News Continuous Bureau | Mumbai
Tax: દેશમાં કોર્પોરેટ કંપનીઓ દ્વારા એડવાન્સ ટેક્સની ( Advance Tax ) ચૂકવણીમાં હાલ વધારાને કારણે, ચાલુ નાણાકીય વર્ષ (2024-25)માં અત્યાર સુધીમાં નેટ ડાયરેક્ટ ટેક્સ કલેક્શન 19.54 ટકા વધીને રૂ. 5.74 લાખ કરોડથી વધુ થઈ ગયું હતું. ૧૫ જૂને ચૂકવવાપાત્ર એડવાન્સ ટેક્સનો પ્રથમ હપ્તો ૨૭.૩૪ ટકા વધીને રૂ. ૧.૪૮ લાખ કરોડ થયો છે, જેમાંથી રૂ. ૧.૧૪ લાખ કરોડનો કોર્પોરટ ઈન્કમ ટેક્સ ( Corporate Income Tax ) અને રૂ. ૩૪,૪૭૦ કરોડનો પર્સનલ ઈન્કમ ટેક્સ સામેલ છે.
Tax: ચાલુ નાણાકીય વર્ષમાં 11 જુલાઈ સુધી રૂ. 70,902 કરોડના રિફંડ પણ જારી કરવામાં આવ્યા હતા..
સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસ ( CBDT ) દ્વારા શનિવારે જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર, 11 જુલાઈ, 2024 સુધી નેટ ડાયરેક્ટ ટેક્સ કલેક્શન ( Direct Tax Collection ) 5,74,357 કરોડ રૂપિયા સુધી પહોંચી ગયો હતો. તેમાં રૂ. 2,10,274 કરોડની CIT અને રૂ. 3,46,036 કરોડની PIT પણ સામેલ હતું. આ સિવાય સિક્યોરિટીઝ ટ્રાન્ઝેક્શન ટેક્સ ( STT ) એ ડાયરેક્ટ ટેક્સ કલેક્શનમાં રૂ. 16,634 કરોડનું યોગદાન આપ્યું હતું. ગયા વર્ષની વાત કરીએ તો સમાન સમયગાળામાં નેટ ડાયરેક્ટ ટેક્સ કલેક્શન રૂ. 4,80,458 કરોડ પર હતું.
આ સમાચાર પણ વાંચો: Female Love Guru: આ ફિમેલ લવ ગુરુ યુવતીને શીખવે છે કે અમીર શખ્સ સાથે લગ્ન કેવી રીતે કરવા? કમાય છે 163 કરોડ રૂપિયા… જાણો વિગતે..
ચાલુ નાણાકીય વર્ષમાં 11 જુલાઈ સુધી રૂ. 70,902 કરોડના રિફંડ પણ જારી કરવામાં આવ્યા હતા, જે ગયા વર્ષના સમાન સમયગાળા દરમિયાન જારી કરાયેલા રિફંડ કરતાં 64.4 ટકા વધુ હતા. એપ્રિલથી જુલાઇ 11 સુધીમાં પ્રત્યક્ષ કર (રિફંડ એડજસ્ટમેન્ટ પહેલા) નું કુલ કલેક્શન રૂ. 6.45 લાખ કરોડ રહ્યું હતું, જે એક વર્ષ અગાઉના સમાન સમયગાળામાં રૂ. 5.23 લાખ કરોડ હતું, જે 23.24 ટકાનો વધારો દર્શાવે છે. સમગ્ર નાણાકીય વર્ષ માટે વચગાળાના બજેટમાં ડાયરેક્ટ ટેક્સ કલેક્શનનો અંદાજ 21.99 લાખ કરોડ રૂપિયા રહ્યો હતો.