ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 30 નવેમ્બર 2021
મંગળવાર
વર્ષ ૨૦૨૦ની વાત કરીએ તો ગયા વર્ષે આ જ સમયગાળામાં સ્ઝ્રઠ પર ૧૦ ગ્રામ સોનાની કિંમત ૫૬,૨૦૦ રૂપિયાના સર્વોચ્ચ સ્તરે પહોંચી ગઈ હતી. આજે ડિસેમ્બર ફ્યુચર એમસીએક્સ પર સોનું ૪૮૦૦૦રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામ કરતા નીચે છે દિવાળી પછી લગ્નસરાની સિઝન શરૂ થતાં જ સોના-ચાંદીના ભાવમાં ઉછાળો જાેવા મળી રહ્યો છે. સતત વધારો થવા છતાં પણ સોનું રેકોર્ડ ઊંચાઈ કરતાં ઘણું સસ્તું મળી રહ્યું છે. આવી સ્થિતિમાં જાે તમે પણ ખરીદવા માંગતા હોવ તો જલ્દી કરો. આજે, મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (સ્ઝ્રઠ) પર ફેબ્રુઆરીમાં ડિલિવરી માટે સોનાના ભાવમાં ૦.૩૪ ટકાનો વધારો નોંધાયો છે. તે જ સમયે, ચાંદીના ભાવમાં ૦.૯૬ ટકાનો વધારો થયો છે. વર્ષ ૨૦૨૦ની વાત કરીએ તો ગયા વર્ષે આ જ સમયગાળામાં સ્ઝ્રઠ પર ૧૦ ગ્રામ સોનાની કિંમત ૫૬,૨૦૦ રૂપિયાના સર્વોચ્ચ સ્તરે પહોંચી ગઈ હતી. આજે ડિસેમ્બર ફ્યુચર એમસીએક્સ પર સોનું ૪૮૦૦૦રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામ કરતા નીચે છે, એટલે કે તે હજુ પણ લગભગ ૮૦૦૦ રૂપિયા કરતા સસ્તું મળી રહ્યું છે. તમને જણાવી દઈએ કે હવે જાે તમે સોનાની શુદ્ધતા તપાસવી હોય તો આ માટે સરકાર દ્વારા એક એપ બનાવવામાં આવી છે. ‘મ્ૈંજી કેર એપ’ દ્વારા ગ્રાહકો સોનાની શુદ્ધતા ચકાસી શકે છે. આ એપ દ્વારા, તમે માત્ર સોનાની શુદ્ધતા ચકાસી શકતા નથી પણ તમે તેનાથી સંબંધિત કોઈપણ ફરિયાદ પણ કરી શકો છો. તમને જણાવી દઈએ કે તમે ઘરે બેઠા આ દર સરળતાથી જાણી શકો છો. આ માટે તમારે માત્ર આ નંબર ૮૯૫૫૬૬૪૪૩૩ પર મિસ્ડ કોલ આપવો પડશે અને તમારા ફોન પર એક મેસેજ આવશે જેમાં તમે લેટેસ્ટ રેટ ચેક કરી શકો છો.
રાષ્ટ્રવાદી કોંગ્રેસના નેતા નવાબ મલિકની આ કેસમાં થઈ ધરપકડ, જામીન પર થયો છૂટકારો; જાણો વિગત
