આર્થિક સમાચાર : શું વધુ એક વખત ટાટા સન્સના ચૅરમૅનપદેથી રતન તાતા વિદાય લેશે? આવી ચાલી રહી છે તૈયારીઓ; જાણો વિગત

by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, 15 સપ્ટેમ્બર, 2021

બુધવાર

ટાટા સમૂહની કંપની ટાટા સન્સના નેતૃત્વમાં ફરી ફેરફાર થવાની શક્યતા છે. કૉર્પોરેટ ગવર્નેંન્સમાં સુધારો લાવવા માટે કંપનીના ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસર (CEO)પદ નિર્માણ કરવાની યોજના ચાલી રહી છે. એ મુજબ 153 વર્ષ જૂની અને 106 અજબ ડૉલરનો કારભાર ચલાવનારા ટાટા સમૂહને એ નવી દિશામાં લઈ જશે એવાં એંધાણ જણાઈ રહ્યાં છે. લીડરશિપ સ્ટ્રક્ચરમાં ફેરફાર માટે ટાટા ટ્રસ્ટના ચૅરમૅન રતન ટાટાની મંજૂરી મહત્ત્વની ગણાય છે.

ટાટા સન્સના ચૅરમૅનનો કાર્યકાળ ફેબ્રુઆરીમાં પૂરો થવાનો છે. ટાટા સન્સના વર્તમાન ચૅરમૅન નટરાજન ચંદ્રશેખરનો કાર્યકાળ ફેબ્રુઆરી 2022માં પૂરો થઈ રહ્યો છે. તેમને મુદત વધારી આપવાની યોજના છે. CEO માટે ટાટા સ્ટીલ લિમિટેડ સહિ ટાટા સમૂહની બીજી કંપનીઓના પ્રમુખના નામ પર વિચાર ચાલી રહ્યો છે, પરંતુ એ બાબતે હજી સુધી કોઈ અંતિમ નિર્ણય લેવામાં આવ્યો નથી.

અહીં ઉલ્લેખનીય છે કે ટાટા સન્સના ભૂતપૂર્વ ચૅરમૅન સાઇરસ મિસ્ત્રીએ ટાટા સમૂહ પર ખરાબ મૅનેજમેન્ટનો આરોપ મૂક્યો હતો. બોર્ડે તેમને 2016માં તેમના પદેથી હટાવી દીધા હતા. સાઇરસે રતન ટાટા વિરુદ્ધ કેસ પણ કર્યો હતો. અનેક વર્ષની લડત બાદ કોર્ટે ટાટાની તરફેણમાં ચુકાદો આપ્યો છે. હવે ટાટા સમૂહ લીડરશિપ સ્ટ્રક્ચરમાં ફેરફાર કરવાનો વિચાર કરી રહી છે.

વોડાફોન અને આઇડિયાને ભારે પડી ગયું, એક ભૂલ બદલ ગ્રાહકોને ચૂકવશે 27 લાખ; જાણો વિગત

ટાટા સમૂહને પ્રસ્તાવિત ફેરફારથી ભવિષ્યની યોજના બનાવવામાં મદદ મળશે. જોકે હજી સુધી એ સ્પષ્ટ થયું નથી કે રતન ટાટાની જગ્યાએ ટાટા ટ્રસ્ટના ચૅરમૅન કોને બનાવવામાં આવશે. ટાટા સન્સમાં ટાટા ટ્રસ્ટની 66 ટકા હિસ્સેદારી છે. સમૂહના નવા CEOઓને અનેક પ્રકારની ચૅલેન્જનો સામનો કરવો પડવાનો છે.

Join Our WhatsApp Community

You may also like

Leave a Comment