ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૧૪ મે ૨૦૨૧
શુક્રવાર
કોરોનાના કપરા સમયમાં વાડિયા ગ્રુપની ૧૫ વર્ષ જૂની એરલાઇન્સ ગોએરે રીબ્રાન્ડિંગ કરવાનો નિર્ણય કર્યો છે. દેશમાં ઓછા ખર્ચે પ્રવાસ કરાવવા બદલ જાણીતી એરલાઇન ગોએર હવે ગો ફર્સ્ટ થઈ ગઈ છે. દેશમાં કોરોનાના રોગચાળાને કારણે એવિયેશન ક્ષેત્રને પણ ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.
ગોએર હવે અલ્ટ્રા લો કોસ્ટ કરિયર (યુએલસીસી) પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે, તેથી જ તેણે આ નિર્ણય લીધો છે. ૧૩ મેના રોજ એરલાઇને સત્તાવાર રીતે એક નિવેદનમાં કહ્યું કે તે પોતાને ગો ફર્સ્ટ તરીકે રીબ્રાન્ડ કરી રહી છે. આ એરલાઇને ૨૦૦૫માં કામગીરી શરૂ કરી હતી અને તેની પાસે ફક્ત ૫૦થી વધુ વિમાન છે. એક વર્ષ બાદ શરૂ થયેલી હરીફ કંપની ઇન્ડિગોનું કદ તેના કરતાં પાંચ ગણું વધારે છે.
તત્કાલીન ગૃહપ્રધાન ચિદમ્બરમ્ પર જૂતું ફેંકનાર જર્નેલ સિંહનું કોરોનાથી મૃત્યુ
ઉલ્લેખનીય છે કે કંપની હવે પોતાનો આઇપીઓ પણ લાવી રહી છે અને તેના દ્વારા ૨૫૦૦ કરોડ રૂપિયા ઊભા કરવાનો કંપનીનો હેતુ છે. એક મીડિયા રિપોર્ટ મુજબ આ આઇપીઓ સપ્ટેમ્બર ૨૦૨૧ સુધીમાં લોન્ચ થઈ શકે છે. આ આઇપીઓ દ્વારા એકત્ર કરાયેલા ભંડોળનો ઉપયોગ કંપની તેનું દેવું ચૂકવવા અને કાર્યકારી મૂડીની જરૂરિયાતોને પહોંચી વળવા માટે કરશે. માર્ચ ૨૦૨૦ સુધી કંપનીનું દેવું ૧૭૮૦ કરોડ રૂપિયાનું હતું.