News Continuous Bureau | Mumbai
Stock Market: દેશમાં હાલના આ દિવસોમાં શેરબજાર સતત તૂટતૂ રહે છે. તેની પાછળનું કારણ છે વિદેશી સંસ્થાકીય રોકાણકારો દ્વારા ભારતીય મૂડીબજારમાંથી તેમનું વધતું ઉપાડ છે. આ રોકાણકારોએ 2024ના પ્રથમ ચાર મહિનામાં એકલા ફાઈનાન્શિયલ સ્ટોક્સમાંથી ( financial stocks ) અંદાજે રૂ. 46,000 કરોડ ઉપાડી લીધા હતા. જેમાં બીજું મુખ્ય કારણ છે રિઝર્વ બેન્કો દ્વારા લેવાયેલ ઘણી લિસ્ટેડ બેન્કો, NBFC અને ફિનટેક સામે પગલાં લીધાં પણ છે.
ઈકોનોમિક ટાઈમ્સના અહેવાલ મુજબ, વિદેશી રોકાણકારોએ આ વર્ષે જાન્યુઆરીમાં રૂ. 30,000 કરોડથી વધુનું રોકાણ ભારતીય મુડીબજારમાંથી ( Indian stock market ) પાછા ખેંચી લીધું હતું. તેમજ આ વર્ષે ફેબ્રુઆરીમાં પણ તેઓએ લગભગ રૂ. 10,000 કરોડના શેરોનું વેચાણ કર્યું હતું. આ પછી માર્ચમાં FII ( Foreign institutional investors ) ચોખ્ખા ખરીદદાર રહ્યા હતા. પરંતુ એપ્રિલમાં ફરી એકવાર FII શેરોનું વેચાણ શરુ કર્યું હતું. એપ્રિલના છેલ્લા મહિના દરમિયાન FIIનું વેચાણ રૂ. 9,300 કરોડની આસપાસ રહ્યું હતું.
Stock Market: માર્ચ ક્વાર્ટરમાં HDFC બેન્કમાં FII દ્વારા સૌથી વધુ વેચાણ જોવા મળ્યું હતું…
દરમિયાન, માર્ચ ક્વાર્ટરમાં HDFC બેન્કમાં FII દ્વારા સૌથી વધુ વેચાણ જોવા મળ્યું હતું. આ મહિને FII એ ભારતની સૌથી મોટી બેંકના 29 કરોડ શેર ખાનગી ક્ષેત્રને વેચ્યા હતા. આ સમયગાળા દરમિયાન, FII એ કોટક મહિન્દ્રા બેંકના 4.26 કરોડ શેર અને એક્સિસ બેંકના 2.8 કરોડ શેર પણ વેચ્યા હતા.
આ સમાચાર પણ વાંચો: Special train: 10 મે ના રોજ અમદાવાદ અને હુબલ્લી વચ્ચે સ્પેશિયલ ટ્રેન દોડાવવામાં આવશે
તાજેતરના મહિનાઓમાં, બજાજ ફાઇનાન્સ, IIFL ફાઇનાન્સ અને જેએમ ફાઇનાન્સ જેવી NBFCs, કોટક મહિન્દ્રા બેંક, બેંક ઓફ બરોડા, ફેડરલ બેંક અને સાઉથ ઇન્ડિયન બેંક જેવી બેંકો અને Paytm જેવી ફિનટેક સામેના નિયમનકારી પગલાંએ રોકાણકારોને ચિંતામાં મૂક્યા હતા. આ સંસ્થાઓ દ્વારા આરબીઆઈ દ્વારા સુચન કરેલા નિયમોના ઉલ્લંઘન, ગ્રાહકોની ફરિયાદો પર ધ્યાન ન આપવું, ડેટા પ્રાઈવસી, KYC નિયમોમાં ઉલ્લંઘન અને મની લોન્ડરિંગ વિરોધી મુદ્દાઓ પર RBIની કાર્યવાહી કરવામાં આવી હતી. આ તમામ કાર્યવાહી બાદ રોકાણકારોએ આ તમામ બેંકોના શેરો વેચવાના શરુ કરી દીધા હતા.
(ડિસ્ક્લેમરઃ અહીં રજૂ કરવામાં આવેલી માહિતી અન્ય મિડીયા પ્રેલટફોર્મ પર પણ ઉપલબ્ધ છે તેમજ તેની સત્યતા સંદર્ભે અમે કોઈ દાવો કરતા નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)