News Continuous Bureau | Mumbai
શેરબજારમાં ઘણી વખત ડાર્ક હોર્સ જેવા ખેલાડીઓ હોય છે. ડાર્ક હોર્સ એટલે એવી કંપની અને એવા શેર ( Stock ) જે નજરમાં આવ્યા વિના હરણફાળ ભરીને નવી ઉંચાઈ પર પહોંચી જાય છે. બીજી તરફ લોકો વિચારતા જ રહી જાય છે કે જે તે શેર ( Stock price ) ખરીદવો કે નહીં. આજે આપણે એક જ એવા શેરની ( railway vikas nigam ) વાત કરવા જઈ રહ્યા છીએ જેણે ( PSU company ) નવેમ્બર મહિનામાં કમાલ (doubled ) કરી દેખાડ્યો છે.
રેલ્વે ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપની, રેલ વિકાસ નિગમ (RVNL) નો શેર રૂ. 79.70 ની નવી ઊંચી સપાટીએ પહોંચ્યો છે. ભાવ વધારાનું કારણ કંપનીના તંદુરસ્ત અને નફા દાયક પરિણામો છે. સોમવારના દિવસે ઇન્ટ્રા-ડે ટ્રેડમાં BSE પર 9 ટકાની તેજી સાથે આ શેર હાલ સર્વોચ્ચ સ્તર પર છે. જોવાની વાત એ છે કે જાહેર ક્ષેત્રની આ કંપની ૪૦ રૂપિયાના ભાવથી આગળ વધીને ૮૦ રૂ તરફ પહોંચી ગઈ છે. એટલે કે સારામાં સારી અને તગડામાં તગડી કંપનીઓને જોરદાર ટક્કર આપી રહી છે.
RVNL એ રેલવે મંત્રાલય (MoR) દ્વારા સોંપાયેલ વિવિધ પ્રકારના રેલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સના ( railway vikas nigam ) વ્યવસાયમાં રોકાયેલી છે. જેમાં ડબલિંગ ( doubled ) (3જી/4થી લાઇન સહિત), ગેજ કન્વર્ઝન, નવી લાઇન, રેલવે ઇલેક્ટ્રિફિકેશન, મોટા પુલ, MoR સાથે કરવામાં આવેલા કન્સેશન કરાર મુજબ કામ કરવાની જવાબદારી છે. આ ઉપરાંત તે રેલ્વે ( railway ) સાથે નૂર આવકની વહેંચણી પણ કરે છે.
RVNL ના મુખ્ય ક્લાયન્ટ ભારતીય રેલ્વે છે અને અન્ય ક્લાયન્ટ્સમાં કેન્દ્ર અને રાજ્ય સરકારના વિવિધ મંત્રાલયો, વિભાગો અને જાહેર ક્ષેત્રના ઉપક્રમોનો સમાવેશ થાય છે. RVNL એ સ્પર્ધાત્મક બિડિંગ દ્વારા મેટ્રો, હાઈવે અને અન્ય ઈન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રોમાં પણ ભાગ લેવાનું શરૂ કર્યું છે.
આ સમાચાર પણ વાંચો: ધર્મજ ક્રોપ ગાર્ડનો આઈપીઓ આજે ખૂલ્યો છે. શું તમારે સબ્સ્ક્રાઇબ કરવું જોઈએ? જાણો તમામ વિગત અહીં
RVNL ને કયા પ્રોજેક્ટ મળ્યા છે .
છેલ્લા એક મહિનામાં, RVNL એ બહુવિધ ઓર્ડર મેળવવાની જાહેરાત કરી છે.
11 નવેમ્બરના રોજ, RVNL એ જાહેરાત કરી કે કંપનીને માલદીવમાં ડેવલપમેન્ટ ઓફ UTF (ઉથુરુ થીલા ફાલ્હુ-દ્વીપ) હાર્બર નામના આંતરરાષ્ટ્રીય પ્રોજેક્ટમાં સફળ બિડર જાહેર કરવામાં આવી છે. આ ભારત સરકારનો વ્યૂહાત્મક પ્રોજેક્ટ છે અને અંદાજિત પ્રોજેક્ટ ખર્ચ અંદાજે રૂ. 1,544.60 કરોડ છે.
અગાઉ 4 નવેમ્બરના રોજ, કંપનીએ જણાવ્યું હતું કે તેને પૂર્વ મધ્ય રેલવે હેઠળના ધનબાદ ડિવિઝનના પ્રધાનખંટા – બંધુઆ વિભાગમાં 160 KMPH સુધી ઝડપની ક્ષમતા વધારવા માટે રૂ. 137.55 કરોડનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો.
રેટિંગ એજન્સીઓ નું શું કહેવું છે .
દરમિયાન, ઑક્ટોબરથી, રેટિંગ એજન્સીઓ દ્વારા આ કંપનીને ઘણું સારું રેટિંગ આપવામાં આવ્યું છે. જેને કારણે RVNLના શેરની કિંમત 136 ટકા વધી છે.