ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો,
મુંબઈ
31 ડિસેમ્બર 2020
વર્ષના અંતિમ કારોબારી દિવસે નિફ્ટી પ્રથમ વખત 14 હજારના સ્તરને વટાવી ગયો છે. અગાઉ 24 નવેમ્બરે ઈન્ડેક્સે 13,055ના સ્તરને વટાવ્યું હતું. નિફ્ટી માર્ચના નીચલા સ્તરથી 84 % પર કારોબાર કરી રહ્યું છે.
ઉલ્લેખનીય છે કે નિફ્ટી 23 માર્ચે 13 ટકા ઘટીને 7610ના સ્તર પર બંધ થયું હતું.. આજના કારોબારમાં નિફ્ટીએ 13,997 સુધી પહોંચી તો સેન્સેક્સ 47,807.85 સુધી પહોંચ્યો હતો.
સ્મૉલકેપ અને મિડકેપ શેરોમાં ખરીદારીનું વલણ જોવા મળ્યુ. બીએસઈના મિડકેપ ઈન્ડેક્સ 0.53 ટકા વધીને 17,904.85 ના સ્તર પર બંધ થયા છે. જ્યારે બીએસઈના સ્મૉલકેપ ઈન્ડેક્સ 0.37 ટકાની મજબૂતીની સાથે 18,033.31 પર બંધ થયા છે.
આજે બેન્કિંગ, ફાઈનાન્શિયલ સર્વિસ, રિયલ્ટી, એફએમસીજી, આઈટી, ઑટો અને મેટલમાં 0.17-1.34 શેરોમાં ખરીદારી જોવા મળી. જ્યારે ફાર્મા, પ્રાઈવેટ બેન્ક અને પીએસયુ બેન્ક શેરોમાં ઘટાડો જોવામાં આવી રહ્યો છે.
અલ્ટ્રાટેક સિમેન્ટ, બજાજ ફાઈનાન્સ, મારૂતિ સુઝુકી, એમએન્ડએમ, ટેક મહિન્દ્રાના શેર વધ્યા જ્યારે, ઈન્ડસઈન્ડ બેન્ક, સન ફાર્મા, એક્સિસ બેન્ક, ભારતી એરટેલ, ટીસીએસના શેર ઘટ્યા છે.