ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો
મુંબઈ
06 નવેમ્બર 2020
ઈ-ગ્રોસરી બાદ ટાટા ગ્રુપની નજર હવે ઓનલાઇન ફાર્મા બિઝનેસ પર છે. સમાચાર મુજબ ટાટા ગ્રુપ ગુડગાંવની ઈ.ફાર્મા કંપની 1MGમાં હિસ્સેદારી ખરીદારી કરશે છે. આ વચ્ચે 1એમજી પણ ગાજા કેપિટલની આગેવાનીવાળા એક પીઈ કન્સોર્ટિયમ પાસેથી 10 કરોડ ડોલરનું ફંડિંગ એકત્રિત કરવા માટે વાટાઘાટો કરી રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ટાટાના મેદાનમાં ઉતરવાથી કંપની આ રાઉન્ડમાં 10 કરોડ ડોલરથી વધુ મૂડી એકત્રિત કરી શકે છે. આ સોદો થશે તો 1એમજી પણ એક મોટા ગ્રુપનો હિસ્સો બની જશે. 2019માં પાછલાં રાઉન્ડના ફંડિંગ બાદ કંપનીની વેલ્યુ 20થી 22.5 કરોડ ડોલર આંકવામાં આવી છે..
હાલમાં ઈ. ફાર્મા ક્ષેત્રે ઘણી મોટી મોટી કંપનીઓ રસ દાખવી રહી છે. 1એમજીમાં ટાટાના રોકાણને હજુ અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું નથી. પરંતુ આ સેગમેન્ટમાં મોટી કંપનીઓએ રસ દાખવ્યો છે. નોંધનીય છે કે રિલાયન્સની રિટેલ કંપનીએ પણ Netmeds માં 60 ટકા હિસ્સેદારી ખરીદી છે. જ્યારે એમેઝોન ઇન્ડિયા અને ફ્લિપકાર્ટે પણ આ બિઝનેસમાં એન્ટ્રી કરી છે. PharmEasy પણ મેડિલાઇફ સાથે મર્જ થઇ રહી છે.
@ 1MG શું છે??
ગુડગાંવ સ્થિત 1 એમજી એ એક ઓનલાઇન ફાર્મસી અને આરોગ્યસંભાળ પ્લેટફોર્મ છે જે દવાઓ, લેબ પરીક્ષણો અને ડૉક્ટરની સલાહ આપે છે. હાલમાં, આ પ્લેટફોર્મમાં આશરે 2,000 પરીક્ષણો અને 120 વેરિફાઇડ લેબ્સ સૂચિબદ્ધ છે અને વપરાશકર્તાઓ 20 વિશેષતાઓમાં ડૉક્ટરની સલાહ લઈ શકે છે. કંપની તેની સેવાઓ, જેમ કે ડાયગ્નોસ્ટિક્સ, દવાઓનું વેચાણ, નિવારક આરોગ્યસંભાળ અને ઓનલાઇન સલાહ દ્વારા તેમજ તેના પ્લેટફોર્મ પર દેશી જાહેરાતો દ્વારા કમાણી કરે છે. 1એમજી એ શરૂઆતમાં આયુષ ઉત્પાદનો સાથે વૈકલ્પિક દવાઓની જગ્યા પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે.
