ખુશખબર / SBI તમારી પુત્રીને આપી રહી છે 15 લાખ, લગ્ન-અભ્યાસ કોઈપણ જગ્યાએ કરો રકમનો ઉપયોગ

Sukanya Samriddhi Yojana vs SBI Magnum Children`s Benefit Fund

News Continuous Bureau | Mumbai

State Bank Of India: દેશની સરકારી બેંક એસબીઆઈ (SBI) દ્વારા દીકરીઓ માટે એક ખાસ સુવિધા શરૂ કરવામાં આવી છે, જેમાં તમને પૂરા 15 લાખ રૂપિયા મળી રહ્યા છે. તમે આ સ્કીમનો ઉપયોગ તમારી દીકરીના લગ્ન અથવા અભ્યાસમાં ક્યાંય પણ કરી શકો છો. સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) દ્વારા દીકરીઓ માટે એક ખાસ સ્કીમ ચલાવવામાં આવી રહી છે, જે અંતર્ગત આ સુવિધા ઉપલબ્ધ થશે.

SBI એ આપી જાણકારી

માહિતી આપતા એસબીઆઈ (SBI) એ જણાવ્યું છે કે, બેંક સુકન્યા સમૃદ્ધિ યોજના હેઠળ દીકરીઓને પૂરા 15 લાખ રૂપિયા આપી રહી છે. તમે આ રૂપિયાનો ઉપયોગ અભ્યાસ અથવા લગ્ન માટે કરી શકો છો.

SBI એ કર્યું ટ્વીટ

બેંકે ટ્વીટ કરીને તેની જાણકારી આપી છે. એસબીઆઈ (SBI) એ જણાવ્યું છે કે, બેંક દ્વારા દીકરીઓને સુકન્યા સમૃદ્ધિ યોજના (Sukanya Samriddhi Scheme) ની સુવિધા આપવામાં આવી રહી છે, જેમાં તમે માત્ર 250 રૂપિયા જમા કરાવીને તમારી દીકરીને લખપતિ બનાવી શકો છો.

ગેરેન્ટીડ ઈનકમનો મળે છે લાભ

આ સરકારી યોજનાની ખાસ વાત એ છે કે, તમને ગેરંટીકૃત ઈનકમનો લાભ મળે છે. તેની સાથે તમને ટેક્સ છૂટનો પણ લાભ મળશે. આ યોજના ખાસ કરીને બાળકીઓ માટે છે. દીકરીઓના ભવિષ્યને સુરક્ષિત કરવા માટે સરકાર દ્વારા આ યોજનાની સુવિધા આપવામાં આવે છે.

આ સમાચાર પણ વાંચો: ચક્રવાત બીપરજોયની અસર.. અલંગમાં સમુદ્ર તોફાની થવાની શરૂઆતમાં જ 7 ફૂટ ઉછળ્યા મોજા, આ નંબરનું લગાવાયું સિગ્નલ

8 ટકા મળી રહ્યો છે વ્યાજ

આ સિવાય સરકાર હાલમાં સુકન્યા સમૃદ્ધિ યોજના પર 8 ટકાના દરે વ્યાજનો લાભ આપી રહી છે. આ સિવાય તમે 2 દીકરીઓ માટે આ સ્કીમ લઈ શકો છો. બીજી તરફ જો પહેલી દીકરીને જન્મ આપ્યા બાદ વધુ બે જોડિયા દીકરીઓ હશે તો આ સ્થિતિમાં ત્રણેય દીકરીઓને આ સરકારી યોજનાનો લાભ મળશે.

15 વર્ષ માટે કરાવી શકો છો ઓપન

તમે વધુમાં વધુ 15 વર્ષ સુધી આ ખાતું ખોલાવી શકો છો. જો તમે આ સ્કીમના હપ્તા સમયસર જમા નહીં કરાવો તો તમારે 50 રૂપિયા પેનલ્ટી ચૂકવવી પડશે.