Site icon

Stock Market Down: બજેટ પહેલા સપ્તાહના છેલ્લા સત્રમાં શેરબજારમાં રોકાણકારોને રૂ.8 લાખ કરોડનું નુકસાન… જાણો વિગતે..

Stock Market Down: દેશમાં શુક્રવારે દિવસભરના સત્રમાં મિડકેપ અને સ્મોલકેપ શેરો પણ નીચે બંધ થયા હતા. બજાર બંધ થયા બાદ BSE સેન્સેક્સ 739 પોઈન્ટ ઘટીને 80,604 પોઈન્ટ પર બંધ થયો હતો.

Stock Market Down In the last session of the week before the budget, investors in the stock market lost Rs. 8 lakh crore.

Stock Market Down In the last session of the week before the budget, investors in the stock market lost Rs. 8 lakh crore.

News Continuous Bureau | Mumbai

Stock Market Down: દેશમાં આવતા અઠવાડિયે મંગળવારે 23 જુલાઈએ બજેટ ( Budget 2024-2025 ) રજૂ થવા જઈ રહ્યું છે. આ પૃષ્ઠભૂમિમાં શેરબજારમાં જોરદાર ઉછાળો જોવા મળી હત્યું. જ્યારે એવું લાગતું હતું કે શેરબજાર નવી ઉંચી સપાટીએ પહોંચશે ત્યારે શુક્રવારે બજારમાં ભારે ઘટાડો જોવા મળ્યો હતો. શુક્રવારે નફો મેળવવાના ઉદ્દેશ્ય સાથે મોટા પ્રમાણમાં વેચાણ કરવામાં આવ્યું હતું. જેથી બજાર તૂટ્યું હતું. શુક્રવારના દિવસે બજાર તૂટવાને કારણે રોકાણકારોને 8 લાખ કરોડ જેટલું નુકસાન થયું હતું. 

Join Our WhatsApp Community

બજારમાં ( Stock Market ) શુક્રવારના ઘટાડાથી સ્મોલ કેપ અને મિડ કેપ શેરોને સૌથી વધુ ફટકો પડ્યો હતો. તો BSE ઈન્ડેક્સ બંધ સમયે 739 પોઈન્ટ ઘટીને 80,604 પર રહ્યો હતો. નેશનલ સ્ટોક માર્કેટ ( NSE ) ઈન્ડેક્સ ( Stock Market Index ) 270 પોઈન્ટ ઘટીને 24,530 થઈ ગયો હતો. આ ઘટાડાથી રોકાણકારોને ભારે નુકસાન થયું હતું. શુક્રવારે દિવસભરમાં 8.07 લાખ કરોડ રૂપિયાનું નુકસાન થયું હતું.

  Stock Market Down: બજારમાં ઈન્ફોસિસ 1.92 ટકા, ITC 0.89 ટકા, એશિયન પેઇન્ટ્સ 0.53 ટકા, HCL ટેક 0.03 ટકા વધીને બંધ થયા હતા…

બજારમાં ઈન્ફોસિસ 1.92 ટકા, ITC 0.89 ટકા, એશિયન પેઇન્ટ્સ 0.53 ટકા, HCL ટેક 0.03 ટકા વધીને બંધ થયા હતા. જ્યારે ટાટા સ્ટીલ 5.17, જેએસડબ્લ્યુ સ્ટીલ 4.36, એનટીપીસી 3.51 ટકા, ટાટા મોટર્સ 3.43 ટકા, અલ્ટ્રાટેક સિમેન્ટ 3.28 ટકા, મહિન્દ્રા 3.16 ટકા, વિપ્રો 2.78 ટકા, પાવર ગ્રીડ 2.58 ટકા, રિલાયન્સ 1.92 ટકા, ફાઇનાન્સ 1.92 ટકા, Baja ફાયનાન્સ 44 ટકા ઘટાડા સાથે બંધ રહ્યા હતા. શુક્રવારે માર્કેટ એક્શનમાં કોઈ સેક્ટરમાં તેજી જોવા મળી ન હતી. સૌથી વધુ ઘટાડો એનર્જી સેક્ટરમાં જોવા મળ્યો હતો. બજારમાં ઘટાડાથી વિક્સ ઇન્ડેક્સ 2.14 ટકા વધીને 14.82 પર પહોંચ્યો હતો.

આ સમાચાર પણ વાંચો  :  Gujarat Rain Forecast : ગુજરાતના સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત ઝોનમાં આગામી બે દિવસ દરમિયાન ભારેથી અતિ ભારે વરસાદની આગાહી

(ડિસ્ક્લેમરઃ અહીં રજૂ કરવામાં આવેલી માહિતી અન્ય મિડીયા પ્રેલટફોર્મ પર પણ ઉપલબ્ધ છે તેમજ તેની સત્યતા સંદર્ભે અમે કોઈ દાવો કરતા નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)

IDBI Bank: સાવધાન! જો તમારું પણ આ બેંકમાં એકાઉન્ટ હોય તો વાંચી લેજો: ૬૦,૦૦૦ કરોડમાં વેચાઈ જશે આ સરકારી બેંક
Igor Sechin: પુતિનની સાથે ભારતમાં કોણ આવી રહ્યું છે? ટ્રમ્પના પ્રતિબંધો છતાં અંબાણીના આ ‘રશિયન દોસ્ત’ની મુલાકાત કેમ મહત્ત્વની?
Rupee Dollar: રૂપિયાની ઐતિહાસિક નબળાઈ! ડોલર સામે રૂપિયો ૯૦ ની સપાટી તોડીને કેમ તૂટ્યો? ભારતનું અર્થતંત્ર ચિંતામાં
Fashion Factory: ₹2000 ચૂકવો, ₹2000 પાછા મેળવો: ફેશન ફેક્ટરીની ફ્રી શોપિંગ વીક ઑફર, ₹5000ના એપેરલ પર પૂરી કિંમતનું વળતર
Exit mobile version