એક પગલું છે.”

હેર આરટિસ્ટ્રી અને ફેશનની ભાવનાની ઉજવણી કરતી ગોદરેજ પ્રોફેશનલ સ્પોટલાઇટ ઇવેન્ટમાં 300 થી વધુ હેર સ્ટાઈલિસ્ટ હાજર થયા હતા. ઇવેન્ટમાં ગ્લેમરને વધારતા, પ્રખ્યાત અભિનેતા કરણવીર બોહરાએ આ ઇવેન્ટ હોસ્ટ કર્યું, અને તેને પ્રતિભા અને સર્જનાત્મકતાની યાદગાર ઉજવણી બનાવી.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

Join Our WhatsApp Community

About News Continues

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe to our Newsletter to get the latest news updates.

To explore your career & collaborate with us pls write to us on following email id info@newscontinuous.com

@2023 – All Right Reserved. 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More