ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,
મુંબઈ, 21 ફેબ્રુઆરી 2022,
સોમવાર,
સપ્તાહના પ્રથમ ટ્રેડિંગ દિવસે ભારતીય શેરબજારો લાલ નિશાન સાથે બંધ થયા છે.
ભારતીય બજારમાં આજે સતત ચોથા દિવસે ઘટાડો નોંધાયો છે.
આજે સેન્સેક્સ149 પોઈન્ટ ઘટીને 57683ની સપાટીએ બંધ થયો તો નિફ્ટી 69 પોઈન્ટ ઘટીને 17206 ના સ્તર પર બંધ થયો છે
સન ફાર્મા, ટીસીએસના શેર ઘટ્યા છે તો વિપ્રો, ઈન્ફોસિસ, પાવર ગ્રીડ કોર્પ, ICICI બેન્ક, HDFC બેન્કના શેર વધ્યા છે.
ઉલ્લેખનીય છે કે આ સતત બીજુ અઠવાડિયુ છે જ્યારે માર્કેટમાં ઘટાડાનો દોર યથાવત છે.